Skip to main content

Posts

Showing posts with the label મિત્રતા

તુ પાછી ના આવે ?

મારી વાયરલેસ વડીલ  ... [પીનલ પટેલ ....]  "આજે તુ નથી એ બહુ વાગ્યું, બહુ બળ્યું .. તુ દુર દુર ઉડી ગઈ એના કેટલા દિવસો , વર્ષો થયા એની ગણતરી કદાચ આજે સમજાઈ ... તો પણ ખબર નહિ કેમ હજુ પેલા તે શિખવાડેલા વાયરલેસ ના દાખલા આવડતા નથી.. એ સીખ્વાડવા .... તુ  પાછી  ના આવે?  તારી સાથે જોયેલા બધા મુવીસ ને  તારી સાથે કરેલી એ બધી મસ્તીઓ હજી પણ તાજી છે .. પણ છતાં તારા જન્મ દિવસ પર આપડે "અગલી ઓર પગલી" જોવા કેમ ગયા હતા એ સમજાતું નથી!! એ સમ્ઝાવવા .... તુ પાછી ના આવે ? તારી સાથે ચટાકા ભેર ખાધેલી પાવ-ભાજી , ઢોસા  હવે ખબર નઈ કેમ પહેલા જેવા ભાવતા નથી!  અને તારા સીખવાડેલા  ખમણ હજી બનવું ત્યારે પાણી માં તારે છે , ડૂબતા નથી !  એ જોવા ને ચાખવા ... તુ પાછી ના આવે ?  મારા કીધા વિના હમેશા તુ જેને સમજી જતી હતી એ સમજવા  ... ને જયારે હું ઇમોશનલ ફૂલ બનું ... ત્યારે "જો પાછા , તમે ક્યારે સુધરસો ?" એમ કહેવા ...  તુ પાછી ના આવે ? " --એ જ તારી ..  ખમણ શિષ્ય અને કમ્પ...