Skip to main content

Posts

Showing posts from July, 2009

મારું પહેલું બાળક , ના બાળકો - મારી પહેલી batch : 02cps [including 03cps -diploma વાળા ]

"maa'm we could attend the whole paper with options! " સાંભળી ને હું ખુબ જ ખુશ થઇ! [આમ પણ વખાણ સાંભળવા કોને ના ગમે? સાચું કહો તો!] , કાલે હું જે વિષય ભણાવતી "Language Processor [Compiler Design]" તેની પરીક્ષા હતી, અને હું ખુશ હતી કે મારા વિદ્યાર્થી ઓ નું પેપર સારું ગયું. એક સંતોષ હતો કે મારી મહેનત ફળી! અને એ સાથે મને યાદ આવી ગયું કઈ ખાસ... કોઈ ખાસ... કોણ? મારું પહેલું બાળક , ના બાળકો - મારી પહેલી batch : 02cps [including 03cps -diploma વાળા ] મારી કારકિર્દી એક લેકચરર તરીકે મેં શરુ કરી A.D.Patel Institute of Technology , New Vidhyanagar થી.. હજુ તો મને B.E. પૂરું કાર્ય ને ૬ મહિના માંડ થયા ત્યાં હું બની ગઈ મેડમ! ત્યારે હું હતી ભૂમિકા દેસાઈ. દેખાવ પણ એક વિદ્યાર્થી જેવો જ! અને પાછો કોલેજ માં લેકચરર ને કોઈ ખાસ ડ્રેસ નહિ એટલે વિદ્યાર્થી અને મેડમ /સર ઓળખવા બહુ અઘરા! [ મને યાદ છે મેં નવી જોબ શરુ કરી ત્યારે, કોલેજ માં ખુબ ઓછા સ્ટાફ મેમ્બર્સ મને ઓળખાતા , એક દિવસ એક વિદ્યાર્થી ઓ નું ટોળું બંક મારી ને ભાગી રહ્યું હતું , અને હું મારી લેબ પૂરી થતા સ્ટાફ રૂમ માં પછી જઈ રહી હત

મારો નંબર પણ આવ્યો! હું પણ "બની"!

OFFICE POLITICS :: "office politics is simply about the differences between people at work; differences in opinions, conflicts of interests are often manifested as office politics. It all goes down to human communications and relationships." કઈ ખબર પડી ? ચાલો આજે એક ચટપટા અને મઝેદાર વિષય પર વાત કરીએ ! જોબ કરતા બધા જેનો એક ને એક દિવસ ભોગ બને છે, અને પછી ધીમે ધીમે બીજા ને ભોગ બનવા નું શરુ કરે છે એ છે - "ઓફીસ પોલીટીક્સ"! હમણાં હમણાં જ થયેલા થોડા અનુભવો પરથી સમજાયું કે ભલે તમે કોઈને ધક્કો મારી પડી દો એ ખરાબ કહેવાય- એવું ના કરાય! પણ આપડી નજર ની સામે આપડાને કોઈ ધક્કો મારી પાડી દે અને આપડે હસતા હસતા સામે " મન થાય ત્યારે આવી ને ધક્કો મારતા જજો... અમને તો પડવું બૌ ગમે!" એમ ના કહેવાય! ભલે બીજાને નુકશાન ના કરીએ, સ્વબચાવ કરવો જ પડે.. તો આ ઓફીસ પોલીટીક્સ થી બચવા મેં મદદ લીધી મારા ખાસ, એકદમ ખાસ ને દિવસ નો મોટાભાગનો સમય હું જેની સાથે વિતાવું છું , જે મને મારા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી આપે છે એ મિત્ર ની! -- GOOGLE હું ગુગલ વગર મારી દુનિયા ના વિચારી શકું એટલી હદે અમારી મિત

તમે કરી શકો છો આ "સત્ય [ઝેર ] ના પારખા ?" ????

