Skip to main content

હું અને મારા રસોઈ ના પ્રયોગો !



"mady.... i m feeling i got messed up! can u please repeat the recipe of " કઢી "???" -
i asked mady on call ....[બોલો recipe on mobile!]
[માધવી - mady was my life line for my cooking experiments on very beginner level...]
scene :: મારું રસોડું, આણંદ વાળું ઘર, મારી સામે ગેસ, ગેસ પર ચણા ના લોટ વગર ની કઢી ! ...

"ooohhh !!! કઢી બનાવવા ચણા નો લોટ પણ જોઈએ... ??? i told u to make precise list of items needed .... how can u assume i should be aware of it?? હવે હું શું કરું ? .....""
[માધવી ફોન પર ખડખડાટ હસી રહી... કેમ? તમે સમજી જ ગયા હસો!]

આ પ્રસંગ પછી હું વધુ સાવધાન થઇ ગયી... મને સમઝાઈ ગયું કે કોઈ વાનગી બનાવવા ખાલી બનાવાની રીત જ નહિ , ingredients નું ચેક લીસ્ટ હોવું પણ જરૂરી છે!

[હસવાનું નહિ ..... i was beginner in field of cooking.... એન્જીનીરીંગ ના ૪ વર્ષ હું હોસ્ટેલ માં રહી, પાપા ને હું બૌ વ્હાલી ! એટલે ઘેર મારે ક્યાં વાંચવા નું કે આરામ કરવાનો !..... ઘર માં રસોડા નો ઉપયોગ હું માત્ર મમ્મી ને પજવવા કરતી !.... ભણવાનું પૂરું થતાજ નોકરી મળી... જ્યાં ભણતી હતી ત્યાજ , વિદ્યાનગર માં! એટલે ફરી હોસ્ટેલ ૧ વર્ષ માટે.. જોબ, હરવા ફરવા નું અને મઝા કરવાની... કેટલું બીઝી schedule !!! --- પણ વાસ્તવિકતા તો એ કે એ વખતે રસોડું અને રસોઈ પ્રત્યે ના તો પ્રેમ હતો કે ના શીખવાની ધગશ... કદાચ હું નોર્મલ ગર્લ્સ જેવી ના હતી...મને રસોઈ શીખવા કરતા નવી technology શીખવી ગમતી... રસોડા માં રહેવા કરતા library માં નોવેલ્સ અને બુક્સ માં ડૂબી રહેવું ગમતું... તો સામાન્ય મારી ઉંમર ની ગર્લ્સ ની સરખામણી માં હું હતી જ થોડી defective બાળપણ થી ... ]

પહેલા જ પ્રસંગ થી મને સમજાઈ ગયું કે.... "સાવધાની હટી...તો... દુર્ઘટના ઘટી....!"
હવે હું વધુ ધ્યાન રાખતી થઇ... અને છતાં દુર્ઘટના રોકી શકાતી નથી!

બીજો મોટો અખતરો.... કોબીચ નું શાક .... જે બની ગયું ... કોબીચ નું સૂપ !!
આ વખતે મેં પેપર વર્ક વધાર્યું.. કોબીચ નું શાક બનાવા ની રીત અને લીસ્ટ of ingredients હતા ON PAPER! તો ભૂલ થવાની શક્યતા જ નહિ ! .... એકદમ આત્મવિશ્વાસ પૂર્વક operation- cabbage શરુ થયું... પધ્ધતિ બરાબર ધ્યાન પૂર્વક પૂરી કરી... અને શાક ને ચડવા -privacy આપવા, ઢાંકી ને હું music સંભાળવા માં ડૂબી ગઈ... [જોયું હું શાક ને પણ પૂરી space આપું ... બૌ disturb ના કરું!]..... ૩૦ મિનીટ પછી મને કોઈ તીવ્ર સુગંધ/દુર્ગંધ/ગંધ આવી... અને એ ગંધ ને અનુસરતા હું રસોડા માં પહોચી.. મારા બનાવેલા શાક સાથે કોઈ નવી હોનારત થઇ હતી.. મેં શ્રીનાથજી નું નામ લઇ ઢાંકણ ઉઠાવ્યું... અને ................... મારા આશ્ચર્ય વચ્ચે શાક નું રૂપાંતર થયું હતું....--- સૂપ માં..
--- મને સમજાયું...
paper work ની details માં કંઇ bug હતી.. શાક ને ચડવા જોઈતા પાણી કરતા ૪ ગણું પાણી મેં નાખ્યું હતું..[કેટલી ઉદારતા!].. અને શાક ને થોડી વધારે privacy અપાઈ ગઈ હતી! ...... બીજો આઘાત થી હું રડી જ પડી... અને ત્યાં મારી મદદે આવ્યો કેયુર... ઘર માં પ્રવેશતા જ મારા રુદન થી અને સમજાઈ ગયું કે આજનો experiment ફેઈલ ગયો છે... જરા પણ ગુસ્સે થયા વગર એણે પૂછ્યું.."originally આ કઈ item બની રહી હતી? ".... અને હું હસી પડી... અમે બહાર જમવા ગયા... અને ખુબ હસ્યા...

