Skip to main content

Posts

Showing posts from January, 2012

"માં" ની ગરિમા સાચવનાર મોટી બહેન ને ~ પ્રેમાર્પણ

"ક્યારની ફોન કરું છું, શું કરે છે? ઉંઘી જ ગઈ હશે ખબર છે મને ... પછી તે શું કર્યું ચીક્કી બનાવવાનું ? બે  દિવસ પહેલા તે ચીક્કી ની રેસીપી પૂછેલી તો બનાવી કે નઈ? મને ખબર છે નહિ જ બનાવી હોય. મારે જ તને ચીક્કી કુરીયર કરી દેવાની હતી , તું ના પાડે તો પણ.. "- એક વાર બોલવાનું ચાલુ થાય એટલે ફુલ સ્ટોપ દુર-દુર સુધી દેખાય જ નહિ , અને મને પણ બોલવામાં કોમ્પીટીશન આપે એવી મારી સિસ- ઉર્વી . હર-હમેશ જાણે મારી ચિંતા કરવાનો પાપા નો વારસો , પાપા ની હયાતી માં જ એણે ખબર નહિ ક્યારે ઉઠાવી લીધો!  " મોબાઈલ સાયલેન્ટ હતો. અને ચીકી હવે ક્યારે બનાવું? મેં વિચાર્યું હતું કે વીક-એન્ડ માં બનાવીશ પણ કેલેન્ડર માં જોયું તો વીક-એન્ડ માં તો ઉતરાણ છે, સો પ્લાન ચોપાટ. હું અહી થી જ ખરીદી લઈશ. અને ચીકી  પણ કોઈ કુરિયર કરે યાર? સંભાળ ને , આ ઊંધિયું બનાવવા નો કોઈ શોર્ટ કટ છે? કેયુરને ઊંધિયું આરોગવાનું મન થયું છે! " - રોજની ૮ થી ૮ સુધી દોડતી ભાગતી , એક એક મીનીટ માટે ખેંચાતી જીન્દગી માં , એક વધારાનું કામ પણ જાણે એક ટેન્શન લાવી દે!  " હે ભગવાન , તારે હવે ઊંઘીયું બનાવવું છે? એક કામ કરીશ હું મમ્મી [ સાસુમ

"ગંદા [ ???] હે પર ધંધા [???] હે યે.... "

"આમ માથા પર જ ઉભા રહેવાનું છે? " - આંખો કાઢી ને એક વયસ્ક આંટી એ પ્રશ્ન પૂછ્યો.. સોમવાર ની સવાર અને ક્વીન નો લેડીઝ કમપાર્ટમેન્ટ, એક વાર અંદર ગયા એટલે કામ તમામ! સહેજ શ્વાસ લેવાની પણ મોકળાશ ના મળે એવી ભીડ , જ્યાં નીચે સીટ પરતો ૬-૭ પેસેન્જર્સ હોય જ સાથે ઉપરની બર્થ [ આમ તો એને પાટિયું જ કેહવાય!] પર પણ ૫ જણા જેમ તેમ ગોઠવાયા[ ગોઠવાયા જ કેહવાય , બેસવું તો એ પરિસ્થિતિ માં લક્ઝરી કેહવાય! ] હોય , અને સહેજ અમથી ઉભા રહેવાની જગા માં આપણે આપણા લગેજ સાથે જેમ તેમ સફર [ ઈંગ્લીશ ની સફર સમજવું] કરી રહ્યા હોય ત્યાં .. ઉભા રેહવા ની જગા પણ છીનવી લેવાય તો!! " આંટી, ક્યા જાઉં, અહીંથી ખસવા ની પણ જગા નથી. હમણાં નેક્સ્ટ સ્ટેશન ઉતરી જ જઈશ .. " - ખભા પર બુક્સ ભરેલી ભારેખમ બેગ જેમ તેમ સંભાળી ને એકદમ શાંતિ થી રીક્વેસ્ટ કરી.. અને સ્ટેશન આવે એ પહેલા જ એક સુનામી ની જેમ અચાનક આવેલા ધક્કા થી અજાણતા જ એ આંટી ને સહેજ અડી જવાયું અને ... " બીપ ... બીપ ... બીપ...  આજ કાલ ની છોકરીઓ , ખબર નઈ ક્યા રખડે રાખે છે , ઘેર થી કોલેજ જાઉં છું એમ કહે , થોથા ઊંચકી ને ટીપ-ટોપ થઈને નીકળી પડે અને ક