Skip to main content

જેવી દ્રષ્ટિ એવી શ્રુષ્ટિ ! : ખરેખર સાચું જ કહ્યું છે!

સમય : સવાર ના ૮:૩૦
સ્થળ : સુરત રેલ્વે સ્ટેશન
એક normal દિવસ, અને જે સમયે લોકો ઉઠીને પેપર વાંચતા હોય કે સવારની ચા ની મઝા લેતા હોય ત્યારે હું મારી કર્મભૂમિ [સુરત] પહોંચી ચુકી હતી... સવારની શટલ રોજ સમયસર પહોંચે , અને લગભગ કોલેજ ના વિદ્યાર્થી અને મારા જેવા નોકરિયાત એક સાથે દિવસ ની શરૂઆત કરે। અમે - હું અને પદ્મા[મારી ટ્રેન મિત્ર - ટ્રેન માં સાથે આવતા મિત્રતા થએલી એટલે ટ્રેન મિત્ર !] રોજની જેમ ઉતાવળ માં બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યા હતા પણ સોમવાર એટલે ભીડ વધારે હોય!! ભીડ માંથી નીકળવા મથતા અમે એ જ રોજના દ્રશ્યો ફરી ફરી ને જોઈએ છે !

ભીડ નો લાભ લઇ female ને touch કરવાના એ જ બાલીશ પ્રયાસો ! [ female એટલા માટે લખ્યું કે ઉંમર immaterial છે, જો કે આ અડી લેવા માં શું મઝા આવતી હશે એ પ્રશ્ન નો જવાબ મને ક્યારેય નથી મળ્યો !], પ્લેટફોર્મ પર રોજી રડતા ફેરીયા ઓ નો કલબલાટ , સ્ટેશન ના ખૂણે ઉભા રહી પ્રેમાલાપ કરતા યુગલો , બાંકડે બેસી ને હાથ માં હાથ પરોવી વાત કરતા કહેવાતા મિત્રો! [ !!!!] ...... અમે વિચારી રહ્યા કે કેટલી જલ્દી થી generation upgrade થાય છે [ રોજ ની જેમ જ તો! ] ....

અને બહાર નીકળવાના દાદર ઉતરતા ભીડ માં પોતાની જાત ને સાચવતા [પડવાથી સાચવવાનું ના હોય! કોઈ ભૂલે ચુકે અડી ના જાય એનું ધ્યાન રાખવું પડે! ] અમે બંને હસી રહ્યા છે! કારણ છે અમારી આગળ જતું એક યુગલ॥ માત્ર પાછળ થી જોયેલ વર્ણન ::એક બીજા નો હાથ પકડી ને પ્રેમ થી ચાલ્યા જતા - jeans-kurti માં સજ્જ અને ખભા સુધી ના વાળ થી વધુ આકર્ષક લગતી યુવતી, અને jeans-Tshirt માં સોહામણો લાગતો યુવાન[માંડ કોલેજ ના પ્રથમ વર્ષ માં હશે! ] .... અને અમે હસ્યા કે આજકાલ પ્રેમ પણ જલ્દી [ ઉંમર ના સંદર્ભ માં ] જ થઇ જાય છે... અમારા માટે તો આ રોજિંદુ દ્રશ્ય , પણ અહી લખવા માટે નું કારણ હવે કહું....

આગળ દાદરા ઉતરી પેસેજ માં આવતા યુવતી નો હાથ આવ્યો યુવક ના ખભા પર! અમે ફરી હાસ્ય [કારણ તો ઉપર લખેલું જ! ] ... અને સ્ટેશન ની બહાર નીકળતા નું દ્રશ્ય જોઈ અમારી ઇન્તેઝારી વધી , કેમેકે યુવતી એ યુવક ને ભેટી ને રડી રહી! અને રોજની જેમ અમે અમારા અનુમાન ના ઘોડા દોડાવ્યા કે પ્રેમભગ્ન હોય, લાંબા સમય માટે છુટા પડતા હોય, કે ..... પણ અચાનક એકતા કપૂર ની સીરીયલ જેવો આંચકો મળ્યો અમને , જેવી એ યુવતી એ યુવક નો સમાન રીક્ષા માં ગોઠવવા અમારી તરફ વડી!

એ યુવતી જે પાછળથી માંડ ૨૨-૨૫ વર્ષ ની લગતી હતી તે આગળથી જોતા સમજાયું કે ૩૮-૪૦ વર્ષ ની અને સાથે ચાલતા યુવક ની " માં " હતી![must say very very well maintained! ] અને આજે એ યુવક ને કોલેજ માટે હોસ્ટેલ છોડવા આવી હતી અને એ કારણ થી રડતી હતી!!!

અહો વિચીત્રમ!!

મને સમજાયું , જે દેખાય એવું જ હમેશા નથી હોતું! અને જે હોય છે એવું હમેશા નથી દેખાતું!
આપડે આદતવશ બધાને એકસરખી રીતે મૂલવીએ , અને આપડા અનુમાનો અને તુક્કા વડે ઘણી વાર કોઈ વ્યક્તિ/પ્રસંગ વિષે સાચી-ખોટી ધારણા - અનુમાન કરી લઈએ... જે એક રીતે જોતા એ વ્યક્તિ પ્રત્યે અન્યાય જ નથી???

Comments

Minal said…
"જે દેખાય એવું જ હમેશા નથી હોતું! અને જે હોય છે એવું હમેશા નથી દેખાતું!
આપડે આદતવશ બધાને એકસરખી રીતે મૂલવીએ , અને આપડા અનુમાનો અને તુક્કા વડે ઘણી વાર કોઈ વ્યક્તિ/પ્રસંગ વિષે સાચી-ખોટી ધારણા - અનુમાન કરી લઈએ... જે એક રીતે જોતા એ વ્યક્તિ પ્રત્યે અન્યાય જ નથી???"
-------------------------------------
Rightly said, specially in India we used to think and view a person from his/her age, physical appearance. Now a days, parents and children's relationship is changing. The gap between them is shrinking by mental and physical fitness.
આજે સામાન્યજન ની આ જ માનશીકતા છે. ભલે આપણે કહેતા હોયે કે આપણે ૨૧મી સદીમા છીએ પણ આપણી માનસીકતા, વિચારસરણી અને માન્યતાઓ તે જ જુની પુરાણી છે. આપણે ફીઝીકલી "મોર્ડન" થઈ ગયા છીએ પણ મેન્ટલી ક્યારે થાશું તે એક પ્રશ્ન છે. કદાચ આ જ આપણી વિચારવાની રીત હશે. તમારી,મારી, આપણા બધાની.

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…