Skip to main content

Posts

Showing posts with the label ગણેશોત્સવ

લાઈફ સફારી~૩૮: ગણેશોત્સવ: પ્રેમનું સર્જન, નકારાત્મક ઉર્જાનું વિસર્જન!

લાઈફ સફારી, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન [ ૧૭, સપ્ટેમ્બર, ૨૦૧૩] લીંક:   http://gujaratguardian.in/E-Paper/09-17-2013Suppliment/pdf/09-17-2013gujaratguardiansuppliment.pdf ***  “મમ્મા, તારા ફેવરેટ ભગવાન કયા?”-હોમવર્ક કરતા કરતા બેબુ અચાનક મને પૂછી રહી. અને હું વિચારમાં પડી ગઈ.. આજ સુધી કદાચ આ વિષય પર કોઈ દિવસ વિચાર જ નથી કર્યો! રોજ મંદિરમાં દર્શન કરવા જવું કે ઘેર રોજીંદા પૂજાપાઠ કરવા જેટલી આસ્તિક કદાચ હું હજુ નથી બની શકી, પરંતુ પ્રભુના અસ્તિત્વ પર પ્રશ્ન કરવા જેટલી નાસ્તિક પણ નથી જ! “બેટા, તારા ફેવરેટ ભગવાન કયા?”- બેબુના કન્ફ્યુંઝીંગ પ્રશ્નોને એવોઈડ કરવાનો મેં શોધેલો સૌથી સીધો અને સરળ રસ્તો એટલે એને સામે પ્રશ્ન પૂછવાનો! “મને છે ને.. મને ગનુદાદા બૌ ગમે.”- નાની નાની આંખોને ચકળ-વકળ ફેરવતી બેબુ આહોભાવથી સામે ટીવી પાસે રાખેલી ગણપતિદાદાની મૂર્તિને વંદન કરી રહી. “અચ્છા, એમ? તો તારા હનુદાદા અને ક્રિશ્નાને ખોટું નહિ લાગે? એ પણ તો તારા ખાસ ફ્રેન્ડ છે ને?”- મારા પૂછેલા સેન્સીટીવ ક્વેશ્ચનથી એઝ એક્સ્પેકટેડ બેબુ અટવાઈ ગઈ.. “એ તો છે ને... આમ તો મને બધા ભગવાનજી ગમે-...