Skip to main content

Posts

Showing posts from April, 2013

લાઈફ સફારી~૧૮: ટેગીંગ થી નેગીંગ સુધી!

લાઈફ સફારી , પેજ ૩, વુમન્સ ગાર્ડિયન,  ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર  *** “ નેકસ્ટ ટાઈમ આ રીપીટ થશે તો, આઈ વિલ કમ્પ્લેન ઇન પુલિસ. ”- રેલ્વેના વેહિકલ પાર્કિંગમાં એન્ટર થતાની સાથે જ કાને પડ્યો જાણીતો અવાજ. આરોહી, મારી ફ્રેન્ડ, એકદમ શાંત, સૌમ્ય અને સીધી, પોતાના કામથી કામ રાખનારી, એક સ્કુલ ટીચર. “ ચીલ, આરોહી. શું થયું? આજે કેમ માં સરસ્વતીએ માં દુર્ગાનું રૂપ ધારણ કર્યું છે? આ ટોન અને ટણી મારા કેરેક્ટરને સુટ થાય, તને નહિ. ” – મારી સ્કુટીની સ્લીપ લેતા લેતા મેં પાર્કિંગવાળાની સામે આંખો કાઢી અને ના પૂછેલા પ્રશ્નનાં જવાબની ઉઘરાણી કરી.  “ દીદી, આ વીકમાં આ ત્રીજી વખત મારા એક્ટીવા પર કોઈ ચિઠ્ઠી મૂકી ગયું છે- કેટલી ગંદી અને ભદ્દી માંગણીઓ અને.... અને આ લોકો એમ કહે છે કે એમને કઈ ખબર નથી! ” – આરોહીનો ગુસ્સો હું સુપેરે સમઝી રહી. “ બોલો ભૈયા એ કિસ કી હરકત હે? લાસ્ટ ટાઈમ કે જેસે રેલ્વે પોલીસ કો હી જવાબ દેના હે યા ... ” – મેં આંખોની સાથે સાથે અવાજ પણ સહેજ મોટો કરી એઝ યુઝઅલ ધમકી આપી. ઘણી વાર સાચી વાત સરળ શબ્દો કરતા અણીયાળા કે ખરબચડા ટોનમાં જ વધુ અસર કરે છે. “ મેડમજી, બાત યહી ખતમ કરોના. કોન થ

લાઈફ સફારી~૧૭: જવાબદારીઓની બેલેન્સશીટ...

લાઈફ સફારી, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર  *** “ સો, નેક્સ્ટ વીક મોમ ડેડ તને મળશે, ફાઈનલી! આઈ એમ એક્સાઈટેડ અને થોડો વરીડ પણ! “- લાઈબ્રેરીમાં મારી બાજુમાં જ બેસી મારા એસાનમેન્ટસ માંથી કોપી કરી રહેલ મારા બેસ્ટ ફ્રેન્ડ કમ બોય ફ્રેન્ડ અને સુન ટુ બી લાઈફ પાર્ટનરને આજે સવારથી જ જપ નથી. “ આઈ નો! સવારથી આ સ્ટેટમેન્ટ દર અડધા કલાકે તું બ્રેકિંગ ન્યુઝની જેમ રીપીટ કરી રહ્યો છે. સ્ટોપ વરીંગ. એસાઇનમેન્ટ પર કોન્સનટ્રેટ કર. ” - કદાચ મારા માટે નેક્સ્ટ વીકના બ્રેકિંગ ન્યુઝ કરતા નેક્સ્ટ ડેની એક્ઝામ વધુ બ્રેકિંગ અને સેન્સેશનલ છે, એઝ એની હાઉ મારે ટોપ કરવાનું છે અને મારી ડ્રીમ જોબ મેળવવાની છે. “ તું તો મને સીરીયસલી જ નથી લેતી. એક્ઝામ તો હજુ ઘણી આવશે! પણ મોમ-ડેડ જે એક્ઝામ લેશે નેક્સ્ટ વીક, એ ફૂલ એન્ડ ફાઈનલ છે – આપણા રીલેશન માટે. એટલે રીપીટ ટેલીકાસ્ટ કરું છું! આઈ નો તું એ એક્ઝામમાં ફેઈલ જ થવાની છે! ” - એક્ઝામ પહેલા જ મને રીઝલ્ટ મળી ગયું મારી લાઈફ એકઝામનું! ફેઈલ વિધાઉટ એટેમપટ્! “ ઓકે! હું ફેઈલ જ થવાની છું તો ચિંતા શાની? ચાલ આપણે કાલની એક્ઝામ તો એટલીસ્ટ પાસ કરી લઈએ! ” - હું

લાઈફ સફારી ~16: મોમ તારે વેકેશન ક્યારે?

