" દેર લગી લેકિન અબ મેને હે જીના સીખ લિયા .. અબ મૈને એ જાના હે , ખુશી હે ક્યા ગમ ક્યાં..." સવાર સવારમાં થોડીક ફુરસદ, હાથ માં ગરમ ચા , નજરો ન્યુઝ પેપર પર અને કાન માં મેલોડીયસ મ્યુઝીક! મ્યુઝીક અને પેપરના અલ્ટીમેટ એડીકશનમાં અડચણ થતા નજર વંકાઈ - આ રુકાવટ કે લિયે ખેદ હે નું રીઝન શોધવા! અને નજર ગોઠવાઈ નાના સા પડોસી પર. એકદમ સ્વીટ , ક્યુટ અને હેન્ડસમ ! – પ્રિન્સ. પ્રિન્સના કિંગડમ –શર્માવિલા માં ચાલી રહેલા “ માં કા પ્યાર ” ને જોઈ રહી હું લાઈવ. " પ્રિન્સ , સ્વીટ-હાર્ટ , શું થયું છે તને ? આર યુ હન્ગ્રી ? કે પછી ફીલિંગ કોલ્ડ ? ડાર્લિંગ કામ ડાઉન!"- મીસીસ શર્મા પ્રિન્સને શાંત કરવા એના સુંવાળા સફેદ વાળ ને સહેલાવી રહ્યા. { હા જી , પ્રિન્સ ના સુંવાળા સફેદ વાળ છે. તમને શું લાગ્યું? પ્રિન્સ એટલે મીસીસ શર્માનો સ્વીટ ક્યુટ હેન્ડસમ ડોગી! ના , ડોગી કહીએ તો એમને દુખ થાય. પ્રિન્સ તો એમનો સન છે! } " ગુડ મોર્નિંગ , મીસીસ શર્મા , હું બે-ત્રણ દિવસથી ઓબ્ઝર્વ કરું છુ , પ્રિન્સને કદાચ ગળામાં આ ચેઈન કળે છે! જુઓને ઘા પણ પડી ગયો છે ! એ તાજા ઘામાં ચેઈન...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)