P.S. :: કાલ્પનિક અને વાસ્તવિક વિષયવસ્તુ :: "ભૂલો ભલે બીજું બધું માં-બાપ ને ભૂલશો નહિ... અગણિત છે ઉપકાર એના એહ વિસરશો નહિ ..." ટીવી પર લોકલ ચેનલ ની પ્રભાત ભક્તિ પ્રોગ્રામ માં સુમધુર ભજન વાગી રહ્યું અને ... " આ નવી પેઢી ના નવા તાયફા ... આ તે વળી કેવું ? -- વર્ષો થી ચાલી આવતી પરંપરા છે કે લગ્ન કરી ને સાસરે જાય એટલે સ્ત્રી ને જ એડજસ્ટ કરવું પડે. બીજા ના ઘર માં રેવાનું ને પોતાની ચરબી બતાવાની એ તો વળી કેવું? -- ગમશે, ચાલશે, ફાવશે પર તો સ્ત્રી નો સંસાર ચાલવો જોઈએ.. અને પતિ અને કુટુંબ ની ઈચ્છા ને સેવા માટે તો સ્ત્રી નો જન્મ છે ! -- જો આટલું પણ ના સમજાય તો તો તારો જન્મારો જ એળે ગયો રે ... -- સ્ત્રી ને તો કેવી સ્પેસ , મોકળાશ ને મિત્ર ? -- પુરુષ ને તો પચ્ચીસ લફડા ને કામ હોય, ઘર ને વર ને સાંભળી ને બેસે એ જ સન્નારી ! #@$#@%$^%$^&%&*^*%^&@#$@#%$#@%$^@^%^%$^$^%#^%$#&#%^ " રુકાવટ કે લીયે ખેદ હે ... મગજ એ પણ આગળ ના ડાયલોગ સાંભળવાની કે પ્રોસેસ કરવાની ના પાડી દીધી.. મારું ઘર, મારું કુટુંબ ને મારું અસ્તિત્વ .... બધું જ એક પળ માટે ધૂંધળું...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)