Skip to main content

Posts

Showing posts from August, 2010

"મારું ઘર " ....

" પપ્પા , તમે સમજો ને ! હમણાં રસોડા નું કામ કાઢવાની શી જરૂર છે ? તમારા  બે માંથી કોઈ  સાજુ માંદુ થશે તો આ જ સેવિંગ્સ કામ લાગશે ! ખોટા ખર્ચા ની શું જરૂર છે ? " - વિચાર્યું તું કે મમ્મી ની બૌ ઈચ્છા છે તો ની ટોકુ તો પણ જે સાચું લાગતું હતું એ કહેવાઈ જ ગયું ! 

" મમ્મી જીદ કરે છે તો ભલે ને બૌ વર્ષે થોડો ખર્ચો થઇ જાય! તબિયત ને શું થવાનું છે ! તું નાહક ચિંતા ના કર! " - પપ્પા એ શાંતિ થી મને સમજાવાનો પ્રયાસ કર્યો.. પણ વ્યર્થ!
"પણ પપ્પા ..."-   " બસ હવે કઈ ડિસ્કશન નઈ... તારી મરજી તારે"તારા ઘેર" ચાલવાની અહી નઈ! ખબર છે ને હવે રેશન કાર્ડ માંથી પણ તારું નામ કમી કરાવી દીધું છે! " - પપ્પા એ હસતા હસતા કીધું પણ જાણે એ ક્યાય ઊંડે દુખ્યું! 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" આ પીચ પર વાત કરવાની તારે ચાલુ રાખવાની હોય તો ગોરવા  શિફ્ટ થઇ જા ! "  - કેયુર નો વખત-દર- વખત નો જુનો ને જાણીતો ડાઈલોગ !
" મારા ઘર માં હું કહું એમ જ થાઉં જોઈએ! " - અજાણતા બોલાયેલા શબ્દો ફરી થી ક્યાંક ઊંડે દઝાડી ગયા !
"હીર ને લગ્ન…

"એક ભગવાન ને ચડે છપ્પનભોગ ને એક ભગવાન ને બાળપણ નો પણ ભોગ ! "

" આ આજના દિવસ ની ૪ થી ચોકલેટ થઇ! હીર ના દાંત પડશે પછી પાછા આવશે જ ની આ ફ્રિકવન્સી થી એ ચોકલેટ ખાવાનું ચાલુ રાખશે તો! "-  હું પોતે પણ ચોકલેટ ની દીવાની , પણ હીર ની હેલ્થ માટે કદાચ હું વધારે કોન્શિયસ !!!  "હમણાં નઈ ખાય ચોકલેટ તો ક્યારે ખાશે ? એની ઉંમર છે ચોકલેટ ખાવાની ! અને હીર બીમાર પડે ત્યારે ડોક્ટર પાસે તો હું લઇ જાઉં છું પછી તું કેમ ઉંચી નીચી થાય છે ? " - કેયુરે ફ્રીઝ માં થી ડેરી-મિલ્ક કાઢી ને હીર ને પકડાવી .. 
ને હીર ના મોઢા પર જંગ જીત્યા ની ખુશી દેખાઈ!  ..........................................................................................................................................
આજે તો ફ્રીઝ માં ચોકલેટ રેવા જ ના દઉં એમ વિચારી ને મેં બચેલી 1 ડેરી મિલ્ક ને ૫ ઇક્લેર્સ મારા પર્સ માં સરકાવી .. લેટ થઇ ગયું આજે!  રોજ ના શીડ્યુલ માં હીર ની સાથે સવાર ના પહોર માં બ્લોકસ રમવાનું આજે પહેલી વાર થયું! તબિયત ખરાબ ના હોય તો હીર એની મમ્મી ની જેમ જ નાટક કરે , એમ વિચાર્યું ને મન માં જ હસી પડી! 
રોજ ના ટાઈમ કરતા ૧૦ મિનીટ લેટ, મન માં ગણતરી ચાલુ હતી ત્યાજ રેલ વે એનાઉન્સર ચા…

સમાજ પહેલો કે પ્રિયજન અને તેની લાગણીઓ?

"ઓહ , હવે સમજાયું ! " -મારી દેહ વિહીન આત્મા નો આ અવાજ કોણ સંભાળશે?  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ગઈ કાલે જ મને નવોઢા ની પેઠે પૂરી શણગારવામાં આવી હતી... એજ પાનેતર માં , જે મેં પુરા કોડ થી આજથી ૧૦ વર્ષ પહેલા લગ્ન દિવસે પહેર્યું હતું!  ૧૬ શણગાર કરેલો મારો દેહ એટલોજ જાજરમાન લાગતો હતો જેટલી હું લગ્ન ના દિવસે સુંદર લગતી હતી! 
વિધિ વિધાન પૂર્વક મારા દેહ ને "મારા" જ ઘર ને "મારા" જ સગા ઓ ની હાજરી માં "કાઢી" જવા નો છે, એ વાત  થી સહેજ દુખ તો થયું , પણ દેહ જવાનું કેવું દુખ, આત્મા રૂપે તો હું પર પ્રિય જનો પાસે જ છું ને, એ વિચાર થી મન મનાવ્યું !  મારો પરિવાર મારી પાછળ જે આક્રંદ કરી રહ્યો છે એ જોઇને દુખ ની સાથે થોડો સંતોષ પણ થયો કે મારી લાગણી એક તરફી ના હતી! 
બધા જ સગા વ્હાલા અને  ઓળખીતા , અજાણ્યા ની વચ્ચે દેહ વિહીન હું "એમને" શોધી રહી , "જેમનો" હાથ પકડી ને હું આ કુટુંબ માં આવી ને "જેમના" હાથ ના અગ્નિદાહ થી મને મોક્ષ મળવાનો છે!  ચારે તરફ નજર કરી . "એ" કેમ નથી દેખાતા ? કદાચ બૌ ઢીલા પડી ગયા હશે…