"બેબુ , જલ્દી કર ને ... મારે એક અરજન્ટ મીટીંગ માં જવાનું છે! એન્ડ પ્લીસ આજે લંચ ફીનીશ કરજે , તારા ફેવરીટ આલું ના પરોઠા બનાવ્યા છે! " - ટીનએજર દીકરી ની બેગ પેક કરી એને હાથ માં થામાંવતા માં એ રોજની સ્ટીરીઓટાઈપ સલાહ આપી... જે કદાચ હવે એમની બેબુ ને અડતી પણ નથી! "મોમ, નોટ અગેન ! આઈ ટોલ્ડ યુ ! આઈ એમ ઓન ડાયેટ! આલું કે પરોઠે સાઉન્ડ્સ સો ફિલ્મી એન્ડ અનહેલ્ધી ! આઈ વિલ હેવ ફ્રુટ જ્યુસ એટ કેન્ટીન. " - નવી હેર કટ માં પોતે કેવી હેપ લાગે છે એ જોઈ ને ખુશ થતી ફિગર કોન્શિયસ બેબુ ખુશ થતા ટહુકી .. " કમ ઓન બેબુ! યુ આર ઇન શેપ ઓલરેડી! મેં આજે સવારે વહેલા ઉઠીને સ્પેશિયલી તારા માટે પરોઠા બનાવ્યા , આજનો દિવસ ખાઈલે .. કાલ થી ડાયેટ સ્પેશિયલ કઈ બનાવીસ! " - રાતે [!!!] ઓફીસ નું પેન્ડીંગ કામ પતાવીને ઊંઘી ત્યારે પતિ ને બાળકો ને ક્વોલીટી ટાઈમ ના આપી શકવાની ગીલ્ટ , કદાચ આજે સવારનું રીચ મેનુ બની! પતિ ની પસંદગીના કોફતા અને બેટી ની પસંદગી ના પરોઠા , અને પોતાની પસંદગી નું ? .... કદાચ પોતાનું અસ્તિત્વ તો આ ગીલ્ટ નીચે ક્યાય ધરબાઈ ગયું એ આ બીઝી લાઈફ માં રીયલાઈઝ પણ નથી થયુ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)