"maa'm we could attend the whole paper with options! "
સાંભળી ને હું ખુબ જ ખુશ થઇ! [આમ પણ વખાણ સાંભળવા કોને ના ગમે? સાચું કહો તો!] , કાલે હું જે વિષય ભણાવતી "Language Processor [Compiler Design]" તેની પરીક્ષા હતી, અને હું ખુશ હતી કે મારા વિદ્યાર્થી ઓ નું પેપર સારું ગયું. એક સંતોષ હતો કે મારી મહેનત ફળી!
અને એ સાથે મને યાદ આવી ગયું કઈ ખાસ... કોઈ ખાસ... કોણ?
મારું પહેલું બાળક , ના બાળકો - મારી પહેલી batch : 02cps [including 03cps -diploma વાળા ]
મારી કારકિર્દી એક લેકચરર તરીકે મેં શરુ કરી A.D.Patel Institute of Technology , New Vidhyanagar થી.. હજુ તો મને B.E. પૂરું કાર્ય ને ૬ મહિના માંડ થયા ત્યાં હું બની ગઈ મેડમ!
ત્યારે હું હતી ભૂમિકા દેસાઈ. દેખાવ પણ એક વિદ્યાર્થી જેવો જ! અને પાછો કોલેજ માં લેકચરર ને કોઈ ખાસ ડ્રેસ નહિ એટલે વિદ્યાર્થી અને મેડમ /સર ઓળખવા બહુ અઘરા! [ મને યાદ છે મેં નવી જોબ શરુ કરી ત્યારે, કોલેજ માં ખુબ ઓછા સ્ટાફ મેમ્બર્સ મને ઓળખાતા , એક દિવસ એક વિદ્યાર્થી ઓ નું ટોળું બંક મારી ને ભાગી રહ્યું હતું , અને હું મારી લેબ પૂરી થતા સ્ટાફ રૂમ માં પછી જઈ રહી હતી. અમારા પ્રિન્સિપાલે એ ટોળા ની સાથે મને પણ વિદ્યાર્થી સમજી ને ખખડાવી દીધી હતી! ]
જીવન માં પહેલવહેલું બધું જ બૌ ખાસ હોય! પહેલો પ્રેમ, પહેલું બાળક, પહેલી જોબ [પહેલા લગન ના કેવાય! -ઈ એક જ હોય, પહેલા ને છેલ્લા, ગમે કે ના ગમે!] ... મારી કારકિર્દી ની શરૂઆત માં જ મને જે પહેલો ક્લાસ ભણાવા આપવામાં આવ્યો, એ મારા જીવન સાથે ખુબ ખાસ રીતે જોડાઈ ગયો. 02cps તરીકે ઓળખાતી આ બેચ માં મેં પ્રથમ subject ભણાવ્યો "numerical methods " , આ પછી તો મેં ૩ વર્ષ સતત એમના ક્લાસ માં ભણાવ્યું , દરેક સેમિસ્ટર માં એક સબ્જેક્ટ તેમના ક્લાસ માં તો લેવાનો જ!
એક ખાસ લગાવ થઇ ગયો ત્યારથી મને એ વિદ્યાર્થી ઓ માટે.. આજે તો એ બધા ખુબ સારી સારી જગાએ કારકિર્દી બનાવી ને સેટ થઇ ગયા છે , છતાં હું બને ત્યાં સુધી દરેક ના સંપર્ક માં રહેવા બનતો પ્રયાસ કરું છું! જેમ પોતાના બાળક માટે થાય એવી ખુશી મને તેમની પ્રગતિ જોઇને કે એમના સગાઇ-લગન ના સમાચાર સાંભળી ને થાય છે!
કારણ બૌ સરળ છે, કેમકે હું ગણું છું એમને મારું પહેલું બાળક ! [૬૦ વિદ્યાર્થીઓ !]
અને વિદ્યાર્થી ઓ પણ એટલાજ પ્રેમાળ, સરળ, હોશિયાર, તોફાની...... એક લાંબુ વિશેષણો નું લીસ્ટ અહી હું લખી શકું છું! ટૂંક માં ભણવા , તોફાન કરવા કે કઈ પણ આયોજન કરવા બધા માં નંબર-૧ !
મેં જયારે તેમના ક્લાસ માં પ્રથમ લેકચર લીધો, મને જરાય અસહ્જીક ના લાગ્યું, એમનો વર્તાવ , હુંફ અને પ્રેમ મને પ્રથમ દિવસ થી એક પોતાના પણા ની લાગણી કરાવતો! હું એમને ભણાવતી ત્યારે દરેક વિષય પ્રથમ વખત જ લેતી હતી , આથી મારે પણ ખુબ મહેનત કરવી પડતી, અને ઘણી વાર ઘણા સંદર્ભ માં હું સારું ના પણ શીખવાડી શકાતી . છતાં પણ વિદ્યાર્થીઓ તરફથી સરખો જ આદર અને પ્રેમ મળતો. મારી ઘણી ભૂલો કે ગેરસમજો [વિષયલક્ષી ] ખુબ જ નમ્રતા અને સરળતા થી મને મારા વિદ્યાર્થીઓ એ સમજાવી છે! એમની સાથે ના એ ૩ વર્ષો મારી જિંદગી માં ખુબ ખાસ છે , અને જાણ્યે અજાણ્યે કાયમ મારા નવા વિદ્યાર્થીઓ ને હું એમનું ઉદાહરણ આપી બેસું છું કે સરખામણી કરી દઉં છું!
આજે મને એક લેકચર તરીકે ૫ વર્ષ થયા , મને મારા વિષય માં સારું એવું જ્ઞાન છે. અને નવું શીખતી પણ રહું છું પણ જે શીખવાનું એમની પાસે મળ્યું એ હમેશા મારી સાથે રહેશે! આજે હું ઘણા નવા-નવા વિદ્યાર્થી ઓ ને ભણાવું છું પણ જે લાગણી , હુંફ અને સમજણ તેમની સાથે વર્તાતી હતી તે હવે શક્ય નથી!
ખુબ યાદ કરું છું બધા ને... કોઈ એક કે બે હોય તો નામ દઈ વાત કરાય પણ પુરા ૬૦ વિદ્યાર્થીઓ અને એ પણ બધા એક એક ને ચઢે એવા , એટલે એમના વિષે વ્યક્તિગત લખવા બેસું તો અહી જગા પણ ઓછી પડે..
આજે બધા પોતપોતાની લાઇફ માં વ્યસ્ત અને સુખી છે! હું ખુશ છું ! છતાં ખુબ યાદ કરું છું સૌને અને એમની સાથે માણેલી યાદો ને!
મારા શુભાષીસ સૌને !

Comments
you are The Best ma'am for us...!!
my first batch -02cps were also smarter then me, but never did any show off !
Very Intersting Post...
Keep it....
Divyesh
http://www.krutarth.com
http://guj.krutarth.com
http://eng.krutarth.com
http://dreams.krutarth.com