"સત્ય નો સામનો !" ના, આજે હું આપડા માનનીય નેતા ઓ ની જેમ આ નવા ગેમ શો ની કુથલી નથી કરવાની, કે ના તો હું એ શો માં જુદા જુદા સ્પર્ધકો ને પુછેલા પ્રશ્ન કે જવાબ ની વાત કરવાની ! આજે સવારે મેં અભિયાન માં મારા પ્રિય લેખક શ્રી જય વસાવડા નો લેખ વાંચ્યો...આ જ વિષય પર॥ અને મને જે વિચાર આવ્યા તે જ હું આજે અહી લખીશ.. જયસર એમના ખુબજ સરળ ભાષા માં લખેલા લેખ માં આપડા બધા ને એક જ પ્રશ્ન કરે છે કે "શું આપડે આપડા સત્ય નો સામનો કરી શકીએ છે? અને હા , તો શું એને સૌ ની સામે સ્વીકારીએ છે? અને સ્વીકારીએ તો શું પૂરેપૂરું સ્વીકારીએ છે?" વાંચતા વાંચતા મને હસવું આવી ગયું ...અત્યારે બધે જ આ ટીવી શો "સચ કા સામના " ની જ ચર્ચા ચાલે છે? આપડે એ ચર્ચા નથી કરવી... પણ વિચાર માત્ર એટલો આવે છે કે આટલો ઉહાપોહ કેમ? શો માં પુછાતા બધા પ્રશ્નો અને એના જવાબ જેવા જ પ્રસંગો આપડે આપડી આજુ-બાજુ જોઈ એ છે ! હા એ બધું છાનું માનું ચાલે છે! બીજા ના વિચાર મૂકી હું મારા વિષે વિચારું છું ! શું હું સત્ય નો સામનો કરી શકુ છું ? --- "હા " શું હું બધા ની સામે સંપૂર્ણ સત્ય નો સામનો કરી શકુ છું ? મારો જવાબ છે --

હું નાસ્તિક નથી!ભક્તિ કરવાની મારી જુદી રીત છે!

"સત્યનારાયણ દેવ ની કથા " આ રવિવાર ખાસ હતો.. કેમકે રોજીંદી સાફસફાઈ, ખરીદી, ઘરકામ અને બપોરની ઊંઘ સિવાય એક ધાર્મિક કાર્ય રાખ્યું હતું ઘેર! શ્રાવણ મહિનો એટલે ભક્તિભાવ નો મહિનો... [ભક્તિ એટલે કોઈ છોકરી નું નામ ના સમજતા !] અને અમારા કુટુંબ માં બધા કરતા જરા ઊંધું છે! મારા પતિદેવ બૌ જ ધાર્મિક ! સવાર ના મંદિરે દર્શન કાર્ય વિના મુખ માં અનાજ નો દાનો ભૂલ માં પણ ના જાય! ઘેર પણ સમયસર સેવા [પૂજા] કરે અને હનુમાનજી ના પાઠ પણ નિત્ય કરે.. ભગવાન ના દરેક કામ માં એકદમ તૈયાર એ પણ દિલ થી! પણ મારું જરા ઊંધું ! મને ભગવાન ના દર્શન કરવા બૌ ગમે, પણ કોઈ નિયમ ના ગમે! મારું માનવું એવું કે ભગવાન ને દિલ થી માનીએ અને દિવસભર સારા કામ કરવાનો પ્રયત્ન કરીએ એ પણ ઈશ્વર ની ભક્તિ જ છે! હું યમુનાષ્ટક ના પાઠ રોજ કરું, પણ મંદિરે રોજ જવાનો નિયમ પાળી નથી સકતી .. કદાચ મારી આળસ કે પછી મારી જીદ મારી રીતે ભક્તિ કરવાની! કાલે કેયુર ની ઈચ્છા પ્રમાણે ઘેર સત્યનારાયણ ભગવાન ની કથા રાખી હતી! સ્નેહી-મિત્રો ને બોલાવ્યા હતા. ઘણી મઝા આવી. ઘણું નવું જાણવા-શીખવા મળ્યું! કથા કરવા આવેલા ગોર મહારાજ વિસ્તારથી કથા એના મર્મ સાથે સમજાવતા હતા એટલે

ક્યારેક આમ પણ થાય! એક આંસુ સારી જાય એમ પણ થાય! અને છતાં દિલ હસી ઉઠે એમ પણ થાય!

