Skip to main content

મારો નંબર પણ આવ્યો! હું પણ "બની"!


OFFICE POLITICS ::
"office politics is simply about the differences between people at work; differences in opinions, conflicts of interests are often manifested as office politics. It all goes down to human communications and relationships."
કઈ ખબર પડી ? ચાલો આજે એક ચટપટા અને મઝેદાર વિષય પર વાત કરીએ !


જોબ કરતા બધા જેનો એક ને એક દિવસ ભોગ બને છે, અને પછી ધીમે ધીમે બીજા ને ભોગ બનવા નું શરુ કરે છે એ છે - "ઓફીસ પોલીટીક્સ"!
હમણાં હમણાં જ થયેલા થોડા અનુભવો પરથી સમજાયું કે ભલે તમે કોઈને ધક્કો મારી પડી દો એ ખરાબ કહેવાય- એવું ના કરાય! પણ આપડી નજર ની સામે આપડાને કોઈ ધક્કો મારી પાડી દે અને આપડે હસતા હસતા સામે " મન થાય ત્યારે આવી ને ધક્કો મારતા જજો... અમને તો પડવું બૌ ગમે!" એમ ના કહેવાય! ભલે બીજાને નુકશાન ના કરીએ, સ્વબચાવ કરવો જ પડે..

તો આ ઓફીસ પોલીટીક્સ થી બચવા મેં મદદ લીધી મારા ખાસ, એકદમ ખાસ ને દિવસ નો મોટાભાગનો સમય હું જેની સાથે વિતાવું છું , જે મને મારા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી આપે છે એ મિત્ર ની! -- GOOGLE
હું ગુગલ વગર મારી દુનિયા ના વિચારી શકું એટલી હદે અમારી મિત્રતા પાક્કી છે!
{એક રમુજી પ્રસંગ કહું ? થોડા દિવસ પહેલા મારી બહેન મારા ઘેર અવની હતી.. મેં એને મુખ્ય રસ્તા સુધી નું અડ્રેસ આપ્યું હતું અને ત્યાંથી મને ફોન કરી પૂછવા કીધું હતું. મારી બહેન નો ફોન આવ્યો ત્યારે હું મારી બેબી ને દવા પીવડાવા માં બીઝી હતી, એને મને પૂછ્યું હું સરદાર પાર્ક છું હવે ક્યાંથી આવું? અને મેં ઉતાવળ માં કહ્યું "ગુગલ મેપ પર જોઈએ લે ને!" . મેં ફોન મૂકી દીધો! [મારી બહેન ને ઈન્ટરનેટ સાથે સ્નાનસુતક નો પણ સંબંધ નથી!]}

આડી અવળી વાત મૂકી ઓફીસ પોલીટીક્સ થી બચવાની ટ્રીક્સ જે મને મારા મિત્ર- ગુગલે કહી તે કહું!

