Skip to main content

Posts

Showing posts from February, 2014

લાઈફ સફારી~૬૦: કસોટી ઝિન્દગી કી!

***  “મોમ, આજે મારા ફ્રેન્ડઝ આવવાના છે! તું પ્લીઝ કિચનની બહાર ના નીકળીશ! આઈ ફીલ શેમ ઇન્ટ્રોડ્યુંઝીંગ યુ ટુ ધેમ!”- ચૌદ પંદર વર્ષની બેબલી એની એજ્યુકેટેડ, સોફેસ્ટીકેટેડ,વર્કિંગ મોમને લગભગ ખખડાવી જ નાખે છે! “બેટા, વોટ્સ યોર પ્રોબ્લેમ! તને કેમ મારાથી શરમ આવે છે? હું એજ્યુકેટેડ છું, સારી જોબ કરું છું, ઈંગ્લીશ સ્પીકિંગથી લઈને એટીકેટસમાં પરફેક્ટ છુ. તું છેલ્લા પંદરેક દિવસથી કેમ મારી સાથે આવું બીહેવ કરે છે?”- છેલ્લા પંદરેક દિવસથી પોતાની દીકરીનું ઇન્સલટીંગ બિહેવિયર સહન કરી રહેલી એની મોમ આખરે અકળાય છે. “તને નહિ સમઝાય મોમ! યુ પ્લીઝ કીપ આઉટ ઓફ ઇટ. મારા ફ્રેન્ડઝથી દુર રહેજે.”- એકદમ એટ્ટીટયુડથી ટીનએજ દીકરી બોલી જાય છે!  “તું સમઝાવીશ તો સમઝાશેને? ટેલ મી, એક માં તરીકે તને મારામાં શું ઓછું લાગ્યું? શું હું એક પ્રેમાળ, કેરિંગ, જવાબદારીપૂર્ણ માં નથી બની શકી? શું મેં તને પુરતો પ્રેમ નથી કર્યો? શું તારી નાની અમથી જરૂરીયાતથી લઈને મોટી અને બિનજરૂરી ફરમાઈશો પણ મેં એક અવાજે પૂરી નથી કરી? શું તારા ભણતર, કેરિયર કે સર્વાંગી વિકાસ માટે હું જાગૃત નથી રહી? હું ક્યાં ચુકી ગઈ છું એમ માં તરીકે- કે આજે તું મને આવા શબ્દો …

લાઈફ સફારી~૫૯: સ્ત્રી, સફળતા અને સેક્રીફાઈઝ!

શેરિલ સેન્ડબર્ગની સલાહ મારી સ્ટોરી સાથે! *** 
તમે, શિખર અને શ્રદ્ધા આજે કેમ્પસ ઈન્ટરવ્યું માટે જઈરહ્યા છો. ફોર અ ચેન્જ આજે તમે અને શ્રદ્ધાએ કોલેજ રૂટીન એવાવેસ્ટર્ન વેરની જગ્યાએ ટ્રેડીશનલ સલવાર કમીઝ ધારણ કર્યા છે. શિખર એના કેર ફ્રીએટ્ટીટ્યુડથી એકદમવિપરીત એવાફોર્મલ્સમાં આજે એકદમશરીફ અને સિન્સિયરલાગે છે! "યાર, મને તો બહુ જ બીક લાગે છે. આઈ મીન, આપણે ભલે સ્ટડીઝમાં સારા છીએ, રેન્કર છે, મહેનતુ છીએ.. પણ ઈન્ટરવ્યું શબ્દ સાંભળીને જ મને તો પસીનો વળી ગયો છે. આપણા સિલેક્ટ થવાના ચાન્સીસ કેટલા ઓછા છે, રહેવા દેને યાર... નથી જવું કેમ્પસ માટે!"- શ્રધ્ધાએ ઇન્ટરવ્યુની બીકમાં જાણે પોતાના પરની શ્રધ્ધા ગુમાવી દીધી! "કમ ઓન! આપણે ત્રણ જ નહિ, આખી કોલેજ જાણે છે તારું ઇન્ટેલેક્ચ્યુઅલ કેલીબર. ડોન્ટ બી સ્ટુપીડ। ઈન્ટરવ્યું આપવાનો જ છે અને સારી એવી સેલેરી પણ ડીમાંડ કરવાની છે. તમે બંનેએ વિચાર્યું કેટલી સેલેરી ડીમાંડ કરશો? આપણે નેગોશીએટ નાં કરીએ તો આ કંપની-જાયન્ટ્સ સામેથી કઈ આપે એવા નથી!"- શિખર જાણે ઇન્ટરવ્યુંમાં સિલેક્ટ થઇ જ જવાનો છે એમ ફ્યુચર સેલેરી અને પર્ક્સની ડીમાંડની ગણતરી કરવા લાગ્યો. "મેં…

લાઈફ સફારી~૫૮: તો આ વર્ષે તમારો વેલેન્ટાઈન કોણ છે?

***
અચાનક આજકાલ રોજના એ જ રસ્તાઓ પર લાલ રંગ વધુ જોવા મળે છે.. (જાણે બીજા બધા કલર્સને દેશ નિકાલ આપી દીધો હોય!) એકસામટા ખુબ બધા મોટા મોટા સફેદ કલરના ટેડીબીયર્સ હાથમાં “આઈ લવ યુ” લખેલું લાલ દિલ લઈને છેક રોડ પર આવી બેસે છે! (“આઈ લવ યુ” લખેલા દિલ જ રસ્તા પર આવતા હશેકે શું? ) મોટા મોટા હોર્ડીંગ્સ પર, ટીવી-રેડીઓ-ન્યુઝ પેપરની જાહેરાતોમાં પણ – તમે આ વેલેન્ટાઈન્સ ડે પર શું કરવાના છો?- એ ચિંતા સાથે સલાહ, સુચનો અપાય છે! (કેન્ડલ લાઈટ ડિનર, ડીજે પાર્ટી, સરપ્રાઈઝ ગીફ્ટવિગેરે પહેલેથી જ પ્લાન ના કરો તો તમે શહેઝાદે સલીમના અબ્બુ જેવા બોરિંગ, નોટ હેપનિંગ, ખડ્ડુસ અને ઓલ્ડ ચિતરાઈ જાઓ!) એક એવો તહેવાર જે ઓફિશિયલી ભલે તહેવારના લીસ્ટમાં નથી- પણ એનું સેલેબ્રેશન પાંચ વર્ષના બચ્ચાઓથી લઈને પંચાણું વર્ષના બુઝુર્ગો પણ હોંશે હોંશે કરે છે- શું છે આ વેલેન્ટાઇનસ ડે? પહેલાના જમાનામાં દિલમાં જન્મેલી આ ઈશ્ક્વાળી ફીલિંગ્સ દિમાગ સુધી પ્રોસેસિંગમાં પણ નાં જઈ શકતી એટલી સિક્રેટ રહેતી.મર્યાદા, શરમ, સંકોચ, સંસ્કાર જેવા ભારેખમ શબ્દોની આડાશમાં પ્યાર-ઇશ્ક-મહોબ્બતની છુપી-નાજુક લાગણીઓ ક્યાય દફનાવી દેવાતી- દેવી પડતી! અને આજે...? આજે હાજર …