લાઈફ સફારી, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર *** ૮-માર્ચ એટલે વિશ્વ મહિલા દિન. જેન્ડર બાયસનો કાયમ વિરોધ કાર્ય પછી પણ આ મહિલા દિવસની ઉજવણી કરવા, કરાવવા કે આ દિવસ યાદ કરવા પાછળ આજે મારો શું હેતુ છે? આજે મારે શેર કરવા છે ફીમેલ જેન્ડર હોવા માત્રનાં સ્પેશિયલ કે સાઈડ ઇફેકટ્સ! શું ખાસ છે– મહિલા હોવામાં? કદાચ બાયોલોજીકલ- સાયકોલોજીકલ કે ઈલ્લોજીકલ ઘણું બધું છે સ્પેશિયલ! તો પ્રસ્તુત છે એક કાલ્પનિક રંગોનાં શેડથી રંગેલો છતાં પણ એકદમ વાસ્તવિક એવો એક વુમન-સ્પેશિયલ અનુભવ. એક પ્રતિભાવંત લેખિકાને પોતાનાં પ્રથમ પુસ્તક માટે સો-કોલ્ડ સ્નેહી, સ્વજન અને મિત્રો તરફથી મળતા ફીમેલ સ્પેશિયલની ઓફર વાળા પ્રતિભાવો- શુભેચ્છાઓ! *** શુભેચ્છક ૧ :" બુકનું મુખપૃષ્ઠ અત્યંત સુંદર છે. ખુબ ખુબ અભિનંદન. અમને તો બૌ આનંદ થયો કે તમારી ક્રિએટીવીટીને પાંખો મળશે! તમે સ્ત્રી થઈને પણ લખો છો - એ પણ આટલું બોલ્ડ, જોરદાર વાત છે! આમ જ લખતા રહેશો. બાય ધ વે, મને વાંચવાનો કેટલો શોખ તમને ખબર જ છે તો બુકની એક કોપી- ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ સાથે મોકલવાનું ભૂલતા નહિ. " લેખિકા [સસ્મ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)