Skip to main content

Posts

Showing posts from July, 2011

તુ પાછી ના આવે ?

મારી વાયરલેસ વડીલ  ... [પીનલ પટેલ ....] 
"આજે તુ નથી એ બહુ વાગ્યું, બહુ બળ્યું .. તુ દુર દુર ઉડી ગઈ એના કેટલા દિવસો , વર્ષો થયા એની ગણતરી કદાચ આજે સમજાઈ ... તો પણ ખબર નહિ કેમ હજુ પેલા તે શિખવાડેલા વાયરલેસ ના દાખલા આવડતા નથી.. એ સીખ્વાડવા .... તુ  પાછી  ના આવે? 
તારી સાથે જોયેલા બધા મુવીસ ને  તારી સાથે કરેલી એ બધી મસ્તીઓ હજી પણ તાજી છે .. પણ છતાં તારા જન્મ દિવસ પર આપડે "અગલી ઓર પગલી" જોવા કેમ ગયા હતા એ સમજાતું નથી!! એ સમ્ઝાવવા .... તુ પાછી ના આવે ?
તારી સાથે ચટાકા ભેર ખાધેલી પાવ-ભાજી , ઢોસા  હવે ખબર નઈ કેમ પહેલા જેવા ભાવતા નથી!  અને તારા સીખવાડેલા  ખમણ હજી બનવું ત્યારે પાણી માં તારે છે , ડૂબતા નથી !  એ જોવા ને ચાખવા ... તુ પાછી ના આવે ? 
મારા કીધા વિના હમેશા તુ જેને સમજી જતી હતી એ સમજવા  ... ને જયારે હું ઇમોશનલ ફૂલ બનું ... ત્યારે "જો પાછા , તમે ક્યારે સુધરસો ?" એમ કહેવા ...  તુ પાછી ના આવે ? "
--એ જ તારી ..  ખમણ શિષ્ય અને કમ્પાઈલર ગુરુ 

"આઈ એમ નોટ ઓકે પાપા, તમે ક્યાં છો ?"

" આજે કેમ આવાજ ધીમો આવે છે બેટા ?  રાતે હીર બૌ જગાડતી તો નથી ને?  કે હજુ પણ તું પહેલા ની જેમ રાતે જાગીને ન્યુઝ પેપર વાંચે છે? તું ક્યારે સુધરીશ? તું ક્યારે મોટી થાઈસ ? તને કેટલી વાર  કીધું રાતે જલ્દી ઉંઘી જવાનું , રાતે ઊંઘ પૂરી નથી થઇ ને ?   આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...
આજે બૌ વરસાદ છે, તું  ક્યાં છે બેટા ? આભ ફાટ્યું છે ને તને એલ.ડબલ્યુ.પી. ની ચિંતા છે? એક દિવસ જોબ પર નહિ જાય તો તારી કોલેજ બંધ નઈ થાય ને? જો પાછી છત્રી/રેઇનકોટ જાણી જોઈને ભૂલી ગઈ ને આજે? તું ક્યારે મોટી થાઈસ?  ભીંજાઈસ ને શરદી - તાવ આવશે તો ? રાતે તને વારે ઘડીએ ઉઠી ને કોણ ઓઢાવશે ? તને હળદર વાળું દૂધ નથી ભાવતું તો એમાં મધ કોણ નાખી આપશે?  આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...
બેટા , આજે ફરી દોડીને ટ્રેન પકડી ને ? તને કેટલી વર કીધું સાચવીને અપડાઉન કરવાનું .... ઘેર પહોંચતા હજુ સાંજ ઢળી જાય  છે બેટા ? તું કેમ નથી સાંભળતી , તારી ચિંતા બહુ થાય છે!  તું ક્યારે મોટી થાઈસ ? એક ટ્રેન ચુકાસે તો કઈ જીન્દગી થોડી અટકી જાય છે? આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...
આજે કૈક થયું હોય એમ લાગે છે બેટા.. બધું ઠીક તો છે ને ? તું ક્યારેય કઈ કેતી નથી,  …

તો કદાચ સ્વાર્થી હોઉં જરૂરી છે! ...

" હેય ડી-કંપની ના ડોન, બૌ દિવસે દેખાયા ને કઈ? બૌ રખડપટ્ટી કરી કે શું ? કંપની એ દિલ ખોલી ને બોનસ આપ્યું છે તો ગોઆ કે કાશ્મીર ની ટુર મારી આવ્યા કે શું ? " - બૌ દિવસે દિવા ને જોઈ ને અનાયાસે જ આદત પ્રમાણે ફૂટપટ્ટી ખેંચાઈ ગઈ! "ના યાર , ઘેર જ હતી! " - એક ફિક્કા હાસ્ય સાથે દિવા પરાણે બોલી શકી જાણે ! દિવા ના અવાજ નું એ અલ્લડપણું અને ઝીરો  ફીગર માં [ખરેખર તો માઈનસ માં !!!] પણ ધડ્ક્તી એ સિક્સ પેક ની હિંમત આજે જાણે હડતાલ પર છે!
 "ડી કંપની "- એટલે કે દિવા , એની સરનેમ રાઠોડ ની  જગા એ  જો  દવે, પટેલ કે મન્સૂરી હોત તો પણ કદાચ એના તોફાન અને કારનામાં થી એને આજ પદવી ને ઉપનામ મળ્યું હોત! અસલ બરોડા ના પાણી માં વિદ્યાનગર ની આઝાદી અને સુરત નો મિજાજ મળે તો જે કોકટેલ બને એ જ તો "દિવા" ... છેલ્લા ૩-૪ વર્ષ થી ભિલાડ થી સયાજી નું સવારે ૭ થી રાતે ૧૦ નું ભાંગી ને ભુક્કો કરી નાખે એવું અપડાઉન પણ સહજતા થી ને હસતા રમતા કરે છે!
"આજે આટલી ભીડ છતાં તમે કોઈ એનકાઉનટર નથી કર્યું તે આજે બોસ ને કઈ નરમ ગરમ છે ? આજકાલ તમારે ડોન લોકો ને કઈ રોજા / ઉપવાસ ચાલે છે? "- ઝેરો થી માઈનસ …