Skip to main content

Posts

Showing posts from March, 2011

૮ માર્ચ :: ઇન્ટર નેશનલ વુમન સ ડે - કે વાર્ષિક મજાક ?

ખાસ નોંધ..  લેખિકા નું પત્ર કાલ્પનિક છે જેમાં મારા અને મારા જેવા ઘણા સર્જકો ની મનોવેદના ના શેડ્સ છે.. [ સર્જકો માં કૃપયા જેન્ડર બાયસ ના ગણવું!  ]

આ થી સમઝવું કે - નીચેની પોસ્ટ વાસ્તવિક+કાલ્પનિક છે! 


લગતા વળગતા એ બંધ બેસતી પાઘડી પહેરવાની છૂટ છે .. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુભેચ્છક ૧ :
" બુક નું મુખપૃષ્ઠ સુંદર છે ..  ખુબ ખુબ અભિનંદન .. અમને તો બૌ આનંદ થયો , કે તારી ક્રિએટીવીટી ને પાંખો મળશે ! આમ જ લખતી રહેજે .. અને બુક ની કોપી નઈ મોકલવાની અમને? "  -"હા જરૂર, કુરિયર કરી દઈસ , શુભેચ્છાબદલ આભાર.."...  { ક્યારેય એક છાપું પણ જાતે ખરીદતા હશે કે કેમ? ને બુક ની કોપી લઇ ને શું કરશે એ પ્રાણ પ્રશ્ન!  }
શુભેચ્છક ૨ :
" મુબારક હો! જોયું ને મેં તો ૬-૮ મહિના પહેલા જ કીધું તુ , તારા માં કઈ ક છે જ! આજે  સવારે જ બુક લઇ આવ્યો! લેયઆઉટ સારું છે , પણ એમ નથી લાગતું કે થોડું લાઉડ છે! અને પેજીસ પણ થોડા રફ નથી ? આમ તો ઠીક જ લાગે છે , પણ થોડી મહેનત કરી હોત તો કોઈ સારા રેપ્યુંટેડ પબ્લીકેશન હાઉસ વાળા પણ કદાચ માની  જાત છાપવા.. હવે નેક્સ્ટ ટાઈમ જરા .. "…

તમે કેવા ?? - "કાસ્ટિંગ આઉછ " !!!

":ભુમિકા, મહારાજ જાય છે , હિર ને લઇ ને દર્શન કરી આવ! " - સત્યનારાયણ ની કથા પતી એટલે કેયુરે યાદ કરાવ્યું કે કથા પ્રસાદ ની સાથે સાથે પ્રભુ આરાધના માટે પણ કરવામાં આવે છે! 

" હા, હું અને હિર ક્યારના દર્શન કરી આવ્યા! " - હિર ને પ્રસાદ ખવડાવતા મેં પ્રસાદ નો પડિયો અમારા દુર ના સંબંધી , જે અનાયાસે કથા સમયે હાજર હતા તેમને ધર્યો! 
"એમ પણ ભગવાન ના કામ માં તો કહ્યું છે ને કે નસીબ માં હોય તો જ દર્શન થાય ને પ્રભુ મળે! અમારા જૈનો માં તો... "- ને અમારા એ વ્હાલા સંબંધી જે નવા સવા જૈનીઝમ માંથી વિષ્ણવીઝમ માં વટલાયા  છે , તેમણે વિના પૂછ્યે જૈન ધર્મ નું મહિમા ગાન શરુ કર્યું! 
" એમ પણ ધર્મ ને કર્મ ની વાત તો જેમ જૈન ને વૈષ્ણવ જન સાચવી જાણે છે એમ તો કોઈના ગજા ની વાત નહિ! ભગવાન ના નામે નાટક કરે પણ કઈ મલાજો ના જાળવી શકે એવી જ્ઞાતિ થી મને તો બિલકુલ સુગ છે! ખાસ તો બ્રાહ્મણ ને મહારાષ્ટ્રીયન ! એમના થી ૧૦૦ ફૂટ દુર જ સારા ની તો આપડે પણ અભડાઈ જવાય! "- નવા સવા ધર્મ ને નવી જ્ઞાતિ માં એડજસ્ટ થવા ના ભાવે કે પોતાની આંતર સુઝથી સંબંધી શ્રી અમને બધાને "જ્ઞાતિ વાદ" અંગે સમજ આપ…

હોલીડે સ્પેશીયલ ના ગોટાળા :: મમતા જી -(ફરી પોકારું છું ) સાંભળો છો ?

" હે.. હોલીડે સ્પેશીયલ ટ્રેનસ શરુ થાઇ ગઈ લાગે છે ?" - મારા સેકંડ હોમ, ભિલાડ લેડીઝ કોચ માં પ્રવેશતા ની સાથે જ પરિસ્થિતિ સમજી ગઈ ને અનાયાસે જ મારું ફેવરેટ ભજન ગવાઈ ગયું - "હરી મારા દુખ ના દહાડા.. વ્હાલા એ વેર વાળ્યા...." ! 

" તમેન કેવી રીતે ખબર પડી હોલી ડે ટ્રેનસ નું? બહાર સ્ટેશન પર કઈ બોર્ડ માર્યું છે નવું? " - અપડાઉન માં નવી સવી નિમિષા એ મૂંઝાઈ  ને પૂછ્યું .. " નિમિષા , યે બાલ હમને ફેશન કે લિયે કલર નહિ કરવાયે ! આઈ મીન... ફરગેટ ઈટ! જો તને આજે આપડા કોચ માં કઈ ચેન્જ ના લાગ્યો ? "- મારા ઓલ્વેઝ ફિલ્મી નાટક થી નિમિષા ટેવાયેલી નઈ એટલે ગભરાઈ જાય! 
" હા , આપડો કોચ બદલાઈ ગયો, મને એમ કે ભીડ બૌ છે એટલે.. પણ આટલો નાનો કોચ કેમ મુક્યો હશે?" - આજુ બાજુ જોઇને અચાનક જ પરિસ્થિતિ સમજતા નિમિષાને એક સાથે ઢગલો સવાલો ઉપડ્યા!  " કઈ નઈ રે.. ૧-૨ વેકેશન અપ ડાઉન માં કાઢીશ એટલે તને પણ સમજાઈ જશે આ ઇન્ડિયન રેલ વે નું બખડ જંતર! આ મમતા ની રેલ વે માં સહેજ પણ બુદ્ધિ કે "સમતા" નથી! " - ફિલોસોફી ઝાડતા તો ઝાડી નાખી પછી સમજાયું કે આ શ્રોત્તા ઓ ને આ બધું ના પચ…