Skip to main content

Posts

Showing posts with the label લાગણીઓ

સમાજ પહેલો કે પ્રિયજન અને તેની લાગણીઓ?

"ઓહ , હવે સમજાયું ! " -   મારી    દેહ વિહીન આત્મા નો આ અવાજ કોણ સંભાળશે?  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ગઈ કાલે જ મને નવોઢા ની પેઠે પૂરી શણગારવામાં આવી હતી... એજ પાનેતર માં , જે મેં પુરા કોડ થી આજથી ૧૦ વર્ષ પહેલા લગ્ન દિવસે પહેર્યું હતું!  ૧૬ શણગાર કરેલો મારો દેહ એટલોજ જાજરમાન લાગતો હતો જેટલી હું લગ્ન ના દિવસે સુંદર લગતી હતી!  વિધિ વિધાન પૂર્વક મારા દેહ ને "મારા" જ ઘર ને "મારા" જ સગા ઓ ની હાજરી માં "કાઢી" જવા નો છે, એ વાત  થી સહેજ દુખ તો થયું , પણ દેહ જવાનું કેવું દુખ, આત્મા રૂપે તો હું પર પ્રિય જનો પાસે જ છું ને, એ વિચાર થી મન મનાવ્યું !  મારો પરિવાર મારી પાછળ જે આક્રંદ કરી રહ્યો છે એ જોઇને દુખ ની સાથે થોડો સંતોષ પણ થયો કે મારી લાગણી એક તરફી ના હતી!  બધા જ સગા વ્હાલા અને  ઓળખીતા , અજાણ્યા ની વચ્ચે દેહ વિહીન હું "એમને" શોધી રહી , "જેમનો" હાથ પકડી ને હું આ કુટુંબ માં આવી ને "જેમના" હાથ ના અગ્નિદાહ થી મને મોક્ષ મળવાનો છે!  ચારે તરફ નજર કરી . "એ" કેમ નથી દેખાતા ?...