Skip to main content

Posts

Showing posts from September, 2013

લાઈફ સફારી~૩૮: ગણેશોત્સવ: પ્રેમનું સર્જન, નકારાત્મક ઉર્જાનું વિસર્જન!

***  “મમ્મા, તારા ફેવરેટ ભગવાન કયા?”-હોમવર્ક કરતા કરતા બેબુ અચાનક મને પૂછી રહી. અને હું વિચારમાં પડી ગઈ.. આજ સુધી કદાચ આ વિષય પર કોઈ દિવસ વિચાર જ નથી કર્યો! રોજ મંદિરમાં દર્શન કરવા જવું કે ઘેર રોજીંદા પૂજાપાઠ કરવા જેટલી આસ્તિક કદાચ હું હજુ નથી બની શકી, પરંતુ પ્રભુના અસ્તિત્વ પર પ્રશ્ન કરવા જેટલી નાસ્તિક પણ નથી જ! “બેટા, તારા ફેવરેટ ભગવાન કયા?”- બેબુના કન્ફ્યુંઝીંગ પ્રશ્નોને એવોઈડ કરવાનો મેં શોધેલો સૌથી સીધો અને સરળ રસ્તો એટલે એને સામે પ્રશ્ન પૂછવાનો! “મને છે ને.. મને ગનુદાદા બૌ ગમે.”- નાની નાની આંખોને ચકળ-વકળ ફેરવતી બેબુ આહોભાવથી સામે ટીવી પાસે રાખેલી ગણપતિદાદાની મૂર્તિને વંદન કરી રહી. “અચ્છા, એમ? તો તારા હનુદાદા અને ક્રિશ્નાને ખોટું નહિ લાગે? એ પણ તો તારા ખાસ ફ્રેન્ડ છે ને?”- મારા પૂછેલા સેન્સીટીવ ક્વેશ્ચનથી એઝ એક્સ્પેકટેડ બેબુ અટવાઈ ગઈ.. “એ તો છે ને... આમ તો મને બધા ભગવાનજી ગમે- પણ ગનુદાદા સહેજ, થોડાક વધારે ગમે. છેને.. એમનું ટમ્મી પણ મરી જેમ ગોલ-ગોલ છે અને એમને બી મારી જેમ લડ્ડુ બૌ ભાવે.”- અંગુઠા અને પહેલી આંગળીથી થોડા-થોડાકની માત્રા સમઝાવતા, ફ્રોકની કિનારી પકડીને બ્લશ કરતા કરતા બેબુ બો…

લાઈફ સફારી~૩૭: હું હ્યુમન, સારા અને ખરાબની વચ્ચે!

*** સીન-૧:
"હેલ્લો મેમ, આઈ હોપ હું તમને ડીસ્ટર્બ નથી કરી રહ્યો! મેમ, તમારા લાસ્ટ યરના ક્લાસના એક સ્ટુડન્ટની થોડી ઇન્ફોર્મેશન જોઈતી હતી. આઈ હોપ યુ વિલ નોટ માઈન્ડ!"- એક અજાણ્યા સજ્જન સભ્યતાથી અને શાલીનતાથી પૂછી રહ્યા. " ઇટ્સ પરફેકટલી ઓકે સર, બોલો , શું મદદ જોઈએ મારી ?" – મેં કમ્પ્યુટરમાંથી ધ્યાન સામે બિરાજમાન સજ્જન તરફ દોર્યું.
"તમારા ક્લાસમાં એકસ્ટુડન્ટ છે "મિસ.એ", મારે એની માહિતી જોઈએ છે!"- સામે બેઠેલા સાહેબ ધીરે રહીને ઉઘડવા લાગ્યા! "સર,  આઈ ફીયર, હું કોઈ પર્સનલ માહિતી નહિ આપી શકું! છતાં આપને કેવી માહિતી જોઈએ છે ?"- મેં શક્ય એટલી વિનમ્રતાથી જવાબ આપ્યો.
"માહિતી એટલે... "મિસ.એ"વિષે તમે જે જાણતા હો એ જ!એક્ચ્યુલી મારા સાળા માટે, યુ સી લગ્નવિષયક એન્ડ ઓલ  ... "- મને એ સજ્જનને જવાબ આપતા જેટલો ખચકાટ થતો હતો, એના કરતા હવે "સાહેબ" વધુ મૂંઝાઈ રહ્યા હતા...
"એઝ આઈ નો, "મિસ એ"ઘણી સિન્સિયર છે, એકદમ રેગ્યુલર, સ્વભાવે નરમ, અને દેખાવે પણ ગમી જાય એવી છે ... " - જવાબ આપતી વખતે મેં અત્યાર સુધી લગ્નવિષયક એડ્સમાં વા…

લાઈફ સફારી~૩૬: ગર્ભમાં રહેલી દીકરીઓ પણ હવે સહેમી ગઈ છે!

***
આજે સવારથી એક અજબ ખુશી અને ઉત્સાહ વર્તાય છે. બસ હવે ગણતરીના મહિના બાકી છે અને ... અને મારો નવો જન્મ થવાનો છે, એક માં તરીકે. અરીસામાં હું જાણે એક અલગ જ “હું” ને જોઈ રહી, જેને વધતા વજનથી ચિંતા નહિ પણ ખુશી થાય છે, જે પગના સોજાને પણ મહેંદી લગાવી હોય એમ તાકી રહે છે. હળવેકથી હું સહેજ ઉપસેલા પેટ પર હાથ ફેરવી, ધીરેકથી કાલી-ઘેલી ભાષામાં વાત કરું છું મારા ગર્ભસ્થ બાળક સાથે, રોજની જેમ જ. અને અચાનક આજે જાણે મારી વાતોનો પ્રત્યુત્તર આપતું હોય એમ, પ્યારીસી હિલચાલ અને નાનીસી લાતોથી, મારું બાળ એના અસ્તિત્વની હાજરી પુરાવે છે. ચાની ચુસ્કીઓ આજે નવી તાજગી આપી રહી છે તો રેડીઓ પર વાગતા એજ રૂટીન ગીતો આજે વધુ પડતા રોકિંગ લાગી રહ્યા છે. “મુંબઈમાં વધુ એક ગેંગ રેપ. શું દીકરીઓ માટે અસુરક્ષિત બની રહ્યો છે આપણો દેશ?” –ન્યૂઝપેપરની હેડલાઈન્સ એક પળમાં વિચારયાત્રા વેરવિખેર કરી ગઈ. મુડ ખરાબ નથી કરવો એવા સ્વાર્થી વિચાર સાથે ન્યુઝપેપરનો ઘા કરીને મેં ટીવી ચાલુ કર્યું. રિમોટના ટીક-ટાક દબાતા બટન્સ સાથે એકજ ન્યુઝ, એજ ચાર નરાધમોના સ્કેચ અને એજ જન-આક્રોશ. જાણે બધું સ્ટીરીઓ-ટાઈપ. “બિચારી. ભગવાન સૌનું સારું કરશે.”- ભગવાનને પ્રાર…