Skip to main content

Posts

Showing posts from June, 2013

લાઈફ સફારી~૨૭: “કુંડલી, ગ્રહો, નક્ષત્રો અને સામે હું ... ”

સીન-૧ : "ઈટ્સ અ પ્રોબ્લેમ! " – વુડ બી હબ્બી પોતાની વુડ બી વહુ સાથે સીરીયસ પ્રોબ્લેમ શેર કરી રહ્યો છે! "વ્હેર આઈ એમ પ્રેઝન્ટ, પ્રોબ્લેમ ઇઝ ઓબ્વીઅસ! બોલ હવે શું થયું? "–વુડ બી વહુ પોતાની અલ્લડ અને નટખટ અદામાં વાતને મજાકના રસ્તે વાળી રહી! " આઈ હેડ ટોલ્ડ યુ... કે પાપા તને જન્મતારીખ કે કુંડલી માટે કઈ પણ પૂછે, તો જુઠ્ઠું બોલજે અથવા ચુપ રહેજે! પણ..."- વુડ બી હબ્બી આજે મજાકનાં મૂડમાં સહેજ પણ નથી! "યુ નો, આઈ કાન્ટ લાઈ! અને એ પણ તારા મોમ-ડેડની સામે? ફરગેટ ઇટ. એમ પણ વહેલા કે મોડા આ વાત સામે આવવાની જ હતી. હું છુપાવી રાખત તો મારા મોમ -ડેડ કહી દેતા. એન્ડ ઈટ્સ નોટ અ બીગ ડીલ યાર, હું એચ.આઈ.વી પોઝીટીવ નથી!આઈ એમ જસ્ટ માંગલિક- એન્ડ ઈટ્સ નોટ સીન!"- વુડ બી વહુ એક શ્વાસમાં કહી ગઈ. "એવું નથી યાર, પણ ફર્સ્ટ ટાઈમ મોમ-ડેડ તને મળ્યા ત્યારે જ આ બોમ્બ ફોડવાની જરૂર હતી? પછી શાંતિ થી કહી દેતા! યુ ડોન્ટ નો સિચ્યુએશન હીયર! પાપા જન્માક્ષરમાં બહુ જ માને છે! અને એમણે તારી અને મારી કુંડલી અમારા ફેમીલી-જ્યોતિષને બતાવી અને...."  "અને જ્યોતિષ મહારાજે કહ્યું કે - કુંડલી નથી મ…

લાઈફ સફારી~૨૬ : ફાધર્સ ડે – પપ્પાને પટાવવાનો પ્રેમાળ પર્વ!

“ બેટા, ડ્રાઈવિંગ કરતી વખતે તો મોબાઈલને આરામ આપ! જે સમયે જે કામ કરતા હોય એમાં જ ધ્યાન આપવાનું! અમે તમારા જેટલા હતા ત્યારે આમ ગાડીમાં ફરવાનું સદભાગ્ય નાં હતું.. બસમાં જ મુસાફરી કરવાની અને મહિનાના છેલ્લા દિવસોમાં તો પગપાળા યાત્રા કરવાનું પણ ભોગે લાગતું..” – પપ્પા અચાનક વર્તમાનની એસીની કૃત્રિમ ઠંડકમાંથી ભૂતકાળની શીતળ જગદોજહદમાં પહોંચી ગયા! “પ્લીઝ ડેડ, નોટ અગેઇન! અમે આ અગાઉ હજાર વખત તમારા જમાનાની વાતો સાંભળી ચુક્યા છે! ટાઈમ હેઝ ચેન્જ્ડ! તમારા જમાનાની ધીમી અને બોરિંગ વાતો હવે આઉટ ઓફ ડેઈટ થઇ! હવે મલ્ટીટાસ્કીંગનો જમાનો છે! આ મોબાઈલ ખાલી કોલ કરવા કે રીસીવ કરવા નથી- સ્માર્ટફોન છે, એમાં કમ્પ્યુટરનું બધું કામ થાય છે, ઈન્ટરનેટ, ગેમ્સ, મુવીસ, મ્યુઝીક.. આખી દુનિયા છે-આ મોબાઈલમાં! મિટીન્ગ્સ , એનીવર્સરી, બર્થડે – કોઈ પણ ખાસ પ્રસંગ કે તારીખ, યોગ્ય સમયે યાદ કરાવે- આ સ્માર્ટ ફોન! આજના જમાનામાં પૈસા તો બધા કમાઈ લે છે – સોશ્ય્લાઈઝ કરવું જરૂરી છે! છોડો, તમને નહિ સમઝાય સામાજિક હોવાની જરૂરીયાત! આટલા વર્ષોમાં ક્યાં કુટુંબમાં કોઈનો જન્મદિવસ કે લગ્નતિથી યાદ રાખી છે તમે! અરે, કોઈના શુભ-અશુભ પ્રસંગમાં હાજરી સુદ્ધા…