સમય : સાંજ ના ૮:૩૦ [ અંકલેશ્વર માં એને રાત કહી શકાય!] સ્થળ : અંકલેશ્વર રેલ્વે સ્ટેશન હમણાં હમણાં કોલેજ માં exams ચાલે છે ... છેલ્લા એક મહિના થી અનિર્ણિત exams આખરે હેમખેમ લેવાઈ રહી હતી! [છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીઓ અને university વચ્ચે કોર્ટ માં પરીક્ષા ની તારીખ ને માટે કેસ ચાલતો હતો! જે કાયમ પ્રમાણે વિદ્યાર્થી ઓ ના પક્ષ માં પૂરો થયો! ] હું સયાજી એક્ષ્પ્રેસ્ ટ્રેન માં થી ઉતારી મારા સ્કુટી ના પાર્કિંગ તરફ જતા જતી વિચારો માં ખોવાઈ ગઈ! exam time એટલે અમારા lecturers માટે બહુ અઘરો સમય ... મારા માટે તો ખાસ , કેમકે મને supervision કરવું બિલકુલ ના ગમે ! ૩ કલાક સતત જે તે વર્ગ માં આંટા-ફેરા કરવા ના , ઢગલો ફોર્મ ભરવાના, વિદ્યાર્થી ઓ ને CID વાળા કોઈ CRIMINAL ને treat કરે એમ શંકા થી જોયા કરવા નું! બહુજ કંટાળાજનક! છતાં આવે મારી જવાબદારી માં , એટલે ગમા-અણગમા ને બાજુ પર રાખી નિષ્ઠાપૂર્વક કરવું જ પડે! એક અઠવાડીયાથી supervision કરી હું લગભગ ટેવાઈ ગયી હતી... ઘણું નવું જાણવા મળતું આ નવી generation વિષે! જૂની યાદો તાઝા થઇ જતી... અને અનાયાસે યાદ આવી જતું કે એક વિદ્યાર્થી તરીકે પરીક્ષા નો સ

જેવી દ્રષ્ટિ એવી શ્રુષ્ટિ ! : ખરેખર સાચું જ કહ્યું છે!

સમય : સવાર ના ૮:૩૦ સ્થળ : સુરત રેલ્વે સ્ટેશન એક normal દિવસ, અને જે સમયે લોકો ઉઠીને પેપર વાંચતા હોય કે સવારની ચા ની મઝા લેતા હોય ત્યારે હું મારી કર્મભૂમિ [સુરત] પહોંચી ચુકી હતી... સવારની શટલ રોજ સમયસર પહોંચે , અને લગભગ કોલેજ ના વિદ્યાર્થી અને મારા જેવા નોકરિયાત એક સાથે દિવસ ની શરૂઆત કરે। અમે - હું અને પદ્મા[મારી ટ્રેન મિત્ર - ટ્રેન માં સાથે આવતા મિત્રતા થએલી એટલે ટ્રેન મિત્ર !] રોજની જેમ ઉતાવળ માં બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યા હતા પણ સોમવાર એટલે ભીડ વધારે હોય!! ભીડ માંથી નીકળવા મથતા અમે એ જ રોજના દ્રશ્યો ફરી ફરી ને જોઈએ છે ! ભીડ નો લાભ લઇ female ને touch કરવાના એ જ બાલીશ પ્રયાસો ! [ female એટલા માટે લખ્યું કે ઉંમર immaterial છે, જો કે આ અડી લેવા માં શું મઝા આવતી હશે એ પ્રશ્ન નો જવાબ મને ક્યારેય નથી મળ્યો !], પ્લેટફોર્મ પર રોજી રડતા ફેરીયા ઓ નો કલબલાટ , સ્ટેશન ના ખૂણે ઉભા રહી પ્રેમાલાપ કરતા યુગલો , બાંકડે બેસી ને હાથ માં હાથ પરોવી વાત કરતા કહેવાતા મિત્રો! [ !!!!] ...... અમે વિચારી રહ્યા કે કેટલી જલ્દી થી generation upgrade થાય છે [ રોજ ની જેમ જ તો! ] .... અને બહાર નીકળ

NEWS અને એમાં રહેલું સનસનીખેજ હાસ્ય :: માણો મારી સાથે !

