Skip to main content

Posts

Showing posts with the label રેલ્વે મીનીસ્ટર

હોલીડે સ્પેશીયલ ના ગોટાળા :: મમતા જી -(ફરી પોકારું છું ) સાંભળો છો ?

" હે.. હોલીડે સ્પેશીયલ ટ્રેનસ શરુ થાઇ ગઈ લાગે છે ?" - મારા સેકંડ હોમ, ભિલાડ લેડીઝ કોચ માં પ્રવેશતા ની સાથે જ પરિસ્થિતિ સમજી ગઈ ને અનાયાસે જ મારું ફેવરેટ ભજન ગવાઈ ગયું - "હરી મારા દુખ ના દહાડા.. વ્હાલા એ વેર વાળ્યા...." !  " તમેન કેવી રીતે ખબર પડી હોલી ડે ટ્રેનસ નું? બહાર સ્ટેશન પર કઈ બોર્ડ માર્યું છે નવું? " - અપડાઉન માં નવી સવી નિમિષા એ મૂંઝાઈ  ને પૂછ્યું .. " નિમિષા , યે બાલ હમને ફેશન કે લિયે કલર નહિ કરવાયે ! આઈ મીન... ફરગેટ ઈટ! જો તને આજે આપડા કોચ માં કઈ ચેન્જ ના લાગ્યો ? "- મારા ઓલ્વેઝ ફિલ્મી નાટક થી નિમિષા ટેવાયેલી નઈ એટલે ગભરાઈ જાય!  " હા , આપડો કોચ બદલાઈ ગયો, મને એમ કે ભીડ બૌ છે એટલે.. પણ આટલો નાનો કોચ કેમ મુક્યો હશે?" - આજુ બાજુ જોઇને અચાનક જ પરિસ્થિતિ સમજતા નિમિષાને એક સાથે ઢગલો સવાલો ઉપડ્યા!  " કઈ નઈ રે.. ૧-૨ વેકેશન અપ ડાઉન માં કાઢીશ એટલે તને પણ સમજાઈ જશે આ ઇન્ડિયન રેલ વે નું બખડ જંતર! આ મમતા ની રેલ વે માં સહેજ પણ બુદ્ધિ કે "સમતા" નથી! " - ફિલોસોફી ઝાડતા તો ઝાડી નાખી પછી સમજાયું કે આ શ્રોત્તા ઓ ને આ ...