Skip to main content

Posts

Showing posts from 2010

"A lot can happen over a TEA" !

" OMG !!! why ? why i am hell alone when am badly messed up in any problem ? " - listening music, talking with friends , reading news papers nothing was working to light up my rotten mood!  Crying is not always solution... but who needs solution in any case?  and what can help me ?   I asked myself... " A soul to listen me not just my words... , to notice my pain not just tears... " Now thats something tough to search - as even Google says "no match found " for above criteria!  after a while ,  messed up mind felt a miracle... Me and a cup of TEA , when together....  I feel so much sorted and relieved!     ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ "Daddu, Its too tough! I am feeling to much alone! I need you here, right now, right away! " - i knew i was behaving like a small kid, but its fun to behave so wid DAD!  " You know it is not possible! stop behaving like a kid- th

પપ્પા ..... તમે સાંભળો છો ને ?

1st  November  , 2010 ... "ભૂમિકા , હવે અગ્નિસંસ્કાર આપતી વખતે પાપા ને માટે ટે લીધેલી બધી બધા ઓ મૂકી દેજે... "- ઉર્વી એ પ્રેમથી મારા ખભો પસવારતા કહ્યું ..  " હા, તમે બંને બહેનો , પાપા માટે દીકરા સમાન હતી તો અગ્નિ સંસ્કાર પણ તુ અને ઉર્વી જ કરો એવી મમ્મી ની ઈચ્છા છે . "- જીજાજી એ  માથે હાથ ફેરવતા કહ્યું ... ૧૨ કલાક માં જ મારા પ્રેમાળ પાપા મારી નજર ની સામે, મારા ને ઉર્વી ના હાથે જ આ દુનિયા ની પળોજણ ને માયા મૂકી , પાછલા ૬-૭ મહિના ની બધી વેદના ઓ અને સંવેદનાઓ ત્યજી નિરાકાર શાંતિ માં લીન થઇ ગયા.. એવી શાંતિ જે અમને કાયમ માટે અકળાવી ગઈ.. "લે થોડી ચા પી લે હવે .. તે કાલ નું કઈ ખાધું નથી " - કેયુર અને હીર મારી પાસે આવી ને બેઠા ..  "ના ઈચ્છા નથી ..." - કોણ બોલ્યું , દિલ કે દિમાગ એ મારા સ્થૂળ શરીર ને શું ખબર ? "ભૂમિકા , થોડી ચા પી લે ને પછી આરામ કર.." - જીજાજી એ પ્રેમથી સમજાવી.. ચા નો એક ઘૂંટડો હજુ તો મ્હો માં ગયો ને ત્યાં ....  એક ઉબકા સાથે ચા નો હમણાં જ પીધેલો પહેલો ઘૂંટડો ને એની સાથે "બધી લાગણીઓ, પ્રેમ , માયા, વ

પ્રાઈઝ ટેગ માત્ર વસ્તુ ને જ હોય વ્યક્તિ ને નહિ!!!

સીન-૧ : "હેલ્લો મેમ ,  આઈ હોપ હું તમને ડીસ્ટર્બ નથી કરી રહ્યો! મેમ, તમારા લાસ્ટ યર ના ક્લાસ ના એક સ્ટુડન્ટ ની થોડી ઇન્ફોર્મેશન જોઈતી હતી ... આઈ હોપ યુ વિલ નોટ માઈન્ડ ! "  - એક અજાણ્યો ફેસ , પણ થોડી ઓળખાણ પછી સમજાયું કે મારી સામે બિરાજમાન સાહેબ  મારા જ ઇન્સ્ટીટયુટ  ના જ એક  ડીપાર્ટમેન્ટ ના ફેકલ્ટી છે! " ઇટ્સ પરફેકટલી ઓકે સર, બોલો , શું મદદ જોઈએ મારી ? " "તમારા ક્લાસ માં એક  સ્ટુડન્ટ છે "મિસ.એ" , મારે એની માહિતી જોઈએ છે! "- સાહેબ ધીરે રહીને ઉઘડવા લાગ્યા! " સર,  આઈ ફીયર , હું કોઈ પર્સનલ માહિતી નહિ આપી શકું... છતાં આપને કેવી માહિતી જોઈએ છે ?" "માહિતી એટલે... "મિસ.એ"  વિષે તમે જે જાણતા હો એ...  એક્ચ્યુલી મારા સાળા માટે, યુ સી લગ્નવિષયક એન્ડ ઓલ  ... "- મને જવાબ આપતા જેટલો ખચકાત થતો હતો એના કરતા હવે "સાહેબ" વધુ મૂંઝાઈ રહ્યા હતા... "હુમ્મ...  "મિસ એ" , ઘણી સિન્સિયર છે, એકદમ રેગ્યુલર, સ્વભાવે નરમ , અને દેખાવે પણ જોયે ગમી જાય એવી છે ... " - જવાબ આપતી વખતે મેં અત્યાર સુધી લગ્નવિષયક એડ્

પતિ ને પિતા શબ્દો ની જોડણી માં જેટલું સામ્ય ને કેટલું અંતર?