[૧] યાદ રાખવું કે આપડી વાત મુકવાનો ઓપ્શન આપડી પાસે છે!
ઓફીસ પોલીટીક્સ નો શિકાર બનાય તો સીધું ને સરળ રીએક્શન છે ઝગડો કરવો! -- જે ક્યારેય પણ ના કરાય!
હમેશા યાદ રાખવું કે કઈ પરિસ્થિતિ કઈ રીતે વર્તવું એ આપડો ઓપ્શન છે . તો શાંતિ થી અને અસર થાય ત્યારે[તરત તો નહિ જ] જ વાત ની રજૂઆત કરવી! તરત જવાબ આપી ને તત્કાલ તો આપડે જીતી શકીએ પણ એક સંબંધ કે આપડી ઈમેજ માટે એ નુકશાન કરી શકે!
--- પણ મારું તો તડ ને ફડ.. બોલાય નહિ તો આંખ માં થી ગુસ્સો નીકળે...
[૨] આપડા ધ્યેય ને હમેશા નજર સામે રાખવું!
ટૂંકા સમયનું વિચારીને "જેવા સાથે તેવું" કરવા કરતા, આપડુ કયુ રીએક્શન આપડ ને કઈ મદદ/નુકશાન કરી શકે છે એ વિચારી, ગણતરી પૂર્વક વર્તવું !
--- મને તો ગણિત ના જ દાખલા આવડે !ફાયદા / નુકશાન ની ગણતરી માં હું બૌ કાચી!
[૩] તમારી ક્ષમતા અને આવડત વાપરો!
જે તે પરિસ્થિતિ માં પોતાની જાત ને બચાવવા પોતાની પોઝીટીવ આવડત વાપરવી.. અને પરિસ્થિતિને સકારાત્મક રીતે જોઈ ને એમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો!
---મારા માં એટલી બધી જુદી જુદી રીત ની આવડતો છે કે કઈ ક્યારે વાપરવી એ જ વિચારવામાં વાર થઇ જાય!
[૪] કોઈની સાઈડ ના લેવી!
બને ત્યાં સુધી કોઈ પણ સંજોગો માં કોઈની સાઈડ ના લેવી. કોઈની સાઈડ ના લઈને તમે તટસ્થ અને સ્વસ્થ વાતાવરણ માં કામ કરી શકો છો!
---પણ મારાથી તો ચુપ જ ના રહેવાય! જે સાચું હોય એના માટે એ ચુપ થાય તો પણ હું તો ચાલુ જ રાખું!
[૫] કઈ પણ વાત ને વ્યક્તિગત ના લેવી!
કોઈ પણ પરિસ્થિતિ ને આગળ ના પ્રસંગ કે અનુભવ ને લીધે વ્યક્તિગત ના લો! બને ત્યાં સુધી સહકર્મચારી સાથે કામ પુરતી વાત માં ચલાવી લેવું.
---એ માટે તો ગજીની ના આમીર ખાન ની જેમ ભૂલવાનો રોગ ના વાઇરસ લેવો પડે!
[૬]બીજા તમને સમજે એમ વિચારતા પહેલા તમે સમજો!
મોટા ભાગના પ્રોબ્લેમ્સ અડધી કે ગેર સમજ થી થાય છે! તો બીજા તમને નથી સમજતા એમ રડવા ની જગા એ તમે પરિસ્થિતિ અને વ્યક્તિ ને સમજવા પહેલ કરો!
---હા, આ બરાબર, હું અમ પણ બૌ સમજુ ! [અમારે ભણવા માં પણ સમજુ બકરી ની વાર્તા આવતી!]
[૭] પ્રયત્ન કરો કે હમેશા થાય "win-win"
કોઈ પણ પરિસ્થિતિ કે સમસ્યા માં બંને પક્ષે સંતોષ અને ઉકેલ આવી શકે એ માટે પ્રયત્ન કરો!
---લે તો મઝા શું આવે?

ઓહહ ! મારા માટે તો આ ૭ નિયમ પાડવા થોડા અઘરા છે! પણ પ્રયત્ન તો હું કરી જ શકું છું! અને તમે?

Comments

Aakanksha said…
Wow... As usual nice one,special because I'm soon gonna join this world...
U rock Bhumika.... :)
મારા પપ્પા મને ઘણી વર કહેતા..
ગધેડાની પાછળ,સાંઢની આગળ અને સિનિયરની સાથે કદી ના ચલાય. :D
રહી વાત ઓફીસ પોલીટીક્સની તો તમાર હરીફને તમારો સૌથી સારો મીત્ર બનાવી લો. મે આમજ કર્યું છે. :P
Minal said…
:D I liked 6 th option we can try on that but others!! એની માટે તો ઠંડા અને ગણત્રીપૂર્વક નાં દિમાગ વાળું બનવું પડે. Overall, long and bad experience teach us how to behave in office. ;)
Khimdhua said…
Wah wah great going...
I'm also google lover...

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...