Skip to main content

Posts

Showing posts with the label ગાળો

લાઈફ સફારી~99: અપશબ્દોમાં અપડેટ..

  *** ધારો કે આજે રોજનાં જેવો જ એક સામાન્ય દિવસ છે . તમે રોજીંદા કામો આટોપવામાં વ્યસ્ત છો . કિચનમાં ફટાફટ હાથ ચલાવી રહ્યા છો . સામે ગેસ પર કુકર ચઢાવેલું છે જે એક પછી એક સીટી વગાડીને પોતાનું પ્રેશર ઓછુ કરવા મથી રહ્યું છે .. અને અચાનક કુકરની સીટીઓ અટકી જાય છે . અને પોતાનો બળાપો , ગરમી , અકળામણ અસહ્ય થઇ ઉઠતા કુકર આમતેમ કુદકા મારે છે .. અર્થાત કુકર પોતાનું પ્રેશર યેનકેન પ્રકારે પણ બહાર કાઢવા ફાટવા સુધ્ધા તૈયાર થઇ જાય છે .. તો તમારી કોઠાસુઝ તમને શું કરવા સૂચવશે ? આપકે ઓપ્શન્સ હે - એ ) ગેસ બંધ કરીને કુકરથી દુર જતા રહીને કુકરને એની કિસ્મત પર છોડી દેવું . ( એના નસીબમાં હશે તો ફાટશે , નહિ તો જાતે ઠંડું પડી જશે . કૈક એવું ...). બી ) ગેસ બંધ કરીને કુકરને જાળવીને ઠંડા પાણીનાં તપેલામાં કે નળની ધારની નીચે મુકીને એને ઠંડું પાડવા મથવું . સી ) ગેસ બંધ કરીને કુકરને ઠંડું પાડવા એના પર બરફના ચોસલા મુકીને ફૂંકો સુધ્ધા મારવી અને અંતરમનથી કુકરની ક્ષેમકુશળતા માટે ભગવાનજીને પ્રાર્થના કરવી .. કે પછી ડી ) ગેસ બંધ કરીને કુકરની સીટીને સહેજ ઉંચી કરીને હવા નીકળી જવા દેવી ... ભલેને તમે કે કુ...