Skip to main content

Posts

Showing posts from June, 2014

લાઈફ સફારી~૭૫: પિતા, ફાધર, ડેડ- એટલે?

***  “આજે ફરી મીટીંગના લીધે લેઇટ થઇ ગયું.. સંગીત અને સનમને મુવી જોવા લઇ જવાનું પ્રોમિસ કરેલું પણ.. ઇટ્સ રીઅલ્લી ટફ ટુ બી ડેડ... સોહા સાચું જ કહે છે, મારે સુપરમેન કે ડેડીકુલ બનવાની જરૂર નથી.. અને મારે વળી કઈ બેસ્ટ ફાધરની ટ્રોફી જીતવાની છે? ટ્રોફી પરથી યાદ આવ્યું આવતી કાલે સંગીતને ટ્રોફી મળવાની છે – “સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર”ની.. કાલે ગ્રાઉન્ડમાં એને રમતા જોયો ત્યારે મજાકમાં એની મમ્મીને પૂછી લેવાયું કે મારે તો રમત-ગમત સાથે બાર ગાઉંનું છેટું છે, બહુ બહુ તો હમણાંનો મોબાઈલમાં કેન્ડી ક્રશ રમી લઉં છું...સાચું કહેજે તે કોઈ રમતવીર વીકી ડોનરની હેલ્પ નથી લીધી ને આ સંગીત વગાડવામાં? અને સોહાએ એજ કિલિંગ સ્માઈલ આપી, જેને જોઇને કોલેજ ટાઈમમાં હું વગર બોલે બોલ્ડ થઇ જતો..જોકે હવે સોહાના માથામાં સફેદ વાળ જોઇને સહેજ બીક પણ લાગે છે, કે સાલી હવે અમારી પણ ઉમર દેખાય છે.. આ વીકમાં જ આખા ફેમિલીનો મેડીક્લેમ કરાવી લેવો પડશે, જોકે બજેટમાં અઘરું પડશે.. પણ.. હું મારા ખર્ચમાં થોડો કાપ મુકીશ તો એડજસ્ટ થઇ જશે! એમ પણ આ ગાડી હમણાની બહુ પેટ્રોલ ખાય છે અને સનમ પણ કહેતી હતી કે- ડેડ તમે બાઈક ચલાવતી વખતે બહુ હેન્ડસમ લાગો છો. …

લાઈફ સફારી~૭૪: સમાચાર બળાત્કારના- રોજના થયા?

***
"આ સમાચાર વાંચ્યા? બે છોકરીઓ પર બળાત્કાર કરીને, મારીને એમની લાશ ઝાડ પર લટકાવી દીધી..”- ગલ્લે ઉભેલા ટોળામાં કોઈએ ચટપટી ચાટની જેમ ન્યુઝપેપરમાંની ખબર વાંચી સંભળાવી.. “એ છોડ મોદીના અને દેશના શું સમાચાર છે એ વાંચને.. આ રેપના ન્યુઝ તો રોજ આવે.”-પણ મસાલો ચગળતા બીજાએ દેશદાઝ દેખાડી. “અરે યાર, આ ન્યુઝતો આપણી સીટીના જ છે. કોલેજ જતી સગીરા પર સામુહિક બળાત્કાર...”-ફરી કોઈએ ન્યુઝપેપરના ખૂણેથી એક સમાચાર ખોદી કાઢ્યો. “બધું હમ્બક હોય રે.. આ રોજ રોજ છાપાવાળા રેપના ન્યુઝ આપે છે તો કઈ રોજ થોડી આટલા બધા રેપ થતા હોય! આ તો કાયદાનો લાભ લેવાની આજકાલની છોકરીઓને આદત પડી ગઈ છે... પોતેજ શોખથી બોયફ્રેન્ડ સાથે ગઈ હોય અને કઈ વાંકુ પડે એટલે એણે ફસાવવા રેપ કેસ ઠોકી દે..”-સિગરેટના ધુમાડા સાથે કોઈએ ઝેરી વિચારો પણ ફૂંક્યા... ન્યુઝપેપરમાં રોજ-બ-રોજ બળાત્કારના સમાચાર આવતા રહે છે.. ૩ મહિનાની બાળકી પર વૃદ્ધનો બળાત્કાર, બે વર્ષની બાળકી પર પડોશી દ્વારા દુરાચાર, શાળાએ ગયેલી સગીરા પર શિક્ષક દ્વારા રેપ, કોલેજ જતી યુવતીનું બોય ફ્રેન્ડ દ્વારા શારીરિક શોષણ... અને છાપામાં ક્યારેય ના છપાતા પરિણીત સ્ત્રી પર પતિ દ્વારા કરવામાં આ…

