Skip to main content

Posts

Showing posts with the label ઇન્ડિયા

શોર્ટ ક્ટ , સગવડ , વ્યહવાર , ખાવું-પીવું ને ગાવું ----- "આઈ એમ અન્ના ! "

" હે , આજે "પૂહ" નથી દેખાતી ને ? ઓય્ય જાડી તું કેમ આજે ભીલાડ માં? કેમ મોડું થઇ ગયું? ડુમ્મસ ભજીયા ખાવા ગઈ હતી કે લોચો ખાવા ચોક ગઈ હતી ?" - ધીરેથી રોજની જગાએ તશરીફ ગોઠવતા સ્વાતી ની પીન દબાવાઈ ગઈ, એને જાડી કહીને !  રોજીંદી એક જ ઘરેડ જીવવાની જાણે આદત થઇ પડી છે ! જેમ ઘેર ૧-૨ જણા ની ઘેરહાજરી હોય તો ચિંતા થાય, કંઇક એવુંજ અમારે ટ્રેન ના કમપાર્ટમેન્ટ માં પણ છે, એક નાનું કુટુંબ - જ્ઞાતિભેદ , વય ભેદ, વિચાર ભેદ  કે પરિસ્થિતિ ભેદ હશે  પણ જ્યાં લગીરે  લાગણી ભેદ નથી એવું કુટુંબ ... "દીદી , પ્લીઝ હું જાડી નથી, હા ચબ્બી કેવાય પણ જાડી ? " - સ્વાતી નો કાયમ નો ડાયલોગ .. કદાચ એને ઓળખતા બધા ને યાદ રહી ગયો હશે !! "પૂહ ,  ને આજે લેટ થાવાનું છે કદાચ , આવતી જ હશે.. આજે એને પ્રેક્ટીકલ માં કંઇક ઉંદર કાંડ થયું છે એવું કૈક કેહતી હતી !" - વાળ સરખા કરી આઈ  લાઈનર લગાવતા સ્વાતી બોલી.. "જાડી , તને હવે રાત્રે કોણ  જોવાનું કે આઈ લાઈનર ને મેકઅપ બગાડે છે ? " -  કદાચ સ્વાતી નો  મન્થલી મેક-અપ એક્સપેન્સ એક મિડલ ક્લાસ ના મન્થલી બજેટ ને ઓવરટેક કરી જતો હોય તો નવાઈ ન...