Skip to main content

Posts

Showing posts from July, 2014

લાઈફ સફારી- ૮૧: ધર્મ-માણસાઈ અને સંવેદનાના દોરથી સૌને ગૂંથતો તાર

*** 
“ભારત એક સાર્વભૌમિક-ધર્મનિરપેક્ષ દેશ છે! હિંદુ, મુસ્લિમ, શીખ,ક્રિશ્ચિયન બધા જ ધર્મના લોકો સમાન રીતે ભારતમાતાની સંતાન છે.આપણા દેશમાં ધર્મએ માણસાઈ અને સંવેદના દોરાથી આપણને સૌને એકબીજા સાથે ગૂંથતો તાર છે! આપણે સૌ નાત-જાત-ધર્મના ભેદભાવ વગર લાતા મંગેશકર, અબ્દુલ કલામ, મેરી કોમને ચાહીએ છે! ખરા અર્થમાંતો હિંદુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ નહિ પણ ભારતીયતા આપણો  પહેલો અને છેલ્લો ધર્મ છે!”-એક એક શબ્દ બોલતા બોલતા “બાબા”એ હાથને જોમ, જુસ્સા અને રીધમમાં હલાવીને પોતાની વાતને વધુ અસરકારક રીતે રજુ કરી. “ધેટ્સ લાઈક માય સન! તારા એક એક શબ્દથી સંભાળનારનું દિલ હચમચી જવાનું છે! તારી બોલવાની છટા અને આંખોના આ અંગારા- ખુબ આગળ જવાનો તું દીકરા. એક દિવસ ભારતનો ટોપ લેવલનો નેતા બનીશ તું! મારું અને આખા પરિવારનું નામ રોશન કરીશ! શાબ્બાશ બેટા!”-એક ખાદીધારી, ખંધા અને પાક્કા-ગણતરીબાજ પોલીટીશીયન એવા “બાબા”ના બાપના કોલર ગર્વથી ઉંચા થઇ ગયા.  “ડેડ, ખાલી વખાણથી નહિ ચાલે! કાલે ન્યુઝપેપરમાં મારી સ્પીચના ફોટા આવે અને લોકલ ચેનલમાં પણ એનું કવરેજ થાય એવું કઈ કરો! આફ્ટરઓલ મારે મારી પોલીટીકલ ઈમેજ બનાવવાની છે! આઈ નીડ મીડિયા ફોકસ!”- સ્કુલની વક…

લાઈફ સફારી~ ૮૦ : અગ્નિપરીક્ષા- કલ, આજ ઓર કલ

*** 
“પપ્પા, જુઓ તો ખરા અમને આ જુના કબાટમાંથી શું મળ્યું?”-મમ્મીના ઓર્ડર્સ ફોલો કરીને સ્ટોરરૂમનો જુનો કબાટ સાફ કરી રહેલા સનમ અને સોહાએ એક સાથે બુમ પાડી. “મોમ, સી ધીસ ઓલ્ડ પિક્ચર. ઈટ્સ સો કુલ. પપ્પા અને એક્ટિંગ, વી કાન્ટ બીલીવ!”-જુના આલ્બમને જોઈને એકદમ એક્સાઈટેડ અને સરપ્રાઇઝ થઇ ગયેલા બાળકો મમ્મીને આલ્બમ બતાવવા કિચનમાં ગયા. “મેં તને ત્યારે પણ કીધું હતું અને ફરી એક વાર યાદ કરવું છું. આઈ ડોન્ટ વોન્ટ ટુ સી ધીસ અગેઇન. આને ક્યાંક ફેંકી દે કે પછી સળગાવી દે. આઈ ડોન્ટ વોન્ટ ટુ રીકોલ ઓલ ધીસ મેમરીઝ.”-એક ઝાટકા સાથે બાળકોના હાથમાંથી આલ્બમ ખેંચીને ડસ્ટબીન તરફ ઘા કરતા પપ્પાનું રૌદ્ર સ્વરૂપ જોઈને ઘડીભર બાળકો ઘભરાઈ ગયા. “આઈ એમ સોરી. હું હમણાજ આલ્બમને ફરી કોઈ ના હાથમાં નાં આવે એમ મૂકી દઉં છું.”-બાળકો મમ્મીની અને પપ્પાની ભીની આંખોમાં થઇ રહેલા સંવાદોને ઉકેલવા મથી રહ્યા, પણ એમની સમઝણ કદાચ ટૂંકી પડી. પપ્પા રૂમમાં અચાનક ફેલાઈ ગયેલી જૂની યાદોથી બચવા બાલ્કનીમાં ગયા અને મમ્મી બાળકોની આંખોમાં પોપ અપ થઇ રહેલા સવાલો વાંચી રહી. “આ આલ્બમમાં અમારા કોલેજ ડેયઝની એ યાદો છે જે અમને ખુબ વ્હાલી છે પણ અમે એને નાં તો મમળાવ…

લાઈફ સફારી~૭૯: વ્રત-તહેવાર-આસ્થા: બદલાવ જરૂરી છે!