Scene 1::   "શીખ મમ્મી પાસેથી કઈ , ઘર કેમ ચલાવવું અને ઘરવાળા ઓ નું ધ્યાન કેમ રાખવું ! ૮ વર્ષ થયા પણ કઈ જ ના શીખી ! તારા મમ્મી-પાપા એ તો કઈ જ શીખવાડ્યું નથી ... તને ભણાવા સિવાય તારા મમ્મી પાપા એ તને શું સારું   શીખવાડ્યું ?  તને ખાલી એક જ કામ આવડે - સારું કમાતા ... બાકી બધા માં મીંડું! "  -  કળયુગ ના રામ એ એની "ગુડ ફોર નથીંગ" પત્ની ને સંભળાવ્યું .... Scene 2: "તને તો બાર્ગેનિંગ કરતા પણ નથી આવડતું .. મમ્મી ને જો કેટલી બચત કરે છે .. પૈસા કમાવા અઘરા છે તો બચવા પણ સહેલા નથી !  તને છોકરીઓ જેવું શું આવડે છે ? " - કળયુગ ના રામજી ની  અસ્લાખિત  વાણી અને    "ગુડ ફોર નથીંગ" પત્ની ના આંસુ વચ્ચે કોમ્પીટીશન ચાલુ થઇ...   "ગુડ ફોર નથીંગ " પત્ની સાંભળી રહી ચુપ ચાપ.. પણ મન આમ ચુપ રહે ?  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ scene -3 : "પાપા , મારા લ્યુના માં પેટ્રોલ ખૂટી ગયું છે .. હું તમારી ઓફીસ પાસે મુકીને ઓટો માં ઘેર જાઉં છું! " - ધોરણ -૧૦ માં ટ્યુશન ને સ્કુલ માં અટવાતી "બેસ્ટ એટ એવરીથીં

આ પાણો એટલે ???

સીન - ૧ ::  ૩ વર્ષ પહેલા , એક રીલેટીવ ના ઘેર સીમંત [ નવા કોડ  માં બેબી શાવર કેવાય તે જ તો! ] નો પ્રસંગ ... "ભૂમિકા , તું અંદર લેડીઝ સેક્શન માં બેસવાને બદલે અહી બહાર હિંચકે કેમ બેઠી છું ? તારે તો આજે બધી વિધિ ડીટેલ માં જોવી તી ને શું  થયું ? " - ચા નો કપ મારા હાથ માં પકડાવી કેયુરે પૂછ્યું ... એ  પ્રશ્ન જેનો જવાબ મારે એને નતો આપવો ...પણ મારી આંખો કદાચ મારા શબ્દો કરતા જલ્દી ને વધુ જ બોલે છે!  "કઈ ની, એ તો માસી એ મને એમ કીધું કે અંદર સફોકેશન છે ને ભીડ વધારે છે તો તું બહાર હિંચકે બેસ શાંતિ થી ! એટલે ! " - મેં નીચું જોઇને જવાબ આપ્યો.. મારી આંખો  જવાબ આપતા ઢળી જાય એટલે ક્યાંક તો એ આંસુ છુપવાતા  હોય, ક્યાંક તો કૈક જુઠ્ઠું બોલાઈ  ગયું હોય!   ને અચાનક એક વાર્તાલાપ અમારે કાને  પડ્યો ...  " ભૂમિકા ક્યાં ગઈ ? હમણાં તો જોઈ હતી એને , અંદર દેખાતી નથી ને  "  "એને મેં બહાર બેસાડી છે , બા  ના પડતા તા , એનો ૪ વર્ષ થી ખોળો કોરો છે તો આવા પ્રસંગે એને.... મને પણ ખરાબ તો લાગ્યું પણ હવે... " "હુમ્મ , મેં જોયું હમણાં જ ૪-૫ જણા ને માસી  સફોકેટે

હસના મના હે !