લાઈફ સફારી, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર  *** “ ડેડ, જસ્ટ અ વીક, એન્ડ આઈ હેવ વેકેશન! બોર્ડની એકઝામ્સ પતશે અને આઈ એમ ફીલીંગ હાશ! મેં તો એક લીસ્ટ બનાવ્યું છે, વેકશનમાં કરવાની પાગલ-પનતીનું! ” - બોર્ડની એક્ઝામ, કરિયર માટે કાઉન્ટ-ડાઉન અને ટીન-એજ ટશનની મિક્સ ફીલિંગ્સનું બેલેન્સ કરી લાઈફની આ જગદ-ઓ-જાહેદમાં લડી રહેલો મારો ટીપુ-સુલતાન કેલેન્ડરમાં દિવસો ગણી રહ્યો- આઝાદીના. “ વીક પણ નહિ, જસ્ટ ફાઈવ ડેયઝ સન્ની! પાંચ દિવસ પછી સ્કુલ લાઈફ પૂરી અને એક નવી દુનિયા શરુ- કોલેજની! કોલેજલાઇફ યશરાજ કે રાજશ્રી પ્રોડક્શનની મુવીઝમાં બતાવે એવી કલરફૂલ નથી, આ નવી શરૂઆતમાં પણ પુષ્કળ પંગા છે, એટલે મિસ્ટર હેન્ડસમ આ વેકેશનને પૂરું એન્જોય કરી લે, દિલથી! બોલ ક્યાં ફરવા જવું છે? તારી આખી ફ્રેન્ડઝ-ગેંગનું વન વિકનું ગોવાનું પેકેજ બુક કરાવી દઉં? કે પછી કોઈ એડવેન્ચર ટુર સેટ કરું? ” - બ્રેકફાસ્ટ ટેબલ પર મારા પતિદેવ મીઠ્ઠી મેંગો, ફ્રેશ જ્યુસ અને પરાઠા સાથે ગરમ-ગરમ હોલીડે પ્લાન્સ સર્વ કરી રહ્યા. બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું મારા હેન્ડસમ ટીપું સુલતાનનું રીસન્ટ ફેવરેટ સોંગ- “ રંગી પરોઢ આવી ખુશીયો સંગ

લાઈફ સફારી~૧૫: આદર્શવાદથી માનવતાવાદ સુધી!

"પપ્પા ,   કેટલું મોડું   કર્યું તમે ?"-   ગુસ્સાથી રતુંબડો થયેલો મારો ફેસ પપ્પાને જોઈ ફરી ગુલાબી થયો જાણે! હવે પપ્પા આવી ગયા એટલે - હું અને મારા પ્રોબ્લેમ્સ બધું સોર્ટ થઇ જશે! " મોડું કર્યું ?   મને તો એમ હતું કે તું કમ્પ્લેન કરવા આવી છે કે પપ્પા કેમ આટલી ઉતાવળ કરી ? "-   પપ્પા હસી રહ્યા ,   પેલી જલારામબાપાની મૂર્તિ જેમ મંદ મંદ હસે છે તેમ જ! " સમયનો અભાવ બેટા તને જ રહ્યો છે ,   પહેલા પણ અને અત્યારે પણ! જોને હું બીમાર હતો ત્યારે પણ તેં   વેકેશનમાં આવીશ   એવા વાયદા કર્યા ,   અને તારા એ વાયદા તું પુરા કરે એ પહેલા મારી સફર શરુ થઇ ગઈ! અને મેં તો તને ત્યારે પણ કમ્લેન નથી જ કરી કે બેટા તું સહેજ જ   લેઈટ   થઇ ગઈ! હું બસ જોઈ રહ્યો એ ખુલ્લા   દરવાજા   સામે ,   અને   તું   આવ ી   પણ   ખરી ,પણ  .... "-   હું   અને   પપ્પા   જોઈ   રહ્યા   એકબ ીજાની   સામે... આંસુ  ,   શબ્દો   અને   ફરિયાદો   પણ   ક્ યારેક   કેટલા   મીઠા   લાગે છે ! " હવે આમ મોઢું   ના ચઢાવ! તારા જ મોઢું ચઢાવવાના ગુણ હીરમાં પણ આવ્યા છે!   તારા જેવી જ થવાની હીર જોજે!"- પપ્પા મારા મા