*** લેપટોપ ચાલુ કરું છું . લખવાનો ખુબ બધો પ્રયાસ કરું છું . પણ દિલો - ઓ - દિમાગમાં હજુ થોડ દિવસ પહેલા જોયેલી “ ઇન્ડિયાઝ ડોટર ” ડોક્યુમેન્ટરીની સાઈડ ઈફેક્ટસ યથાવત છે . કઈ પણ લખવા , વાંચવા અને પ્રોસેસ કરવાની દિલ - દિમાગ અને આંખો સુદ્ધાં નાં પાડે છે . દિમાગ અને દિલ કાયમની જેમ ચર્ચાના ચગડોળે ચઢે છે . દિમાગ : આ કઈ પહેલો બનાવ થોડી છે ? તું તો જાણે એમ રીએક્ટ કરે છે જેમ આજ સુધી આ દુનિયામાં કોઈ બળાત્કારનો બનાવ બન્યો જ નથી . જાણે તું હજુ રામ રાજ્યમાં જીવે છે . દિલ : હા , આ કળયુગ છે , હું જાણું છું . અને આ કઈ બળાત્કારનો પહેલો બનાવ પણ નથી જ .. પણ કોઈ બળાત્કારીને પોતાના મોઢે નફફટાઈથી જાણે કોઈ મહાન કામ કર્યું હોય એમ આખી ઘટના બયાન કરતા પહેલા ક્યાં જોયું છે ? હજુ હું એમ જ માનું છુ કે ગુનો કરનાર અંદરખાને ખોટું કર્યાનો ભાર લઈને ફરે છે , પોતે કરેલા પાપકર્મ માટે પશ્ચાતાપ પણ કરે છે . બુરાઈ પર મોડેમોડે પણ અચ્છાઈની જીત જરૂર થાય જ છે . પણ .. દિમાગ : પણ શું ? એ રેપીસ્ટ મુકેશએ જે કહ્યું એમાં આટલા આફ્ટરશોક્સ કેમ ? જે વિચારધારા એ બળાત્કારીની છે એજ થીન્કીંગ તારા પડોસીઓ , સગા - સંબંધીઓ , દેશન...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)