દિવસ - ૧ ::   "સર, મેં તમને કાલે પણ કહ્યું હતું , મને મેડીકલ ફિલ્ડ માં કઈ જ ના ખબર પડે... " - મારો  કન્વીન્સીંગ પાવર સારો છે પણ પ્રોફેશનલી મોટેભાગે હું જાતે જલ્દી કન્વીન્સ થઇ જાઉં છું! મેં મેડીકલ કોલેજ ના દિન ને રીક્વેસ્ટ કરી , આ મારી ચોથી નિષ્ફળ રીક્વેસ્ટ હતી!  " અરે, કઈ વાંધો ની મેડમ, તમે ખાલી એક વાર સોફ્ટવેર જોઇને ઓકે કરી દો તો અમે એ ડીઝાઈનર નું પેમેન્ટ કરી દઈએ ! " - મેડીકલ ના ડીન  આજે મને કોઈ પણ ભોગે હલાલ કરવાના મુડ માં હતા !  " પણ સર તમારે કેવી રીક્વાયાર્મેન્ત હોય, કેવા કન્સટ્રેન  ચેક કરવાના હોય મને ના ખબર પડે! તમે મારી સાથે કોઈ ડોક્ટર ને પણ મોકલો ! " - મેં છેલો પ્રયાસ કર્યો!  " અરે ડોકટરો તો હજુ કાલે આવશે! " - ડીન અટવાઈ ને બોલ્યા!  "અરે હું તમારા હોસ્પિટલ ના ડોક્ટર્સ ની વાત કરું છે! કાલે કોણ આવાનું છે? કાલે તો ઇન્સ્પેકશન નથી ? " - હું થોડી મૂંઝાઈ  ગઈ!  "તમે એ બધું જવા દો , ગેસ્ટ હાઉસ માં તમને લઇ જવા ગાડી બહાર આવી ગઈ છે , તમે એક વાર ઓકે કહો તો વાત પતે! " - ડીન મને ને વાત બંને ને પતવાની ફીરક માં હ

"મારું ઘર " ....

" પપ્પા , તમે સમજો ને ! હમણાં રસોડા નું કામ કાઢવાની શી જરૂર છે ? તમારા  બે માંથી કોઈ  સાજુ માંદુ થશે તો આ જ સેવિંગ્સ કામ લાગશે ! ખોટા ખર્ચા ની શું જરૂર છે ? " - વિચાર્યું તું કે મમ્મી ની બૌ ઈચ્છા છે તો ની ટોકુ તો પણ જે સાચું લાગતું હતું એ કહેવાઈ જ ગયું !  " મમ્મી જીદ કરે છે તો ભલે ને બૌ વર્ષે થોડો ખર્ચો થઇ જાય! તબિયત ને શું થવાનું છે ! તું નાહક ચિંતા ના કર! " - પપ્પા એ શાંતિ થી મને સમજાવાનો પ્રયાસ કર્યો.. પણ વ્યર્થ! "પણ પપ્પા ..."-   " બસ હવે કઈ ડિસ્કશન નઈ... તારી મરજી તારે "તારા ઘેર" ચાલવાની અહી નઈ! ખબર છે ને હવે રેશન કાર્ડ માંથી પણ તારું નામ કમી કરાવી દીધું છે! " - પપ્પા એ હસતા હસતા કીધું પણ જાણે એ ક્યાય ઊંડે દુખ્યું!  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ " આ પીચ પર વાત કરવાની તારે ચાલુ રાખવાની હોય તો ગોરવા   શિફ્ટ થઇ જા ! "  - કેયુર નો વખત-દર- વખત નો જુનો ને જાણીતો ડાઈલોગ ! " મારા ઘર માં હું કહું એમ જ થાઉં જોઈએ! " - અજાણતા બોલાયેલા શબ્દો ફરી થી ક્યાંક ઊંડે

"એક ભગવાન ને ચડે છપ્પનભોગ ને એક ભગવાન ને બાળપણ નો પણ ભોગ ! "

