Skip to main content

Posts

Showing posts from May, 2010

"મધરઇન લો' સ ડે" [સાસુમા નો દિવસ] ક્યારે આવે છે ?

"કાલે અમે બધા મોઢેરા દર્શન કરવા જવાના છે , અને ત્યાંથી સાયંસ સીટી અને રિલાયન્સ મોલ ના "હોરર વર્લ્ડ" માં જવાના છે! મારું નવું જીન્સ અને ટી-શર્ટ કાઢી રાખજે ! " કેયુરે એના દિવાળી ના દિવસ માટેના પ્લાન્સ કહ્યા!  "સારું... " - મેં શાંતિ થી જવાબ આપ્યો.. મને ડોકટરે ૮ માં મહિનાથી જ વધુ ટ્રાવેલિંગ કરવાની ના પાડી , એથી મારે દિવાળી ના દિવસે ઘેર જ રહેવાનું છે એ હું સમજી ગયી અને ઉદાસી ભરી એક સ્માઈલ મારા મોઢા પર ફરકી ના ફરકી.. " હું નથી આવવાની , અમે ગયા મહીને જ મેઢેરા જઈ આવ્યા , અને એમ પણ દિવાળી ના સપરમાં દિવસે ભૂમિકા ને કઈ થયું તો કોઈ તો ઘેર જોઈએ ને ... તમે બધા જઈ આવો! અને હા કેયુર તું સાંજે ૬ વગ પહેલા પાછો ઘેર આવી જજે, બીજા બધાને જ્યાં જાઉં હોય ત્યાં જાય... ભૂમિકા ને પિક્ચર જોવાનો બહુ શોખ છે તો કાલે સાંજે કોઈ નવું પિક્ચર જોવા એને લઇ જજે! દિવાળી ખાલી તમારે જ નથી! " - મમ્મી હસતા હસતા મારો પ્રશ્ન સોલ્વ કરતા ગયા , અને એક માસ મોટ્ટી સ્માઈલ મારા મોઢા પર આવી ગઈ!  મમ્મી શબ્દો કરતા આંખો જલ્દી અને વધુ સારી રીતે વાંચી શકે છે!  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મમતાજી બેનર્જી જી જવાબ આપો :: મહિલા અનામત કે મહિલા-આના-મત ?

" ભીલાડ ટુ ભીલાડ .... મોર્નિંગ ૮:૧૫ ટુ ઇવનિંગ ૮:૦૦ ... "અપ ડાઉન" કહો કે "કમ્યુટીંગ " ... એની એક મઝા પણ છે અને સજા પણ!  અને લકીલી છેલ્લા ૬ વર્ષ થી મને અપ ડાઉન ની જાહોજલાલી નસીબ છે!  અલબત્ત સોર્સ અને ડેસ્ટીનેશન સીટી બદલાતા રહે છે! પહેલા અમદાવાદ થી બરોડા વચ્ચે  અને હવે અંકલેશ્વર થી સુરત વચ્ચે  !  મિત્રો કહે છે તારી અડધી જિંદગી તો ટ્રેન માં જ જવાની!  એક રીઢા ગુનેગાર ને  જેમ જેલ ની સજા માં પણ એક મજા આવે છે... તેમ હું પણ આ ટ્રેન , રેલવે  સ્ટેશન, લેડીઝ  કંપાર્ટમેન્ટ  ની આદી થઇ ગઈ છું!  મારા ટ્રેન મિત્રો ની મારી જિંદગી માં એક ખાસ જગ્યા છે! સવાર સાંજ ટ્રેન માં એક જ કમપાર્ટમેન્ટ માં બેસવાથી એકબીજા સાથે એક અજીબ લાગણી નો સંબંધ બંધાઈ જાય છે અને જે વાતો-દુખ સગા ને નથી કરી શકતા તે ટ્રેન-ફ્રેન્ડ ને કરવા રૂટીન બને છે! દિવસ ના ૪ કલાક [જાગૃત અવસ્થા માં ] જ્યાં કુટુંબ સાથે રહેવા નથી મળતું ત્યારે જેમની સાથે  આ ૪ કલાક ગાળીએ છે એ મિત્રો સગા થી વિશેષ છે!  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ "પણ આજ કાલ અમારી આ જાહોજલાલી ને કોઈ ની નજર લાગી ગઈ છે!   " ૨૯/૦૪/૨૦