Skip to main content

Posts

Showing posts from August, 2014

લાઈફ સફારી~૮૫: એડોપ્શન એટલે પ્રેમ, લાગણીઓ અને ખુશીઓને દત્તક લેવું!

બાળકને “એડોપ્ટ કરવું” અર્થાત “દત્તક લેવું”- શું વિચારો છે તમારા એ વિષે? બે એકદમ વિરોધાભાસી વિચારધારાઓ-પક્ષ/પ્રતિપક્ષ સંકળાયેલા છે આ પ્રશ્ન સાથે. એક દલીલ સામાજિક અને કૌટુંબિક પ્રશ્નો સાથે સંકળાયેલી છે. આ દલીલ અનુસાર બાળકના જન્મજાત ગુણો અને માં-બાપમાંથી આવતા આનુવાંશિક લક્ષણો આ-જીન્દગીના પાલન-પોષણ બાદ પણ બદલાતા નથી! એક બાળકને કાયદાકીય રીતે તમે કુટુંબનો ભાગ બનાવી જ શકો છો પરંતુ વહેલા-મોડા હકીકત જાણી જતું એ બાળક ક્યારેય દિલથી પરિવારનો ભાગ નથી જ બનતું. અંતે તો બિચારું બાળક જ ઈર્ષ્યા, સરખામણી, મહેણાં વિગેરેનો ભોગ બને છે અને દુખી થાય છે! બીજી તદ્દન વિપરીત દલીલ અનુસાર એક બાળકને દત્તક લેવું એ પુણ્યનું કામ છે. એક નિરાધાર-અનાથ બાળકની ઝિન્દગી ફરી પાટે ચઢાવવું એટલે એ બાળક માટે દેવદુત-ફરિશ્તા કે ભગવાન બનવું. જો નાણાકીય સામર્થ્ય હોય અને પરિવારની મંજૂરી હોય તો બાળકને દત્તક લઈને એક ભલાઈનું કામ જરૂર કરવું જોઈએ. સુષ્મિતા સેન, રવિના ટંડન, કુનાલ કોહલી, નિખીલ અડવાની, સુભાષ ઘાઈ, સલીમ ખાન- જેવી કેટલીયે ભારતીય સેલીબ્રીટીઝ બાળકને દત્તક લઈને માનવતાનો દાખલો બેસાડી ચુકી છે. મારો પ્રશ્ન અહી આ બંને એક્સ

લાઈફ સફારી~૮૪: સ્વતંત્રતા દિવસે દેશ માંગે છે સ્વચ્છ અને સકારાત્મક રાજકારણ

*** “બદલાવ જરૂરી છે! આ ખાડાવાળા રસ્તાઓ, આ ઉભરાતી ગટરો, આ બિસ્માર સરકારી હોસ્પિટલ્સ, આ કરપ્શનથી છલકાતી સરકારી ઓફિસો! ભારતને જરૂર છે બદલાવની! એવા નેતાની જે દેશને પોતાના ઘરની જેમ ડેડીકેશનથી ચલાવે, જે દેશને પોતાના સંતાનની જેમ ચાહે, જે દેશનું પોતાના માતા-પિતાની જેમ સન્માન કરે! જે નેતાઓનો એક પગ સ્વીસબેંકમાં અને બીજો પગ ઘોટાલામાં હોય એ નેતા શું બદલશે ભારતનું ભવિષ્ય? હવે માત્ર વોટ આપવાથી દેશ નહિ બદલાય, દેશ બદલવા મારે કે તમારે આગળ આવવું પડશે- દેશનું સુકાન સંભાળવું પડશે! “યદા યદા હી ધર્મસ્ય ગ્લાનીર્વ ભવથી ભારત: અભ્યુંધ્ધાનમ અધર્મસ્ય તાદાત્માંનામ સ્રીજામીહમ” – કહીને આપણને ઉગારવા હવે કૃષ્ણ ભગવાન પણ નહિ જ આવે!”-અને તાળીઓના ગડગડાટ વચ્ચે એક આશાસ્પદ સ્વપ્નસેવી યુવતી મંચ પરથી ઉતરી. શ્રોતાઓને જાણે એ યુવતીમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી લઈને ઇન્દીરા ગાંધીજીના સાક્ષાત્કાર થવા લાગ્યા! અને મંચની સામેજ શ્રોતાગણમાં બેઠેલ એ યુવતીએ તુરંત પોતાનું ફેસબુક સ્ટેટસ અપડેટ કર્યું-“સો આઈ નેઈલ્ડ ઇટ અગેઇન! નો વન કેન વિન વેન આઈ એમ ઓન સ્ટેજ! આઈ એમ રોકસ્ટાર!”. અને પછી પોતાના વોટ્સએપ સ્ટેટ્સને અપડેટ કર્યું-“પેટ્રીઓટિક

લાઈફ સફારી~૮૩: આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો!