તમે જયારે,જ્યારે free હોવ, અને TV પણ free હોય [એટલે કે remot તમારા હાથ માં હોય-tv નો , તમે શું સમજ્યા? ]... તમે TV પર કઈ channel જોવા નું પસંદ કરો... ? કેવા program જોવા ગમે તમને ?? ના હું તમારો interview નથી લેતી , અને મને કોઈ channel વાળા એ એમનું advertise/ marketing પણ નથી સોંપ્યું ! પણ મારી પસંદગી share કરતા પહેલા મને થયું તમને પૂછી લઉં, કે હું જ abnormal છું કે મારા જેવા બીજા પણ છે? મને NEWS CHANNEL જોવાનો શોખ છે ! હવે તમને થશે news channel જોવામાં શું abnormal? news જોવાથી તો સામાન્ય જ્ઞાન વધે , દેશ-દુનિયા ના સમાચાર જાણવા મળે, અને આપડી આસ - પાસ શું બને છે તે ખબર પડે! ઓહ... news માં ઔ બધું પણ આવે??? હા... મેં તો જ્ઞાન વર્ધક કે ખરેખર જાણવાલાયક સમાચાર બહુ જ ઓછા જોયા છે...[ જોયા છે ખરા?] ! આમ તો મૂળ માં મને cartoon જોવાનો શોખ! પણ આજકાલ ની cartoon channel [pogo, disney, cartoon network etc...] માં આજકાલ cartoon ઓછું અને જાહેરાત વધારે આવે છે , અને આજકાલ ના cartoon નાના ઓછા અને adult વધારે લાગે છે... પણ આ news અને cartoon ને શું સંબંધ ? પૂછો ને ? ચાલો તમને સમજવું! આજકાલ

ભૂમિકા :: ખોવાઈ છે ! તમને મળી ?

હું એટલે લાગણી, પ્રેમ, વેદના, સંવેદના ... [હતી...હવે આ શબ્દો ના અર્થ થી પણ જોજન દૂર છું! ] ના રે... આ મારા નામ ની ચર્ચા નથી કરતી... આજે બહુ વખતે હું મારી જાત સાથે વાત કરું છું, અને પ્રયત્ન કરું છું શોધવાનો એ ભૂમિકા ને જેને સમય , કારકિર્દી, ભોતિક સુખ અને સંબંધો ની જટિલતા માં ક્યાંક ખોઈ ચુકી છું!!! શોધું છું મારી ઓળખાણ.. [જે મેં લખી છે પહેલી લાઈન માં.. ]અને દુખ અનુભવું છે જયારે,જ્યારે મને મળે છે એક લગભગ સંવેદના શૂન્ય થવા મથતી , લાગણી ઓ થી ભાગતી અને સ્વાર્થ ને મહત્વ આપતી ભૂમિકા...અંદરથી મને દુખ છે મારી ઓળખ ગુમાવ્યાનું , પણ મને અંદરખાને જાણ છે અને સંતોષ છે કે આજની દુનિયા માં ટકી રહેવા હવે હું સક્ષમ છું! છતાં આજે હું વિચારું છું , શું હું ખુશ છું મારા માં આવેલા આ પરિવર્તન થી .... કે મેં મેળવેલી આ નવી લાયકાતો થી? અને મને જવાબ મળે છે ... ના... "split personality" - આપડે બધા જાણ્યે જાણ્યે આ ભાગદોડ ભરી દુનિયા માં આ રોગ થી પીડાયીએ છે. શા માટે? જવાબ બહુ જ સરળ છે , પોતાની જાત સાથે ની પ્રમાણિકતા આપડી ચિંતા નથી! સૌ ને ચિંતા છે બીજા ની , બીજા શું કહેશે તેની! સ્પર્ધા માં સાચી - ખોટી ર

મારા સિવાય મારા બધા મિત્રો બહુ busy!

