Skip to main content

Posts

Showing posts from June, 2011

" She’s not a baby anymore .... She started school this morning .... "

મારી હીર નો સ્કુલ માં પહેલો દિવસ.. પહેલું અઠવાડિયું ... કદાચ લગ્ન બાદ વિદાય વખતે  એટલું દુખ્યું નથી જેટલું આ પહેલા અઠવાડિયા માં કઠ્યું !!! કેમ? ખબર નહિ! આમ તો હીર ની નવી દુનિયા માં શુભ શરૂઆત થી ખુશી પણ થઇ , પણ દિલ ના એક ખૂણે કૈક તો અટવાયું !! નાના ભૂલકાઓ ની "માં" થી દુર, અજાણી જગા ને અજાણ્યા લોકો વચ્ચે આવી જવાની વેદના અને એ વેદનાની   બાળસહજ રુદન થી અભિવ્યક્તિ વચ્ચે , મારી "મીઠ્ઠી" , મારી "હીર" , એક પણ આંસુ પાડ્યા વગર , હસતા રમતા , પહેલા જ દિવસથી નવી દુનિયા માં સમાઈ ગઈ એનું અચરજ ને ખુશી બંને થઇ! પણ હજુ દિલ માં એ ચચરાટ છે અને કદાચ એનું કારણ પણ હવે સમજાયું છે!  શું?  મારા શબ્દો માં નહિ પણ કોઈ અજાણ્યા લાગણીભીના દિલ માંથી આ "સમ-વેદના" પહેલા જ લખાઈ ગઈ છે .... .................................................................................................................................. "She started school this morning, And she seemed so very small. As I walked there beside her In the Kindergarten hall. And as she took

અસ્તિત્વ ખોજ :: ઉગવા , પાંગરવા ને વિકસવા માટે ની જગદ-ઓ-જાહેદ...

P.S. :: કાલ્પનિક અને વાસ્તવિક વિષયવસ્તુ ::  "ભૂલો ભલે બીજું બધું માં-બાપ ને ભૂલશો નહિ... અગણિત છે ઉપકાર એના એહ વિસરશો નહિ ..." ટીવી પર લોકલ ચેનલ ની પ્રભાત ભક્તિ પ્રોગ્રામ માં સુમધુર ભજન વાગી રહ્યું અને ... " આ નવી પેઢી ના નવા તાયફા ...  આ તે વળી કેવું ? -- વર્ષો થી ચાલી આવતી પરંપરા છે કે લગ્ન કરી ને સાસરે જાય એટલે સ્ત્રી ને જ એડજસ્ટ કરવું પડે. બીજા ના ઘર માં રેવાનું ને પોતાની ચરબી બતાવાની એ તો વળી કેવું? -- ગમશે, ચાલશે, ફાવશે પર તો સ્ત્રી નો સંસાર ચાલવો જોઈએ.. અને પતિ અને કુટુંબ ની ઈચ્છા ને સેવા માટે તો સ્ત્રી નો જન્મ છે !  -- જો આટલું પણ ના સમજાય તો તો તારો જન્મારો જ એળે ગયો રે ...  -- સ્ત્રી ને તો કેવી સ્પેસ , મોકળાશ ને મિત્ર ?  -- પુરુષ ને તો પચ્ચીસ લફડા ને કામ હોય, ઘર ને વર ને સાંભળી ને બેસે એ જ સન્નારી !  #@$#@%$^%$^&%&*^*%^&@#$@#%$#@%$^@^%^%$^$^%#^%$#&#%^ " રુકાવટ કે લીયે ખેદ હે ... મગજ એ પણ આગળ ના ડાયલોગ સાંભળવાની કે પ્રોસેસ કરવાની ના પાડી દીધી.. મારું ઘર, મારું કુટુંબ ને મારું અસ્તિત્વ .... બધું જ એક પળ માટે ધૂંધળું લાગ્યું