થોડી વધારે કાળજી, સાવધાની અને છતાં એક મોટું blunder .... પહેલી વખત મારો ખીચડી બનાવાનો નમ્ર પ્રયાસ...
આ વખતે સાવધાની વધારવા અને મને મદદ કરવા કેયુર પણ હાજર રહ્યો... મારા experiment માટે! સદી , સીધી ખીચડી બનાવાની process શરુ થઇ.. મેં અને કેયુરે ખીચડી પ્રત્યેના અમારા પ્રેમ ને કારણે ભગવાન ને પ્રાર્થના કરી કુકર ને ગેસ ના હવાલે કર્યું.. હવે અમે અમારી પાસેના documents ચેક કાર્ય અને સંતોષ અનુભવ્યો કે બધું બરાબર થયું છે... નિયત સમય સુધી કુકર અને ગેસ ને attention આપવા અમે રસોડા માં ગેસ ની સામેજ બેઠક જમાવી.. નિયત સમયે ગેસ બંદ કર્યો... પણ હવે થયું confusion કે કુકર ખોલવું ક્યારે??? એ તો process માં લખ્યું જ ના હતું! અમે ચર્ચા - વિચારણા કરી ૫ મિનીટ પછી કુકર ને ખોલી દેવાનું નિર્ણય કર્યો! [ આ નિર્ણય અમારા મગજ નો નહિ પેટ નો હતો... બૌ ભૂખ લાગી હતી...]...

કુકર પર કેયુર અને મેં અમારી બધું શક્તિ લગાવી દીધી.. કૂકરે અમારી સામે surrender કર્યું અને એક ધડાકા સાથે કુકર ખુલ્યું.. અને અમારી મહેનત-ખીચડી યત્ર-તત્ર-સર્વત્ર ફેલાઈ ગઈ.... અમારા સિવાય બધાને ખીચડી ખાવા મળી... દીવાલ ને , છત ને, ફર્શ ને , પંખા ને, પરદાઓ ને, બારી ને,..............અને અમે ફરી થી હસ્યા... ખુબ ખુબ હસ્યા... અને અમે શીખ્યા... દરેક કામ માં ઉતાવળ ના કરાય!


અખતરાઓ નું લીસ્ટ લાંબુ છે.. પણ એનું result અને end હમેશા સરખું જ રહ્યું -- મારું અને કેયુર નું હાસ્ય! જે મને હમેશા પ્રેરણા આપતું કે ભૂલ તો થાય, આનાથી ડરી ના જવાય! દરેક ભૂલ માં થી કઈ શીખાય! અને શીખવાની કોઈ ઉંમર ના હોય! ક્યારે પણ, કઈ પણ શીખાય!

કેયુર નો પ્રેમ અને સહકાર કે જેના લીધે આજે હું એટલા ભયાનક experiments પછી પણ ખુબ સારી cook છું...[ખુબ સારી એટલે- બિનહનિકરક્ સમજવું!]


Comments

Vishal Kansagra said…
hurray...I am the first one.

Tamaro blog vanchi ne maro 'cooking' no darr ocho thai gayo che. Have hu pan kitchen ma confidently march kari sakis. :)
Bhumika said…
he he he...

lage raho...

for online-on mobile recipe -umay contact me!
Rinku said…
Oh mam u kwn after reading yr bolg now i can say tat m not d only one who don't knw cooking haheheheheh
just kidding mam...
tell me wen u inviting me for yr cabbage soup.......
Bhumika said…
rinku .. i was expecting u here n see u r here!

u can anytime drop to my place and be part of my experiments!
Rahul said…
ha ha..nice one!!u shud write a book like Gandhiji..."Mara rasoi na prayogo"...lolz...
Aakanksha said…
hmmmm...
Chalo aa vaanchi ne mane kaik himmat mali...

btw hu mara prayogo 1-2 yrs pachhi chalu karu to vaandho nai ne????
Parthiv said…
hahahahah lol..I guess many of us (navshikhiyao :)) have gone through the same process but you have captured it perfectly in words. Consider writing "Hasya Lekh" for Divya Bhaskar as well :).

Gujaratati ma lakhvathi aakhi vaat ni maja kai alagaj thayi jaay chhe... good one.
Minal said…
Hahaha :D Gone with same process whoever started learn to cook. Well mine instead of cabbage soup was ekedam brown- kalu shaak without water. ;) :D
Dumb Eagle said…
hehe... nice to know even girls have so much of problem when learning to cook! :P i thought they inherited the cooking gene! ;)

do check out my cooking experience (as fatal as urs) here: http://crystaldews.blogspot.com/2009/05/i-confess-i-suck-at-it.html
madam,

me pan KITCHEN ma tamari jem bahu experiments karela chhe...
tamne to khabar j hase k japan ma indian food madvu mushkel chhe and hu college complete karine 6 months ma j TOKYO aavelo.

Ha pan mane rasoi banavano bahu sokh hato...

Eva time ma 1 vaar Kadhi banavani ichha thai.... ne mom ne phone karyo... mom na kahya pramane badhi items ready kari didhi..
ne chana no lot nu half packet (250 gms) cooking pan ne arpan kari didhu.... result??? 3 days savar sanj kadhi pidhi ti...

e pachhi 1 vaar mug banavani ichha thai... mag ne 1 mota cooker ma paladya and e pan 500 gms.... mag pan amare 4 days khabva padya ta...
Bhumika said…
@yakin...

i m happy i have friends around me.. just like me!
ખુબ સરસ બ્લોગ છે.
શુભેચ્છ સહ.
Swati Borsaniya said…
Prem ane sahkar ni babat ma tame bahu lucky 6o ho......
hey good yaar...chalo have huye kaik akhatra karish pan thoda time pachhi atyare to time nathi..pan aa vanchine at least hu em kahi shaku ke mari sathe atli kharab situation nahi ave...i really hope this..

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સોશિય

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/coffee, maska bun!  maza ni life!