" આ આજના દિવસ ની ૪ થી ચોકલેટ થઇ! હીર ના દાંત પડશે પછી પાછા આવશે જ ની આ ફ્રિકવન્સી થી એ ચોકલેટ ખાવાનું ચાલુ રાખશે તો! "-  હું પોતે પણ ચોકલેટ ની દીવાની , પણ હીર ની હેલ્થ માટે કદાચ હું વધારે કોન્શિયસ !!!  "હમણાં નઈ ખાય ચોકલેટ તો ક્યારે ખાશે ? એની ઉંમર છે ચોકલેટ ખાવાની ! અને હીર બીમાર પડે ત્યારે ડોક્ટર પાસે તો હું લઇ જાઉં છું પછી તું કેમ ઉંચી નીચી થાય છે ? " - કેયુરે ફ્રીઝ માં થી ડેરી-મિલ્ક કાઢી ને હીર ને પકડાવી ..  ને હીર ના મોઢા પર જંગ જીત્યા ની ખુશી દેખાઈ!  .......................................................................................................................................... આજે તો ફ્રીઝ માં ચોકલેટ રેવા જ ના દઉં એમ વિચારી ને મેં બચેલી 1 ડેરી મિલ્ક ને ૫ ઇક્લેર્સ મારા પર્સ માં સરકાવી .. લેટ થઇ ગયું આજે!  રોજ ના શીડ્યુલ માં હીર ની સાથે સવાર ના પહોર માં બ્લોકસ રમવાનું આજે પહેલી વાર થયું! તબિયત ખરાબ ના હોય તો હીર એની મમ્મી ની જેમ જ નાટક કરે , એમ વિચાર્યું ને મન માં જ હસી પડી!  રોજ ના ટાઈમ કરતા ૧૦ મિનીટ લેટ, મન માં ગણતરી ચાલુ હતી

સમાજ પહેલો કે પ્રિયજન અને તેની લાગણીઓ?

"ઓહ , હવે સમજાયું ! " -   મારી    દેહ વિહીન આત્મા નો આ અવાજ કોણ સંભાળશે?  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ગઈ કાલે જ મને નવોઢા ની પેઠે પૂરી શણગારવામાં આવી હતી... એજ પાનેતર માં , જે મેં પુરા કોડ થી આજથી ૧૦ વર્ષ પહેલા લગ્ન દિવસે પહેર્યું હતું!  ૧૬ શણગાર કરેલો મારો દેહ એટલોજ જાજરમાન લાગતો હતો જેટલી હું લગ્ન ના દિવસે સુંદર લગતી હતી!  વિધિ વિધાન પૂર્વક મારા દેહ ને "મારા" જ ઘર ને "મારા" જ સગા ઓ ની હાજરી માં "કાઢી" જવા નો છે, એ વાત  થી સહેજ દુખ તો થયું , પણ દેહ જવાનું કેવું દુખ, આત્મા રૂપે તો હું પર પ્રિય જનો પાસે જ છું ને, એ વિચાર થી મન મનાવ્યું !  મારો પરિવાર મારી પાછળ જે આક્રંદ કરી રહ્યો છે એ જોઇને દુખ ની સાથે થોડો સંતોષ પણ થયો કે મારી લાગણી એક તરફી ના હતી!  બધા જ સગા વ્હાલા અને  ઓળખીતા , અજાણ્યા ની વચ્ચે દેહ વિહીન હું "એમને" શોધી રહી , "જેમનો" હાથ પકડી ને હું આ કુટુંબ માં આવી ને "જેમના" હાથ ના અગ્નિદાહ થી મને મોક્ષ મળવાનો છે!  ચારે તરફ નજર કરી . "એ" કેમ નથી દેખાતા ?

મેરેજ, લવ મેરેજ અને અરેન્જડ લવ મેરેજ ... :

લગ્ન, મેરેજ, લવ મેરેજ , એરેન્જડ મેરેજ,  એરેન્જડ લવ મેરેજ  ... એક્સેત્રા.... ઉપરના બધા શબ્દો માં સૌથી ડેન્જર ને છતાં સૌથી લોભામણો શબ્દ છે "એરેન્જડ લવ મેરેજ"... કોઈ પણ બે વિરુદ્ધ પ્રકૃતિ ને મિક્સ કરતા જે લોચો [ સુરતી લોચો ની રે.. ]  થાય એવો ભયંકર લોચો  એટલે "એરેન્જડ લવ મેરેજ" .. માનવામાં નથી આવતું .. તો સાંભળો .. ના રે વાંચો થોડા સંવાદો ,  પ્રેમ ને માતા પિતા ની મરજી નો થપ્પો લગાવી ને લગ્ન કરવા ઉત્સુક વધૂ ને એના માતા પિતા  વચ્ચે ના !  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ " લગ્ન મારા જ છે ને? "  - { દરેક વાત માં અણગમો ને શબ્દ્પ્રહાર થી કંટાળેલી ને છંછેડાએલી "ટુ બી વધૂ" નો કટાક્ષ! } " હા એમ જ લાગે છે! " - { માતા નો " હું પણ તારી માં છું"  ના લય માં પ્રતિ કટાક્ષ ! } "મારા લગ્ન ની બધી જ જવાબદારી હું લઈશ તો તમે બધા શું કરશો? "  - { લગ્ન અને તેની જવાબદારી મોટેભાગે ઘરના વડીલો જ લેતા હોઈ કન્ફ્યુઝ્ડ "ટુ બી વધૂ" નો પ્રત્યાઘાત ! } " છોકરો પસંદ કરવા જેટલી તું મેચ્યો

