" હવે તું HUMMmmmm બોલવા સિવાય કઈ બોલીશ? આ વખતે મારું મોબાઈલ નું બીલ ૬૦૦ રૂપિયા આવ્યું છે, હું તને મોકલીશ , કુંવરજી ને કેજે ભરી દે! અને તે હજી માટી orkut ની testimonial નથી લખી! ક્યારે લખીશ? મુરત જોવાનું છે? હીર હવે ૩ મહિના ની થઇ ગઈ, તું અને રમાડવા ક્યારે આવાની છે ? અને તે તારા dissertation નું શું કર્યું? ક્યારે પતાવાની છે? અને તને યાદ છે ને USA જાય એટલે દર મહીને હીર માટે રમકડા અને કપડા મોકલવાના , અમારું લીસ્ટ અમે તને મેઈલ કરતા રહીશું ....પણ તને એ થોડું યાદ રહેવાનું ? USA જાય એટલે પત્યું , કુંવરજી મળે એટલે અમને તો ભૂલી જ જઈશ... મને ખબર છે નહિ ભૂલે પણ યાદ પણ ની કરે, બૌ બીઝી થઇ જશે... પછી કોણ આમ વારે ઘડીએ ફોન કરવાનું... તું પણ mady અને henz ની જેમ બહાના બતાવતી થઇ જઈસ, અને હું માની પણ જઈસ કે તું બહુ બીઝી અને તારી પણ ચિંતા કરવા લાગીસ જેમ પેલા ૨ માટે જીવ બાળુ છું તેમ ! હું તો હીર ને સમજાવી દેવાની છું કે FRIENDS બનાવતા પહેલા બોન્ડ લખવાનો નહીતો બધા લાગણી બાંધી ને NRI થઇ જાય છે! "
આ અમારો રોજનો સંવાદ ... અમે એટલે હું અને પીનલ પટેલ, જેને અમે બધા પહેલા ચકલી કહીએ જે ધીમે ધીમે modify થઈને chaks અને pins થઇ ગયું ! આમ તો અમે રોજ વાત કરીએ [સારું છે mobile અને internet જેવી સવલતો છે...] , છતાં અમે રોજ ઝગડીએ... હું ઝગડું અને એ સાંભળી ને હસે.. અને ઝગડવાનું કારણ માત્ર એ જ કે બહુ જલ્દી મારી આ વ્હાલી સખી મારાથી ખુબ ખુબ દૂર જવાની છે!
આમ તો અમે ૪ મિત્રો .. પીનલ, માધવી,હું , હેના ...
[તસવીર ના ક્રમ માં!]
એમાં માધવી USA જતી રહી , અને હેના AUSTRALIA ... બાકી રહ્યા અમે ૨ , એમાં પણ પીનલ ગયા december માં અડધી NRI થઇ ગઈ... [સગાઇ થઇ ગઈ એટલે જ તો!]
મારા FRIENDS .... અમે ૪ એટલે જાણે દુનિયા ના ૪ ખૂણા [જોકે હું તો એવું ભણેલી કે પૃથ્વી ગોળ છે !]..અમે જેટલા એકબીજા ની નજીક એટલુંજ અમારા બધા નું વ્યક્તિત્વ એકબીજા થી જુદું! હું કેવી - એ તો તમે હવે જાણી જ ગયા હસો, એટલે વધુ નહિ કહું!
ચાલો તમને મારો મિત્રો ની ઓળખાણ કરાવું !
માધવી... ટૂંક માં કહું તો "લાલ-મરચું "... અમે અને medy કહેતા ... એકદમ allrounder , રસોઈ બનાવાની હોય , રસોઈ બનાવતા શિખવાડવાનું હોય, ભણવાનું હોય, ઝગડવાનું હોય, ભણાવાનું હોય, કોઈને જબરદસ્તી કઈ સમજાવાનું હોય , ટ્રેન માં જગા રાખવાની હોય.... કામ કંઈ પણ હોય , માધવી હોય એટલે no tension! આમ બૌ ગુસ્સા વાડી, પણ સ્વભાવે નાના બાળક જેવી સરળ અને નિર્દોષ... નાની વાત માં ખુશ થાય તો નાની વાત માં રડી પણ પડે[ જોકે બીજાને રડાવાનો રેકોર્ડ મારો અને એનો સરખો જ -વધારે!] ... મારા આગળ ના રસોઈ ના પ્રયોગો વાંચ્યા હશે તો ખબર પડી ગઈ હશે કે માધવી રાંધણ કળા માં મારી ગુરુ! અને કોઈ પણ પ્રોબ્લેમ નો સામનો કેમ કરવો એ તેને જ મને શીખવાડ્યું . અમે બંને એકબીજાનું face reading એકદમ perfectly કરી શકીએ! આજે તો એ અને કૌશલ [ મારા પહેલા જમાઈ ! ] USA છે ... બીઝી છે , છે.... પણ મારી યાદો માં મારી બહુ નજીક છે! હજુ મારા સપના માં આવે, આંખ બંધ કરું ને તરત એમની પાસે પહોંચી જાઉં!