***
“મોમ, આઈ કાન્ટ ડુ ધીસ ઉપવાસ થીંગ. પ્લીઝ દાદીમાંને સમઝાવને કે મને ફોર્સના કરે.”- ટીન એજ ટબુડીએ મમ્મીની કોર્ટમાં મદદ માટે અપીલ કરી. “બેટા, તું એમ પણ તો કાયમની ડાયેટ પર જ હોય છે! ફ્રૂટ્સ અને એનર્જી શેક્સ પર તો તું જીવે છે! તો પછી આ વ્રત કરવામાં વાંધો શું છે? દાદીમાંને ખુશી થશે દીકરા!”-મમ્મીએ દીકરીને વ્યહવારિક રીતે વાત સમઝાવવાનો પ્રયાસ કર્યો. “મોમ, ડોન્ટ કમ્પેર ડાયેટ વિથ ધીસ ધાર્મિક વ્રત! ડાયેટ ઇઝ સાયન્ટીફિક! મને એક લોજીકલ કારણ આપ આ વ્રત કરવાનું!”-અકળાયેલી દીકરીએ પોતાની દલીલ રજુ કરી. “દીકરા, દરેક વાતમાં સાયન્સનું પૂછડું ના પકડાય! ધાર્મિક વ્રત પાછળ વૈજ્ઞાનિક કારણ નહિ, ધાર્મિક માન્યતા હોય. આ જયા-પાર્વતીના વ્રતમાં કુંવારિકાઓ પાર્વતીમાંને રીઝવીને ભોળાનાથ જેવા પતિની અભ્યર્થના કરે. સારા જીવનસાથીની કામના માટે આ વ્રત બધી જ છોકરીઓ કરે. તારી દાદીએ પણ આ વ્રત કરેલું અને મેં પણ! અમે તો કોઈ લોજીકલ કારણ અને એવું બધું નથી પૂછ્યું કોઈ દિવસ. બધા કરે એટલે આપણે પણ કરવાનું. નુકશાન શું છે એમાં બોલ તો?”-બધી વાતમાં દીકરીને પ્રેમથી જવાબ આપતી મમ્મી ધાર્મિક વાતોમાં દાદીના કોપને કારણે બે-જવાબ થઇ જાય. “મોમ, બધા …

લાઈફ સફારી~૭૮: મેં ગલત હું તો કોન સહી?

*** નાનીસી ઢીંગલી સુંદર મરોડદાર અક્ષરોમાં કૈક લખી રહી છે. વારે વારે પેન્સિલ છોલે છે. થોડી થોડી વારે લખેલું ભુસીને ફરીથી લખે છે. એક એક અક્ષરના વળાંક અને આકારને ટીચરે લખેલા અક્ષર સાથે સરખાવીને લખે છે.. એની નાની સી આંખો અક્ષરોની આ ભીડમાં થાકે છે ત્યારે રીસેસ પાડીને દરવાજાની બહાર મંડાય છે અને... ઢીંગલી ટગર-ટગર બહાર રમતી એની બહેનપણીઓને જોઈ રહે છે.. ઢીંગલીને સહેજ મન થયું થોડીવાર બહાર રમવા જવાનું, પણ પછી ગઈકાલના હોમવર્કમાં ટીચરે હાઇલાઇટ કરેલી ઢગલો ભૂલો યાદ આવી, એટલે કમને ઢીંગલી ફરી હોમવર્કમાં ચિત્ત પરોવવા મથી રહી... સહેજ પેજ ફેરવીને ઢીંગલીએ ગઈ કાલે કરેલા હોમવર્કની ભૂલો જોઈ.. અને એના નિર્દોષ મનમાં ઢગલો સવાલો ફૂટી નીકળ્યા... નાની સી ઢીંગલી તો ગુગલ પર જવાબ નાં શોધે, એના માટે તો એના બધા પ્રશ્નોના જવાબ એટલે એની મમ્મી. “મમ્મા.. મમ્મા... સંભાળને...”- ઢીંગલીએ પ્રેમથી એની મમ્મીને સાદ આપ્યો. “બેબુ પાંચ મીનીટ, રસોઈ પતે એટલે આવું જ છું. તું ફટાફટ હોમ વર્ક પતાવી દે ત્યાં સુધીમાં..”-રસોડામાંથી મમ્મીનો રૂટીન જવાબ આવ્યો. “ઓકે મમ્મા..”- એકદમ ગુડ-ગર્લ એવી ઢીંગલીએ કોઈ દલીલ કર્યા વગર, દિલમાં ઉઠેલા પ્રશ્નોને થોડ…

