Skip to main content

Posts

Showing posts from August, 2011

ડબ્બાના "ડ" ની સફર :: અવગણના ના "અ" થી લાગણી ના "લ" સુધી...

"નીચેના દરેક પ્રસંગો જાણે અજાણે ક્યાંક મારી કે તમારી સાથે કે આપડી આસપાસ બનેલ - કાલ્પનિક - હકીકત છે! " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ " તું મમ્મી ની વાત કેમ નથી માનતી ! તને હજાર વર કીધુ છે, મારી મમ્મી કહે એ બ્રહ્મ સત્ય! વધારે જીભા જોડી ના જોઈએ! " - ફુલ ટાઈમ "શ્રવણ છાપ" પુત્ર ના કેરેક્ટર  માં અચાનક પતિ નો આત્મા જીવિત થઇ ગયો! "પણ તમે મારી વાત તો સાંભળો! " - પત્ની ની વાત સાંભળી ને કઈ "જોરુ કા ગુલામ " નું મફત નું ટાઈટલ થોડું લેવાય ? એટલે પતિદેવ ઉવાચ - " પણ , બણ  ગયા ચુલા માં ! મમ્મી કહે એમ કરવાનું ! બે પૈસા કમાતી શું થઇ ચરબી ચઢી ગઈ છે! જીભ ચાલે છે એટલા હાથ ચલાવ ને તો મમ્મી ને કઈ કહેવું જ ના પડે ! " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ " ચા થઇ કે નહિ ? કેટલી વાર ? એક કામ કરતા એક એક કલાક કાઢે છે! કોઈ કામ માં તારે ઠેકાણા છે ? ભગવાન જાણે કોણે તને એમ.ફાર્મ.  ની ડીગ્રી આપી દીધી છે! ભણ્યા પણ ગણ્યા નઈ એ આનું નામ ! " - મહેમાનો ની વચ્ચે પતિદેવ પોતાની "ધર્મ-પત્ની "