Skip to main content

તમે કરી શકો છો આ "સત્ય [ઝેર ] ના પારખા ?" ????


"સત્ય નો સામનો !"
ના, આજે હું આપડા માનનીય નેતા ઓ ની જેમ આ નવા ગેમ શો ની કુથલી નથી કરવાની, કે ના તો હું એ શો માં જુદા જુદા સ્પર્ધકો ને પુછેલા પ્રશ્ન કે જવાબ ની વાત કરવાની !

આજે સવારે મેં અભિયાન માં મારા પ્રિય લેખક શ્રી જય વસાવડા નો લેખ વાંચ્યો...આ જ વિષય પર॥ અને મને જે વિચાર આવ્યા તે જ હું આજે અહી લખીશ..

જયસર એમના ખુબજ સરળ ભાષા માં લખેલા લેખ માં આપડા બધા ને એક જ પ્રશ્ન કરે છે કે "શું આપડે આપડા સત્ય નો સામનો કરી શકીએ છે? અને હા , તો શું એને સૌ ની સામે સ્વીકારીએ છે? અને સ્વીકારીએ તો શું પૂરેપૂરું સ્વીકારીએ છે?"

વાંચતા વાંચતા મને હસવું આવી ગયું ...અત્યારે બધે જ આ ટીવી શો "સચ કા સામના " ની જ ચર્ચા ચાલે છે? આપડે એ ચર્ચા નથી કરવી... પણ વિચાર માત્ર એટલો આવે છે કે આટલો ઉહાપોહ કેમ? શો માં પુછાતા બધા પ્રશ્નો અને એના જવાબ જેવા જ પ્રસંગો આપડે આપડી આજુ-બાજુ જોઈ એ છે ! હા એ બધું છાનું માનું ચાલે છે!

બીજા ના વિચાર મૂકી હું મારા વિષે વિચારું છું !
શું હું સત્ય નો સામનો કરી શકુ છું ? --- "હા "
શું હું બધા ની સામે સંપૂર્ણ સત્ય નો સામનો કરી શકુ છું ? મારો જવાબ છે -- "ના "

જાત સામે સત્ય બોલવું સરળ અને બિનહાનિકારક છે, જયારે સૌ ની સામે સત્ય બોલવું ઝેર ના પારખા કરવા સમાન અઘરું છે!

જવાબ સાંભળી ને મારા વિષે કોઈ પુર્વર્ગ્રહ કે ધારણા ના બાંધી લેશો... મારા જવાબ પાછળ નું કારણ જણાવું...

મારા વિષે નું બધું સત્ય હું બૌ જ સારી રીતે જાણું છું.. અને જાત સામે એનો સ્વીકાર પણ કરું છું ! સંપૂર્ણપણે...
પણ કેટલુંક સત્ય અંગત હોય છે! જે જાત પુરતો જાણવા નો અને ખાનગી રાખવાનો આપડ ને અધિકાર છે ! જો આપડું સત્ય બીજાની અને ખાસ કરી ને આપડા વ્હાલા ઓ ની , મુશ્કેલી ઓ વધારે તો એને આપડા પુરતું સીમિત રાખવું જ સારું! જો તમે એ સત્ય ને છુપાવી ને પણ તમારા સંબંધો માં પ્રમાણિક રહી શકો છો અને તમારી જવાબદારી ઓ પ્રમાણિક પણે નિભાવી શકો છો તો મને નથી લાગતું કે એ સત્ય ને છુપાવવું એ કોઈ અપરાધ છે!

મારી પોતાની એક private space છે... જ્યાં મારા સિવાય બીજા કોઈને entry allowed નથી ॥ હું મારી જાતને , મારા સંબંધો ને ,મારી જવાબદારી ઓ ને પ્રમાણિક છું છતાં જે "સત્ય ના પારખા " ની વાત છે- સમાજ ની સામે એ મારા માટે શક્ય નથી , અને મને પણ મંજુર નથી!

" heart heas its own reasons and truth that Head can never understand!" - "દિલ ને તેના પોતાના બહાના અને પોતાનું આગવું સત્ય હોય છે જે આપડું દિમાગ ક્યારેય સમજી નથી શકતું!"
શું કહો છો???

તમે કરી શકો છો આ "સત્ય [ઝેર ] ના પારખા ?" ????

Comments

Minal said…
Totally agreed with u!! But still i can do " Satya naa parkha " {If that polygraph machine reveals totally true results.}Btw its hard to reveal urself in front of whole world with strangers.
મારુ સત્ય... મારુ અસત્ય.... મારુ પોતાનુ છે તેની જવાબદારી મારી છે. મારે કેટલુ લોકોને જણાવવુ અને કેટલુ ના જણાવવુ તે મારો હક છે.
મારુ આટલુ જ સત્ય છે. હું જે કહુ છુ તે સત્ય છે પણ કદાચ તે પુર્ણ સત્ય ના પણ હોય.
Rajni Agravat said…
આ "સચ કા સામના -ટૉપિક" વિશે છાપા કોમ્યુમાં પણ સારો એવો હોબાળો મચ્યો હતો જેમાં જય વસાવડાએ સારી (?) પોસ્ટસ કરી હતી એ વાંચ્યુ હતું?
Anonymous said…
Totally agree with u.
આજથી થોડા વખત પહેલા ઓરકુટ માં છાપા કોમ્યુનિટીમાં આજ ટોપીક પર ચર્ચા થઇ હતી.
જેમાં મે કહ્યુ હતુ કે "આપણુ સત્ય આપણા સુધી સીમિત રહી શકે છે" પણ મહાશય જય વસાવડા ને આ વાત યોગ્ય ના લાગી. અને એમણે ખાસ્સી ટીપ્પણી કરી. આ આપને એટલે નથી જણાવતી કે આપ જય વસાવડાના પ્રશંસક છો, બસ એ માટે કે હું આપના વિચાર સાથે સહમત છું, બલ્કે આવુ જ વિચારુ છું.

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…