" હવે તું HUMMmmmm બોલવા સિવાય કઈ બોલીશ? આ વખતે મારું મોબાઈલ નું બીલ ૬૦૦ રૂપિયા આવ્યું છે, હું તને મોકલીશ , કુંવરજી ને કેજે ભરી દે! અને તે હજી માટી orkut ની testimonial નથી લખી! ક્યારે લખીશ? મુરત જોવાનું છે? હીર હવે ૩ મહિના ની થઇ ગઈ, તું અને રમાડવા ક્યારે આવાની છે ? અને તે તારા dissertation નું શું કર્યું? ક્યારે પતાવાની છે? અને તને યાદ છે ને USA જાય એટલે દર મહીને હીર માટે રમકડા અને કપડા મોકલવાના , અમારું લીસ્ટ અમે તને મેઈલ કરતા રહીશું ....પણ તને એ થોડું યાદ રહેવાનું ? USA જાય એટલે પત્યું , કુંવરજી મળે એટલે અમને તો ભૂલી જ જઈશ... મને ખબર છે નહિ ભૂલે પણ યાદ પણ ની કરે, બૌ બીઝી થઇ જશે... પછી કોણ આમ વારે ઘડીએ ફોન કરવાનું... તું પણ mady અને henz ની જેમ બહાના બતાવતી થઇ જઈસ, અને હું માની પણ જઈસ કે તું બહુ બીઝી અને તારી પણ ચિંતા કરવા લાગીસ જેમ પેલા ૨ માટે જીવ બાળુ છું તેમ ! હું તો હીર ને સમજાવી દેવાની છું કે FRIENDS બનાવતા પહેલા બોન્ડ લખવાનો નહીતો બધા લાગણી બાંધી ને NRI થઇ જાય છે! " આ અમારો રોજનો સંવાદ ... અમે એટલે હું અને પીનલ પટેલ, જેને અમે બધા પહેલા ચકલી કહીએ જે ધીમે

હા, અમે તો બહુ સુધરેલા!

" નવરાત્રી માં હું તો ૯ દિવસ ઉપવાસ કરું એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજી નું મારા પર એટલું બધું સત્ ને કે નવરાત્રી માં તો માતાજી મારા શરીર માં આવે જ!" !!!! -- એક માણસ ગાંડા ની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે , જાતજાત ની ફરમાયીશ કરે, બધા એને પગે લાગે, અને આશીર્વાદ લે! - અને કહે મને માતાજી આવ્યા છે!!! અઆહ... માતાજી તો જાણે બહુ free તે નવરાત્રી માં બધા ના શરીરો માં ફરવા નીકળે? "હું તો ગયા વર્ષે એટલી બીમાર ગયી... કોઈ દવા અસર જ ના કરે... બધા ડોક્ટર ને બતાયું, પણ કોઈ ફર્ક ની.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝા નું કહ્યું .. હું અમને મળી... એમને મને તરત કહ્યું કે, તમને તો ફલાણા એ મૂઠ મારી છે.. તમારા પર કાળું જાદુ કરાવ્યું છે.. જો તમે એને ની તોડવો તો ૧ વર્ષ માં તમે બરબાદ થઇ જાસો! ... મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!" -- હદ છે આ તો... કોઈ તમારી જાણ બહાર તમારા શરીર ને control કરે, તમરી system માં problem કરે... એ પણ scientifically નહિ! માત્ર ધૂણી ને, થોડા આડા-અવળા મંત્રો ફૂંકી ને કોઈને બરબાદ કરતુ

હું અને મારા રસોઈ ના પ્રયોગો !

"mady.... i m feeling i got messed up! can u please repeat the recipe of " કઢી "???" - i asked mady on call ....[બોલો recipe on mobile!] [માધવી - mady was my life line for my cooking experiments on very beginner level...] scene :: મારું રસોડું, આણંદ વાળું ઘર, મારી સામે ગેસ, ગેસ પર ચણા ના લોટ વગર ની કઢી ! ... "ooohhh !!! કઢી બનાવવા ચણા નો લોટ પણ જોઈએ... ??? i told u to make precise list of items needed .... how can u assume i should be aware of it?? હવે હું શું કરું ? ....."" [માધવી ફોન પર ખડખડાટ હસી રહી... કેમ? તમે સમજી જ ગયા હસો!] આ પ્રસંગ પછી હું વધુ સાવધાન થઇ ગયી... મને સમઝાઈ ગયું કે કોઈ વાનગી બનાવવા ખાલી બનાવાની રીત જ નહિ , ingredients નું ચેક લીસ્ટ હોવું પણ જરૂરી છે! [હસ વાનું નહિ ..... i was beginner in field of cooking.... એન્જીનીરીંગ ના ૪ વર્ષ હું હોસ્ટેલ માં રહી, પાપા ને હું બૌ વ્હાલી ! એટલે ઘેર મારે ક્યાં વાંચવા નું કે આરામ કરવાનો !..... ઘર માં રસોડા નો ઉપયોગ હું માત્ર મમ્મી ને પજવવા કર