Skip to main content

Posts

Showing posts from March, 2014

લાઈફ સફારી~૬૨: ખુશીઓ અને સપનાઓનું પ્લાનીંગ

*** રાતની ખામોશી અને મેસ્મરાઈઝ કરે એવું મ્યુઝિક- દિલની ખુશીના કારણો નાના અને એકદમ સિમ્પલ છે! આખા દિવસની દોડ-ધામ પછી પોતાની જાતને પેમ્પર કરવાની આ સ્પેશિયલ મુમેન્ટસમાં પણ આજે તમે મહિનાના બજેટની રુક્ષ ગણતરી હાથમાં લઈને બેઠા છો! આમ જોવા જઈએ તો તમારી અને પતિદેવની કમાણી સારી એવી છે પરંતુ બંને બાળકો મોટા થવાની સાથે એમની માંગણીઓ અને એમના ભવિષ્યની ચિંતા પણ મોટી થતી જાય છે. દર મહિને તમે બચત કરવાના નુસ્ખાઓ અપનાવવા મથો છો , ભોગે પરિવારને સારી જીવનશૈલીની સાથે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય આપવા! અને એ પરિવાર માટે કસર કરવામાં ધીમે ધીમે પરિવારના અણગમતા બનતા જાઓ છો. આજે જ ડીનર ટેબલ પર  નવી ફરમાઈશોનું  બીલ તમે રીજેક્ટ દીધું એટલે પતિદેવ સહીત બંને બાળકો વિપક્ષના સભ્યોની જેમ  મોઢું ચઢાવીને બેસી ગયા. મોટેભાગે પરિવારની ફરમાઈશો તમે મોડે મોડે પણ પૂરી થાય એ ધ્યાન રાખો જ છો પણ પ્લાનિંગની બહાર તો નહિ જ! અને કદાચ એટલે જ આજે પતિદેવે પણ તમારા આ રુક્ષ અને રીજીડ ફાઈનાન્શિયલ પ્લાનિંગ સામે નારાજગી દર્શાવી છે. તમે જાતને જ પૂછી ગયા કે-   શું સાચે તમે પરિવારની ઇચ્છાઓ અને સપનાઓને બચતની લ્હાયમાં હોમી રહ્યા છો ? અને   અચ

લાઈફ સફારી~૬૧: શું આપણે સ્ત્રી હોવાનો ફાયદો નથી ઉઠાવતા?

     ***  “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ “ “દરેક સફળ પુરુષની પાછળ એક નારીનો હાથ હોય છે.” “નારી તું નારાયણી!” “એક દીકરી બે પરિવારને ઉજાળે છે!” “દીકરી વ્હાલનો દરિયો...” “દીકરો ત્યા સુધી જ દીકરો છે જ્યાં સુધી એની વહુ ઘરમાં આવે છે, દીકરી તો આજીવન દીકરી જ રહે છે!” “માં તે માં બીજા બધા વગડાના વા!” શું સામ્ય દેખાય છે તમને ઉપરના ક્વોટ્સમાં? લગભગ એક કે બીજી રીતે દરેકમાં સ્ત્રી કે સ્ત્રી સ્વરૂપ(માતા-દીકરી)ના વખાણ કરવામાં આવ્યા છે! સ્ત્રીની મહિમા, માતાની મહાનતા અને દીકરીનું દૈદીપ્ય અને તેજ લગભગ દરેક યુગ-સમય-વેદ-પુરણમાં વર્ણવવામાં આવ્યું છે. આ વાયકાઓ અને સાતત્ય હોવા છતાં સમાજમાં સ્ત્રીઓની પરિસ્થિતિ વિવાદિત જ રહી છે! છતાં સમય સાથે ચોક્કસ પણે સ્ત્રીની સામાજિક અને કૌટુંબિક ભુમિકા ધરાર બદલાઈ પણ છે! સદીઓ અને સૈકાઓથી થઇ રહેલા સ્ત્રીઓના શોષણને એક લાંબા ગાળાની વૈચારિક-સામાજિક સહિયારી ક્રાંતિથી અંકુશમાં લાવવું શક્ય બન્યું છે! પુરુષપ્રધાન એવા ભારતીય સમાજમાં આ નારીશક્તિ જાગૃતિની મશાલના અજવાળે સ્ત્રીઓને ન્યાય મળે એવા કાયદા અને વ્યવસ્થા અમલી બન્યા છે! હું તમે અને આપણે સૌ આજે