લાઈફ સફારી~૭૭: ઓવરટાઈમ અને અન્ડરરેટેડ લાગણીઓ

***  “આજ સે દિલપે મેરે રાજ તુમ્હારા, તાજ તુમ્હારા.. સુનોના સંગેમરમર કી એ મિનારે, કુછ ભી નહિ એ આગે તુમ્હારે..”-મોબાઈલમાં છેલ્લા અડધા કલાકથી રીંગ વાગી રહી છે.. યંગિસ્તાન મુવીના તમારા ફેવરેટ સોંગની જે લાઈન સંભાળીને તમારા દિલને કાયમ સુકુન મળે છે, આજે એ જ લાઈન્સ સંભાળતા અંદર કૈક ચચરાટ થયો. દિમાગ દિલને જાણે સંભળાવી રહ્યું-“આવા ગીતોને તો બેન જ કરી દેવા જોઈએ.. મોટા અને ખોટા સપના બતાવે.. મોટા ઉપાડે તાજ તુમ્હારાની વાત કરે, જાણે તાજ એના પપ્પાની માલિકીનો હોય... અને પાછુ કહેશે આજસે દિલપે રાજ તુમ્હારા, તો વગર દસ્તાવેજે એનું શું અથાણું કરવાનું? આ તાજ અને રાજના વાયદાઓમાં તો કેટકેટલી મોર્ડન મુમતાઝ અને અનારકલીઓ ડીગ્રી, કેરિયર અને ડ્રીમ્ઝ ભૂલીને, તાજમહેલ અને લાલકિલ્લાની અગાસીઓએ તડકો શોધીને છૂંદો, અથાણું, પાપડ સુકવતી થઇ ગઈ છે...” રહી રહીને તમે ઘડિયાળમાં ટાઈમ જુઓ છો. મોબાઈલની દર પાંચ મીનીટે વાગતી રીંગ તમારી અકળામણ વધારી દે છે.. આજે ઓફિસમાં ઓવરટાઈમ રોકાવું પડશે એમ તમે સવારનું ઘરે કહીનેજ આવ્યા છો છતાં.. ઘડીકતો એમ મન પણ થયું કે ફોન રીસીવ કરીને કહું કે અડધો કલાકથી ટ્રાફિકમાં ફસાયેલી છું, હેલીકોપ્ટર મોકલો તો ઉ…

લાઈફ સફારી~૭૬: વરસાદને સાદ-આવ રે વરસાદ!

*** “ઓ.એમ.જી.. નોટ અગેઇન!”
“હે ભગવાન, કયા જનમનું વેર વાળો છો?” “પ્રભુ, ખમૈયા કરો!” “આ ઓફીસ ટાઈમ જ કેમ તમારો વરસવા માટેનો ફેવરેટ ટાઈમ છે ભગ્ગું?” “આ ચોમાસું કેમ આટલું જલ્દી આવી જાય છે? હું ભગવાન બનું ને તો ચોમાસાની સીઝનને જ સ્કીપ કરી દઉં.. આ કાદવ કીચડ, ચીપ ચીપ થતા કપડા, શરદી તાવ- સો ટેકી!” હજુ તો વરસાદની ધમાકેદાર શરૂઆત થવાની બાકી છે, આજે માત્ર ટ્રેલર જેવા ઝરમરિયા જ વરસ્યા છે.. ત્યાં તો ચોખલિયા, બબુચક અને દિવેલીયા લોકોએ ભગવાનની સામે છાજીયા લેવાના શરુ કરી દીધા છે.. અને ઉપર આકાશમાં પોતાના સ્વાગતની રાહ જોતા મેઘરાજા સહેજ મૂંઝાઈ ગયા છે.. “પ્રભુ, થોડી થોડી વારે શું ચેક કરો છો આ લેપટોપમાં?”-મેઘરાજાના પી.એ. સવારથી એમને વ્યથિત જોઇને પૂછે છે. “મારી ફેસબુક ટાઇમલાઈન ચેક કરું છું.. આ પૃથ્વીવાસીઓ તો સાચેજ અઘરા છે.. છેલ્લા એક મહિનાથી ગરમીથી ત્રાહિમામ થઈને, સુરજદાદાને વેકેશન પર જવા અને મને મોકલવા વિનંતીઓ કરતા હતા.. એક વીકથી સૂરજદાદાની લીવ રીક્વેસ્ટ આવેલી, મેં જ ડીલે કરી કે મારે તો હજુ જવાની વાર છે... મેં બધાની વિનંતીઓનું માન રાખીને, સુરજદાદાના વર્કિંગ અવર્સ ઓછા કરી આપ્યા અને વાયુદેવને એમનો લોડ આપીને બે…