Skip to main content

Posts

Showing posts with the label ACE

લાઇફ સફારી~ 96:બાળપણ એટલે જીવનના પાયાનું ચણતર

  ***  “ મમ્મા , આ હોળી અને ધુળેટીનાં તહેવારો આપણે કેમ ઉજવીએ છે ? આઈ મીન દરેક ફેસ્ટીવલની જેમ આ ફેસ્ટીવલની પણ કોઈ સ્ટોરી હશે ને ? ” - નાનકડી બેબુએ આંખો પલકારતા પૂછ્યું . “ બેબુ , તને લાસ્ટ યર તો એ સ્ટોરી કીધી હતી . એક રાજા હતો , એનો એક દીકરો હતો . અને ... ” - હું દીકરીની યાદદાસ્તન પેટારાને ખોલતા બોલી . “ ઓહ યેસ .. યાદ આવ્યું . પેલો બેડ કિંગ અને એનો ગુડ સન - એ સ્ટોરી ... જેમાં કિંગ પોતાની જાતને ભગવાન સમઝતો હતો અને એનો સન ભગવાનની બહુ પૂજા કરતો હતો એટલે .. એટલે બેડ પાપા એ પોતાના દીકરાને મારવા બૌ બધા ટ્રાય કરેલા . યાદ આવ્યું મોમ ... ” - બેબુ એકદમ ઉત્સાહમાં એની ગુજલીશ ભાષામાં યાદ આવી એટલી વાર્તા નામ - ઠામ વગર બોલી ગઈ . “ યેસ બેબુ . એજ સ્ટોરી . એ કિંગનું નામ હતું હિરણ્યકશીપું અને એમના દીકરાનું નામ હતું પ્રહલાદ . જ્યારે કિંગ કોઈ પણ રીતે પ્રહલાદને મારી જ નાં શક્યા ત્યારે કિંગની સિસ્ટરે એમની મદદ કરી . કિંગની સિસ્ટર હોળીકા પાસે અગ્નિ નાં બાળી શકે એવી વરદાન વાળી ઓઢણી હતી . એટલે હોળીકા , એ ઓઢણી ઓઢીને , ખોળામાં નાનાસા પ્રહલાદને બેસાડીને અગ્નિમાં બેઠા . પણ ભગવા...