લાઈફ સફારી~૭૩: દીકરીના લગ્ન અને વ્યહવારનો વાર

*** 
“ભેજો રે કાહે બાબા હમકા પીહર સે.. બિટિયા સે બન્ની બન્કે કહા પહુંચાયે.. સહા ભી નાં જાયે, ઓ કા કરે હાયે.. કહા ખાતિર ચલે રે કહારીયા... બહંગી કહા પહુંચાયે, ભાગન કી રેખન કી બહંગીયા.. બહંગી લચકત જાયે...” – ઈસક મૂવીનું તમારું ઓલ ટાઈમ ફેવરેટ વેડિંગ-સોંગ મ્યુઝીક ચેનલ પર આવી રહ્યું છે.. તમારા કાનમાં એ ગમતા શબ્દો ભલે પડી રહ્યા છે, તમારી આંખો અને દિમાગ ક્યાંક બીજે જ વ્યસ્ત છે. ગઈ કાલથી તમારી દીકરી મીઠ્ઠી કૈક મૂંઝવણમાં લાગે છે. હજુ બે દિવસ પહેલા તો એક લગ્ન પ્રસંગમાં પુરા પરિવાર સાથે દિલથી મહેકતી અને ચહેકતી રહેલી મીઠ્ઠી અચાનક કૈક વિચારોમાં ખોવાયેલી લાગે છે. સવારની મીઠ્ઠી કૈક ખાંખા-ખોળા કરી રહી છે. કોણ જાણે કઈ ખુરાફાતી યોજના પાર પડવાની હશે કે જાત-જાતનો માલ સમાન એના રૂમમાં બંધ બારણે ભેગો કરી રહી છે. તમારી ચકોર આંખો મીઠ્ઠીના નાના મોટા બધા કારસ્તાનો નોટ કરી રહી છે. થોડી વાર પહેલા જ સ્ટોર રૂમમાંથી મીઠ્ઠી એ એના જુના કપડાઓ માંથી રેશમી દુપટ્ટા અને ઝરી-લેસવાળા કપડા શોધી શોધીને કાઢ્યા એ તમે છુપાઈને જોયું. મીઠ્ઠીની ખજાના જેવા જ્વેલરી બોક્ષમાં એણે વર્ષો મહેનત કરીને ભેગા કરેલા હીરા-મોતી-ટીક્કી(અલબત્ત ખોટા જ ત…

લાઈફ સફારી~૭૨: બ્રાન્ડેડ લાગણીઓ અને મિડલ ક્લાસી મિજાજ

***
“અને ગાડીમાંથી ઉતરતા જ જાણે તમે દિવસો, મહિનાઓ અને વર્ષો વટાવી ગયા.. વાતોડિયા છતાં વિચારીને અને માપી-તોલીને બોલવાની મર્યાદામાં બંધાયેલા, લાગણીશીલ છતાં પ્રેક્ટીકલ વર્તન કરવા ટેવાયેલા, અઢળક રંગબેરંગી સપનાઓ જે આંખે જોયા છે એ બદામી મોટ્ટી આંખોને ટેગ હ્યુવરના ચશ્માં પાછળ સંતાડી- સપનાઓને સુદ્ધાં દિલના એક અજાણ્યા અંધારા ખૂણે છુપાવી દેનાર- તમે આજે એજ જૂની પાતોની જાતને ફરી મળી રહ્યા છો. પતિદેવ અને પુત્ર ગાડીની ડીકીમાંથી સામાન કાઢવામાં વ્યસ્ત છે અને તમે.... પતિદેવ અને પુત્રને ઉતાવળમાં આગળ જતા જોઇને પણ તમને સહેજ પણ જલ્દી નથી વર્તાતી. તમે અપલક નજરે જોઈ રહો છો ગ્રાઉન્ડમાં માટીમાં રમતા નાના-ભૂલકાઓને, અને એમની વચ્ચે શોધી રહ્યા છો વેલ્વેટનું લાલ ફ્રોક પહેરીને રમતી એક ગોલુંમોલું છોકરીને.... મેં-મહિનાની બળબળતી બપોરે નફીકરાઈથી માટીમાં રમતા આ ભૂલકાઓને જોઇને તમને કૈક ઈર્ષ્યા થઇ અને પોતાના પુત્રને હેલ્થ-હાઇજીન-સો કોલ્ડ ક્લાસની મર્યાદામાં બંધાઈને, આ જાહોજલાલીથી દુર રાખ્યાનો અફસોસ પણ થયો.. અને ખબર નહિ કેમ પણ અચાનક તમે તમારી “ખાદીમ”ની બ્રાન્ડેડ મોંઘી સેન્ડલ કાઢીને ખુલ્લા પગે ગ્રાઉન્ડમાં ચાલી રહ્યા, જાણે ઝ…