સમય : સાંજ ના ૮:૩૦ [ અંકલેશ્વર માં એને રાત કહી શકાય!]
સ્થળ : અંકલેશ્વર રેલ્વે સ્ટેશન
હમણાં હમણાં કોલેજ માં exams ચાલે છે ... છેલ્લા એક મહિના થી અનિર્ણિત exams આખરે હેમખેમ લેવાઈ રહી હતી! [છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીઓ અને university વચ્ચે કોર્ટ માં પરીક્ષા ની તારીખ ને માટે કેસ ચાલતો હતો! જે કાયમ પ્રમાણે વિદ્યાર્થી ઓ ના પક્ષ માં પૂરો થયો! ] હું સયાજી એક્ષ્પ્રેસ્ ટ્રેન માં થી ઉતારી મારા સ્કુટી ના પાર્કિંગ તરફ જતા જતી વિચારો માં ખોવાઈ ગઈ!
exam time એટલે અમારા lecturers માટે બહુ અઘરો સમય ... મારા માટે તો ખાસ , કેમકે મને supervision કરવું બિલકુલ ના ગમે ! ૩ કલાક સતત જે તે વર્ગ માં આંટા-ફેરા કરવા ના , ઢગલો ફોર્મ ભરવાના, વિદ્યાર્થી ઓ ને CID વાળા કોઈ CRIMINAL ને treat કરે એમ શંકા થી જોયા કરવા નું! બહુજ કંટાળાજનક! છતાં આવે મારી જવાબદારી માં , એટલે ગમા-અણગમા ને બાજુ પર રાખી નિષ્ઠાપૂર્વક કરવું જ પડે! એક અઠવાડીયાથી supervision કરી હું લગભગ ટેવાઈ ગયી હતી... ઘણું નવું જાણવા મળતું આ નવી generation વિષે! જૂની યાદો તાઝા થઇ જતી... અને અનાયાસે યાદ આવી જતું કે એક વિદ્યાર્થી તરીકે પરીક્ષા નો સમય હું કેટલો તાણમાં વિતાવતી! પરીક્ષા ના સમય માં તો ઘણી વાર વિષય અઘરો હોય તો પેપર પૂરું થાય ત્યાં સુધી સમય શક્ય એટલો બચાવી ને વાંચવા નું [ નહાવા ને પણ સાંજ સુધી વિરામ આપવાનો! આમ પણ અગલા દિવસે સાંજે જ નહાયું હોય એટલે ૨૪ કલાક તો ચાલે એમ ગણી લેવાનું! ] , જમવાનું પણ cancel ! ત્યાં તૈયાર થઇ ને કોલેજ જવાની તો વાત જ ના આવે! જે હાથ માં આવે તે સદા કપડા પહેરી, વાળ જેમતેમ સરખા કરી એકદમ ટાઇમ પર પહોંચાય એમ જવાનું! મહત્વ પરીક્ષા નું હતું , દેખાવ નું જરાય નહિ! [હા, સભ્ય માણસ જેવા તો તૈયાર થવું જ પડે!] !!! હવે જમાનો બદલાયો... માત્ર ૫-૬ વર્ષ માં જ કેટલો change! વિદ્યાર્થી ઓ પરીક્ષા માં લખવા તો તૈયાર હોય જ સાથે એમના દેખાવ માટે પણ પુરા સભાન! જેટલી તૈયારી પરીક્ષા માટે કરી હોય તેટલી જ જાત માટે કરી હોય, સારા દેખાવા! કેટલું સરસ!
વિચારો ની સાથે આંખ અને કાન પણ alert હતા! આ અંકલેશ્વર છે જ્યાં સાંજે ૮:૩૦ વાગે રેલ્વે સ્ટેશન પર એકલા હોવું એટલે થોડું ભયજનક! પણ મારી સાથે બીજી ૨ મિત્રો હતી ,જે તેમની જોબ ની કોઈ મસાલેદાર gossip share કરી મઝા લઇ રહી હતી... અચાનક ટ્રેન માંથી એક પ્લાસ્ટિક ની બોટલ આવી ને મારા પગે અથડાઈ !! અમે અવગણી આગળ વધ્યા... પણ બીજી ૫ મિનીટ માં જ બીજી એક બોટલ એ મારી મિત્રો ને નિશાન બનાવી અને અમે સાવધ થયા! આ જાણીજોઈને અમને હેરાન કરવા ફેંકી હોવાનું અમને સમજાઈ ગયુ અમે ચુપચાપ માથું નીચે રાખી ચાલતા રહ્યા !! બોટલ પછી શરુ થયો શબ્દો નો પ્રહાર ! એવા અશિષ્ટ અને અભદ્ર શબ્દો અને અસભ્ય માંગણી ઓ જે હું અહી લખી તો ના જ શકું, પણ મેં ક્યાય હજુ સુધી સાંભળ્યા નથી ...
અમે ૩ , ચાલતા રહ્યા અને સંભાળતા રહ્યા, માથું નીચે રાખી ને! બોલનાર પણ વધુ ને વધુ અસભ્ય બનતો ગયો... પણ અમારા માટે આ રોજનું થઇ રહ્યું! જો ટ્રેન ઉભી હોત અને કોઈ આવું અસભ્ય વર્તન કરે તો અમે અને ટ્રેન માંથી ખેંચી ને બરાબર પાઠ ભણાવી શકીએ એટલા અમે સક્ષમ છે! પણ ટ્રેન ચાલુ થાય પછી કરતી છેડતી અમારે ચુપ ચાપ સંભાળવી જ રહી... સંભાળતા સંભાળતા એક આંસુ સારી જાય છે અને ફરી મગજ ચકરાવે ચઢે છે ...
શું અમે સલામત છીએ? શું શારીરિક છેડતી જ નુકશાન કરે? માનસિક છેડતી હમેશા અવગણવાની? શું નોકરી કરતી દરેક female પર બધા ને price-tag દેખાય છે? રાતે કામ ના કારણે કે કોઈ પણ કારણે મોડા ઘેર પહોંચો એટલે ચરિત્ર ખરાબ જ હોય?
હું વિચારી રહી... નોકરી કરી ઘર ને ટેકો કરતી [અને એ માટે કેટલી હાડમારી વેઠતી] સ્ત્રીઓ માટે સમાજ ની દ્રષ્ટિ ક્યારે બદલાશે???
આ નિરાશા ભર્યા વિચાર સાથે પણ હું ખુશ છું!
હું ખુશ છું અને મન માં ક્યાંક મને ગર્વ થયો મારા કુટુંબી જનો પર, કે જેમને આ પરિસ્થિતિ ની જાણ હોવા છતાં પૂરે પૂરી આઝાદી આપી છે , મારી ઝીંદગી મારી રીતે જીવવાની , જોબ કરવાની, મોડા આવવાની ! જેમને મને સક્ષમ બનાવી છે આવા પ્રસંગો એ નીડર રીતે વર્તવા અને જરૂર પડ્યે હિંમતપૂર્વક સામનો કરવા! અને પ્રેમ આવે છે મારા જીવનસાથી પર જે કરે છે હમેશા મારા પર વિશ્વાસ - વિશ્વાસ કે હું હમેશા સાચ્ચી છું અને સક્ષમ છું મારા problems solve કરવા ! અને જે આપે છે મને એક હુંફ કે જ્યાં હું ડરી જઈશ ત્યાં એ હમેશા હશે મારી સાથે - મારા માટે!

Comments
I just want to smile from my heart abt. your feelings and writing. Kudos to women like you including me!! :P
http://ibnlive.in.com/videos/97799/watch-woman-molested-on-patna-streets.html