":ભુમિકા, મહારાજ જાય છે , હિર ને લઇ ને દર્શન કરી આવ! " - સત્યનારાયણ ની કથા પતી એટલે કેયુરે યાદ કરાવ્યું કે કથા પ્રસાદ ની સાથે સાથે પ્રભુ આરાધના માટે પણ કરવામાં આવે છે! " હા, હું અને હિર ક્યારના દર્શન કરી આવ્યા! " - હિર ને પ્રસાદ ખવડાવતા મેં પ્રસાદ નો પડિયો અમારા દુર ના સંબંધી , જે અનાયાસે કથા સમયે હાજર હતા તેમને ધર્યો! "એમ પણ ભગવાન ના કામ માં તો કહ્યું છે ને કે નસીબ માં હોય તો જ દર્શન થાય ને પ્રભુ મળે! અમારા જૈનો માં તો... "- ને અમારા એ વ્હાલા સંબંધી જે નવા સવા જૈનીઝમ માંથી વિષ્ણવીઝમ માં વટલાયા છે , તેમણે વિના પૂછ્યે જૈન ધર્મ નું મહિમા ગાન શરુ કર્યું! " એમ પણ ધર્મ ને કર્મ ની વાત તો જેમ જૈન ને વૈષ્ણવ જન સાચવી જાણે છે એમ તો કોઈના ગજા ની વાત નહિ! ભગવાન ના નામે નાટક કરે પણ કઈ મલાજો ના જાળવી શકે એવી જ્ઞાતિ થી મને તો બિલકુલ સુગ છે! ખાસ તો બ્રાહ્મણ ને મહારાષ્ટ્રીયન ! એમના થી ૧૦૦ ફૂટ દુર જ સારા ની તો આપડે પણ અભડાઈ જવાય! "- નવા સવા ધર્મ ને નવી જ્ઞાતિ માં એડજસ્ટ થવા ના ભાવે કે પોતાની આંતર સુઝથી સંબંધી શ્રી અમને બધાને "જ્ઞાતિ વાદ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)