*** “ લાગણીઓ મારી થઇ ગઈ ડમ્બ અને નમ્બ , સ્માર્ટફોનના આ શહેરમાં , વર્ચુઅલ મિત્રો વધ્યા અને રીયલ મિત્રો થયા જોજનો દુર , સ્માર્ટફોનના આ શહેરમાં , ચાર્જર અને ઈન્ટરનેટથી હું બંધાયો અને લાગણીઓથી થયા છુટાછેડા , સ્માર્ટફોનના આ શહેરમાં , સેક્સટીંગ અને “ ફેક ” ટીંગના ચક્કરમાં રીયલ-હું અને પ્રેમને કર્યા ડીચ , સ્માર્ટફોનના આ શહેરમાં , આંગળીઓ આખો દિવસ મોબાઈલ અને લેપટોપ પર ઘૂમી રહે , સ્નેહીના સ્પર્શને ગઈ ભૂલી , સ્માર્ટફોનના આ શહેરમાં! વારંવાર એપ્સને અપડેટ કરતો હું, પોતાની જુનવાણી જાતને પોષતો રહું છું, સ્માર્ટફોનના આ શહેરમાં! ભલે વર્ચુઅલ વર્લ્ડમાં હેપ-કુલ-મોર્ડન બની રહું, અંદરખાને એજ અહંકારી-બદમિજાજી રહી ગયો હું, સ્માર્ટફોનના આ શહેરમાં! ખુદમાંથી ખુદ જ હું થયો બાદ , સ્માર્ટફોનના આ શહેરમાં. ” તમારા હાથ લેપટોપના કીબોર્ડ પર જાણે લાગણીઓને વહાવી રહ્યા છે. એ લાગણીઓ જેને તમે રોજેરોજ જીવો છો , પણ વ્યક્ત કરી શકતા નથી. તમારું ઘર હવે જાણે ઘર નથી પણ સ્માર્ટ-હાઉસ છે , ગેજેટડમ્પ-હાઉસ પણ કહી શકાય. પહેલા જ્યાં ઘરમાં બાળકોનો શોરબકોર સંભળાતો ત્યાં સુનકાર છે , આંગળીઓથી ટાઈપ થતા શબ્દોને...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)