હેના :: હેના પટેલ... નામ હી કાફી હે! પટેલ , એ પણ પાછા ધર્મજ ના એટલે પૂરે પુરા ડોન વાળા ગુણો! એકદમ cool attitude ! ભણવામાં બહુ હોશિયાર.. અને વધારે પડતી નિયમિત અને સીરીયસ , અમારી સંગત માં એકદમ સુધરી ગઈ! [સુધરી ગઈ! ] આમ તો મારાથી ઉંમર માં ઘણી નાની પણ સલાહ બૌ મોટી આપે! movie જોવા અને રખડપટ્ટી કરવા હરહમેશ તૈયાર! સ્વભાવે એકદમ સરળ પણ બહુજ હિંમતવાળી! અને radio mirchi ની મારા જેવી જ fan! આખી રાત રેડીઓ સંભાળવાનો અમને બંને ને શોખ! અત્યારે તો એ અને મોન્ટુ બંને Australia છે, બહુ જ બીઝી છે... પણ મારી હીર ના જન્મ ના દિવસે એની પહેલી gift હેનામાસી ની જ હતી... Australia થી પ્લાન કરી ખાસ એ જ દિવસે મળે એવી વ્યવસ્થા કરી હેના એ! હવે હું રાહ જોઉ છું december ૨૦૧૦ ની , કેમકે હેના ત્યારે India આવાની છે!
અને છેલ્લે "નાનો પણ રાઈ નો દાનો! " ... પીનલ એટલે કે pins, chaks !! અમારા બધા માં સૌથી ઓછું બોલવાનું એનું! બોલે ઓછું પણ થોડા માં બૌ સમજાવી અને સંભળાવી દે! ક્રિકેટ, મુવી, પાણી-પૂરી, શોપિંગ અને [December થી] કુંવરજી એની લાઈફ-લાઈન .... તમે કેટલું પણ લાંબુ ભાષણ આપો એ શાંતિ થી , ધીરજ પૂર્વક સંભાળે અને જવાબ માં કહે.... હુમ્મ્મ્મ ! બહુ જ સંવેદનશીલ પણ એને લાગણી વ્યક્ત કરતા બિલકુલ ના આવડે! કોઈ પણ કામ એકદમ શાંતિ થી કરે.. અને કામ ના કરવું હોય તો એ ના કરવા ના એની પાસે ૧૦૦૦ બહાના હોય! અને એ તમને મનાવી ને જ રહે! ફોટા પાડવાનો એને બૌ શોખ! અને પટેલ એટલે તૈયાર થવાનો શોખ તો હોય જ! પહેલી વાર જોઇને બહુ શાંત અને સમજુ લાગે... પણ અમારા બધા માં એ સૌથી વધારે તોફાની! અમે કરેલા બધા તોફાન [આ પછી ની પોસ્ટ માં લખીશ!] માં master mind મોટે ભાગે એનું જ રહે! હમણાં થી પીનલ બહુ વ્યસ્ત છે! અડધો દિવસ ઊંઘવામાં અને અડધો દિવસ કુંવરજી સાથે વાત કરવા માં ! પીનલ સાથે હું બહુ ઝગડું! [india માં ફોન કરી ઝગડવું સસ્તું છે.. હવે એ USA જશે તો ઝગડવું પણ મોંઘુ પડે! એટલે ૨-૩ વરસ નું સાથેજ ઝગડી લેવાનો પ્લાન છે!] પણ... એ december માં બૌ દૂર જવાની એ વિચારું એટલી વાર મારી આંખો ભીની થઇ જાય છે!
મારા મિત્રો આજે મારાથી બહુ દૂર છે! પણ છતાં હું હમેશા એમની બહુ નજીક છું! અમે બધા ભલે ગમે એટલા બીઝી રહીએ પણ યાદો માં એકબીજા ની હુંફ મેળવતા રહીએ છે!
મને આશા છે કે મારા NRI મિત્રો થોડા વર્ષો પછી India પાછા આવી જશે, કાયમ માટે.. મારી પાસે!
તમને શું લાગે છે?
[મારું દિલ કહે છે મારા મિત્રો જરૂર થી કાયમ માટે પાછા આવશે! પણ દિમાગ જાણે છે ... કોણ પાછું આવ્યું NRI થયા પછી ?]

Comments
Hats off to yr frndship MAM.....
Very nice description of ur frnds.
Above all that's a life and time changed everything.
with time i miss my friends more n more...
& believe me... koi vaar NRIs paachha aave chhe....
@Ak agree NRI pa6aa aave 6e! As like me i'm thinking everyday to come back desperately but ....God knows when i become successful. :P