*** “ગાઝા માં જે થઇ રહ્યું છે એ અત્યંત દુખદ છે પરંતુ કદાચ આ એક જ રસ્તો છે આતંકવાદીઓ અને આતંકના સમર્થકોને પાઠ ભણાવવાનો!”-સોળમી જુલાઈએ ચેતન ભગતે પોસ્ટ કરેલી ટ્વિટથી ટ્વીટર જગતમાં કકળાટ મચી જાય છે. અને જે યંગસ્ટર્સને ઇન્ડિયામાં થઇ રહેલા આતંકી હુમલાઓ કે ત્રાસવાદી પ્રવૃત્તિઓની પણ ઝાઝી ખબર નથી પડતી તેઓ હેપનિંગ અને અપડેટેડ દેખાવા #ગાઝાઅન્ડરએટેક ટોપિક પર રીસર્ચ અને પોસ્ટ કરવામાં બીઝી થઇ જાય છે. “જો આતંકવાદીઓને બીક લાગશે કે આતંકી પ્રવૃત્તિ કરતા પકડાવાથી એમની બહેન કે માં પર બળાત્કાર થશે(એમના ગુનાના બદલામાં)-તો જ આતંકવાદીઓની ત્રાસવાદી આંત્યિક પ્રવૃત્તિઓ અટકશે!”-   ઇઝરાયેલની બારિયન યુનિવર્સીટીના ખ્યાતનામ પ્રોફેસર અને ઇઝરાયેલની મીલીટરી ઇન્ટેલીજન્સમાં પણ કાર્યરત એવા પ્રોફેસર મોર્દેચી કેદર આતંકવાદ અટકાવવા અમાનવીય સુચન રજુ કરે છે. કોમન વેલ્થ ગેમ્સમાં અઝીઝુલહાસની નામનો મલેશિયન સાયકલીસ્ટ ગાઝાને સપોર્ટ કરવા અને ઇઝરાયેલ સામે નવતર રીતે પ્રોટેસ્ટ કરવા- પોતાના હાથમાં “સેવ ગાઝા” લખેલા કાળા કલરના ગ્લોવ્સ પહેરે છે અને સ્પોર્ટ્સમેન સ્પીરીટથી છલકાતા માહોલમાં ગરમી છવાઈ જાય છે. કોમન વેલ્થ ગેમ્સના ચી

લાઈફ સફારી~૮૨: હમ સબ એક હેં!

***   “ કૌન બનેગા કરોડપતિ-મેં આજ હમારે સાથ હેં પૂર્ણિમાજી! તો પૂર્ણિમાજી, આપકા પહેલા સવાલ હેં- કોહિમા શહેર કિસ દેશકા હિસ્સા હેં? આપકે ઓપ્શન્સ હેં- એ) ચાઈના બી) નેપાલ સી) ઇન્ડિયા ડી)ભૂટાન”- અમિતાભ બચ્ચન ઔપચારિક સ્મિત સાથે પોતાની સામે હોટ સીટ પર બેઠેલી યુવતીને પ્રશ્ન પૂછે છે. “સર, મેં ઓડિયન્સ પોલ લેના ચાહુંગી!”-સહેજ પણ વિચાર્યા વગર સહજતાથી હોટ સીટ પર બેઠેલી યુવતી જવાબ આપે છે. “સો પ્રતિશત લોગો કા કહેના હેં – સી) ઇન્ડિયા. યે બાત તો સભી જાનતે હેં.”-અમિતાભ બચ્ચન એની સિગ્નેચર સ્માઈલ સાથે સહેજ નવાઈ પામીને પૂછે છે. “હા સર, જાનતે સબ હેં, પર માનતે કિતને હેં?”-આંખોમાં એક ગહેરા દર્દ સાથે એ નાની નાની ચાયનીઝ આંખોવાળી યુવતી જવાબ આપે છે. {શું કારણ છે આ કટાક્ષનું? } (કોહિમા શહેર- ભારતમાં ઉત્તર સરહદે આવેલા નાગાલેંડ રાજ્યની રાજધાની છે, ખુબસુરત પર્વતોથી આચ્છાદિત આ રમણીય શહેર બર્મા સાથે સરહદ દ્વારા જોડાયેલુ છે.) *** ઇન્ડિયા માટે ઇન્ટરનેશનલ લેવલ પર હોકી ટુર્નામેન્ટ રમવા, બધા રાજ્યોના બેસ્ટ હોકી પ્લેયર્સ સિલેક્ટ કરીને ભારતીય મહિલા હોકી ટીમ બનવવામાં આવી છે. દિવસના અંતે બધી મહિલા ખેલાડીઓ એકબ