Skip to main content

હું નાસ્તિક નથી!ભક્તિ કરવાની મારી જુદી રીત છે!


"સત્યનારાયણ દેવ ની કથા "
આ રવિવાર ખાસ હતો.. કેમકે રોજીંદી સાફસફાઈ, ખરીદી, ઘરકામ અને બપોરની ઊંઘ સિવાય એક ધાર્મિક કાર્ય રાખ્યું હતું ઘેર! શ્રાવણ મહિનો એટલે ભક્તિભાવ નો મહિનો... [ભક્તિ એટલે કોઈ છોકરી નું નામ ના સમજતા !] અને અમારા કુટુંબ માં બધા કરતા જરા ઊંધું છે! મારા પતિદેવ બૌ જ ધાર્મિક ! સવાર ના મંદિરે દર્શન કાર્ય વિના મુખ માં અનાજ નો દાનો ભૂલ માં પણ ના જાય! ઘેર પણ સમયસર સેવા [પૂજા] કરે અને હનુમાનજી ના પાઠ પણ નિત્ય કરે.. ભગવાન ના દરેક કામ માં એકદમ તૈયાર એ પણ દિલ થી!

પણ મારું જરા ઊંધું ! મને ભગવાન ના દર્શન કરવા બૌ ગમે, પણ કોઈ નિયમ ના ગમે! મારું માનવું એવું કે ભગવાન ને દિલ થી માનીએ અને દિવસભર સારા કામ કરવાનો પ્રયત્ન કરીએ એ પણ ઈશ્વર ની ભક્તિ જ છે! હું યમુનાષ્ટક ના પાઠ રોજ કરું, પણ મંદિરે રોજ જવાનો નિયમ પાળી નથી સકતી .. કદાચ મારી આળસ કે પછી મારી જીદ મારી રીતે ભક્તિ કરવાની!

કાલે કેયુર ની ઈચ્છા પ્રમાણે ઘેર સત્યનારાયણ ભગવાન ની કથા રાખી હતી! સ્નેહી-મિત્રો ને બોલાવ્યા હતા. ઘણી મઝા આવી. ઘણું નવું જાણવા-શીખવા મળ્યું! કથા કરવા આવેલા ગોર મહારાજ વિસ્તારથી કથા એના મર્મ સાથે સમજાવતા હતા એટલે મને પણ રસ જાગ્યો! નહીતો ૧ કલાક માં કથા પતાવવા ઝટપટ "એક હતો સાધુ વાણીયો... અને સૌ સારા વાના થયા " કરી પાડતા જ્ઞાની ઓ ની કથા માં મને તો બૌ ઊંઘ આવે!

કાલે મને કેટલી રસપ્રદ વાતો જાણવા મળી, જે અહી જાણવું છું ... કદાચ તમને પણ જાની ને મારી જેમ જ આશ્ચર્ય થશે અને મઝા પણ આવશે!

-- પહેલા તો કથા શરુ થતા જ ખબર પડી કે સૌભાગ્યવતી સ્ત્રી એ કથા માં બેસતી વખતે હાથ અડવા [કોરા] ના રાખવા! અને બંને હાથ માં બંગડી પહેરવી! [ મેં સ્ટાઈલ માં માત્ર એક કડું પહેર્યું હતું , ડ્રેસ ને મેચિંગ! ]
--પહેલી વિધિ માં મને મંત્રોચાર સાથે કેયુર ની એક પ્રદક્ષિણા કરાવી... અને સમજાવ્યું કે શાસ્ત્ર કહે છે કે જે નારી તારાસ્નાન [ એટલે સવારે ૪ વાગે જયારે,જ્યારે તારા હોય ત્યારનું] કરી ઘરનું કામકાજ પતાવી, પોતાના પતિ ની એક પ્રદક્ષિણા કરે છે , તેના પતિ ની ઉંમર માં એક "ઘડી" વધે છે! [જોકે તારાસ્નાન કરવું થોડું અઘરું!]
--મહારાજે જણાવ્યું કે દત્તબાવની ગાવાથી ચાર [૪] વેદો નું પુણ્ય મળે છે!
--એ પણ જ્ઞાન વધ્યું કે તુલસીજી ભગવાન શંકર ના પુત્રી અને ગણપતિજી ના બહેન થાય! અને તેથીજ હમેશા ગણેશજી ની પૂજા પતાવી ને જ પ્રસાદ માં તુલસી રખાય!
--ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન છે તે નું જ્ઞાન મળ્યું!

અને સમજાયું કે ઘણી વાર ધાર્મિક વાતો માં પણ બૌ મઝા આવે!
પણ છતાં એક પ્રશ્ન મન માં રહી ગયો... મહારાજે જણાવ્યું કે "બધા દેવી-દેવતા મંત્ર વડે સાધ્ય છે!" અને મને નવાઈ થઇ... ભક્તિ માત્ર મંત્ર , સ્તુતિ, ભજન વડે જ થાય? સાચા દિલથી માત્ર ભગવાન નું ધ્યાન કરવું અને સારા કામ કરવા, બીજા ને ક્યારેય દુખ પહોંચે એવું કામ ના કરવું એ ભક્તિ નથી?

એક કથા કરાવા થતો ખર્ચો ગણી ને એ પણ વિચાર આવ્યો કે એક ગરીબ કે મધ્યમવર્ગ નો માણસ કથા કેમ કરી ને કરાવે? ભક્તિ તો મન થી કરે પણ કથા કરવા નો ખર્ચો કેમ કરી ને પહોંચી વડે? તો પછી એ ભગવાન ને કેમ કરી ને રીઝવી સકે? કઈ રીતે ભગવાન ની કૃપા દ્રષ્ટિ મેળવી સકે?

મારી પાસે જવાબ નથી!
હું નાસ્તિક નથી! છતાં હું મારી રીતે, મારી માત્રા માં કૈક જુદી રીતે આસ્તિક છું! મારી આસ્થા માત્ર ભગવાન માં જ છે! ભક્તિ કરવાની મારી જુદી રીત છે!

Comments

Rinku said…
wow thanks mam aaje mane pan navi navi waato khabar padi thanks to u ...
bolo shri satyanarayan dev ki Jay...
Minal said…
હું નાસ્તિક નથી!ભક્તિ કરવાની મારી જુદી રીત છે!
-----------------------------------
સ્ત્રીઓ પાસે થી સમાજ એક જ રીત થી ટેવાયેલો છે, કટ્ટર ધાર્મિકતા મતલબ ક્રિયા કાંડ થી ભરપુર. જેનો અમલ દરેક માટે સાહજિક નથી ભગવાન માં આસ્થા છતાં.
હું માનું છું કે જ્યાં સુધી તમે કોઈ નું દિલ નાં દુભાવો , માણસ પ્રત્યે પ્રેમ- કરુણા ની લાગણી અને સારા કર્મો કરો ત્યાં સુધી ક્રિયા કાંડ નાં કરવા છતાં તમે ' નાસ્તિક' નથી. મન માં પ્રભુ છે એજ શું કાફી નથી?

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...