આ "ફ્રેન્ડશીપ ડે " પર કરવા જેવો એક લાગણીભીનો પ્રયોગ..

બીપ , બીપ, ... બીપ , બીપ...  રાતના ૧૨ વાગવા થી જ શરુ થઇ જતી એસ.એમ.એસ ની  આ સાયરન ને આજે "પેઈડ એસ.એમ.એસ " હોવાનું રીસટ્રીક્શન  પણ નઈ  નડે.. આજે રવિવાર , એટલે મોડે સુધી ચાદર તાણી સૂર્યવંશી બની દીવા સ્વપ્નો સાથે ગુફતેગો કરવાની જાહોજલાલી!  પણ આ શું ? આજે સવારે ૬ વાગવા માં જ દિવસ શરુ થઇ ગયો ?  રોજ ઉઠાતાની સાથે ટીવી ના રીમોટ ને હાથ માં લેવાની આદત ને પણ આજે રવિ વાર ની રજા મળી કે શું ?  અને ક્યારેય ભૂલે ચુકે રસ્તો ભુલાતા જ્યાં  પહોંચી જવાતું એ રસોડા માં આજે બને છે એક "ચાઈ ગરમ - સ્પેસીઅલ " .. અને સાથે ગરમ ગરમ આલું - પરોઠા .. રવિ વારે રજા ની મઝા માં મેસ્ડ અપ અને મુન્જયેલો રહેતો ડ્રોઈંગ રૂમ ને  આજે સ-રસ ને સુવ્યવસ્થિત ગોઠવ્યો ત્યારે ખબર પડી કે ડ્રોઈંગ રૂમ ના રાત પડે  આ ફટેહાલ  દીદાર  બનાવામાં અમને સહેજે કષ્ટ નથી પડતો પણ મમ્મી ચહેરા પર હમેશા રમતી એ "મધુબાલા  ઈસ્માઈલ " [ પપ્પા ખાનગી માં કહે છે તેમ જ તો! ] સાથે કેવું અમારા ઉઠતા પહેલા ઘર ને ઘર બનાવે છે, એની ઊંઘ ને સમય ના ભોગે..  પપ્પા ના બધા છાપા અને મેગેઝીન ને ટી- ટેબલ પર મુકતા

વ્હાલના દરિયા માં લાગણી વર્સીસ જવાબદારી ની સુનામી ...

"Have I told you how good it feels to be me, when I'm in you? I can only stay clean when you are around. Don't let me fall. If I close my eyes forever, would it ease the pain? Could I breathe again? Maybe I'm addicted,  I'm out of control,  but you're the drug  that keeps me from dying.  Maybe I'm a liar,  but all I really know is  you're the only reason I'm trying ... " "ભૂમિકા , આ કેવો રીંગ ટોન રાખ્યો છે ? તારા મોબાઈલ ને સાઈલેન્ટ કર અથવા રીસીવ કરી ને વાત કર.. અમને  તારી રીંગ ટોન થી અમારા આજ ના ઇન્ટરેસટીંગ ડિસ્કશન માં ડીસ્ટર્બ થાય છે! " - પલ્લવીબેન ઉવાચ.. "હા રે , ઉર્વી [મારી એક ની એક વહાલી બેન ] નો ફોન છે , આ ચેપ્ટર પતવા જ આવ્યું છે , હું એને કોલ બેક કરી દૈસ.. તમે તમારા  " મેલ વર્સીસ મોબાઈલ ના ડીફરન્સ " નું ડિસ્કશન ચાલુ રાખો! "- કાન કથા માં હતા ને નજર કિતાબ માં , મલ્ટીપ્રોસેસિંગ નો ફંડો કોને કહ્યું નવો છે ? હું તો વર્ષો થી એપ્લાઇ કરતી આવી છું ..