“ગેલ્ઝ,
એની આઈડિયા ફોર મેકિંગ ફ્લેગ? આઈ મીન, કૈક ડીફરન્ટ, ઇનોવેટીવ અને ફ્રેશ આઈડિયા?” – ગુગલ
પર “હાઉ ટુ
મેક ફ્લેગ ફોર કિડ્સ પ્રોજેક્ટ” ટાઈપ
કરી, એના રીઝલ્ટની રાહ જોતા જોતા સેમ ક્વેશ્ચન મેં મારા ટ્રેન ફ્રેન્ડઝને કર્યો.
“ફ્લેગમાં
શું ઇનોવેટીવ કે ડિફરન્ટ આઈડિયા આવે? ફ્લેગ એટલે સેમ ઓલ્ડ ફ્લેગ...
ઓરેન્જ-વ્હાઈટ-ગ્રીન અને વચ્ચે પેલું બ્લુ ચકરડું!”- ખાલી એવી
સામેની સીટ પર પગ લંબાવી, હાથમાં સ્માર્ટફોન લઇ, પોતાની દુનિયામાં ખોવાઈ જતી –
ફ્યુચર ટીચર-સાઝીયા બોલી.
“તારા કરતા તો મારું “ગુગલ” વધુ ઇન્ડિયાપ્રેમી અને મારું સાચું મિત્ર છે! જો કેટ-કેટલા મસ્ત
ક્રાફ્ટ આઈડિયા આવ્યા છે રીઝલ્ટમાં – ફ્લેગ બનાવવા!”- ગુગલ પરથી થઇ, યુટ્યુબ પર ફ્લેગ બનાવવાની ઇઝી અને ઇન્ટરેસ્ટીંગ નાનો
વિડીયો હું જોઈ રહી.
“ગુગલ તો હોય જ ને ઇન્ડિયાપ્રેમી, ઢગલો કમાય છે ઇન્ડિયામાંથી તો! એને
શું ખબર અહી ઇન્ડિયામાં કેટલા લફડા અને કેટલી ઝંઝટો છે! વંદે માતરમ બોલવાથી પેટ
નથી ભરાતું અને દેશભક્તિની ભાવનાથી છોકરાઓની ફી ભરવા ફદીયા નથી નીકળતા! આ ઇન્ડિયા
છે, અહી કશુજ મહેનત કરવાથી કે ઈમાનદારીથી નથી મળતું! અહી વ્યહવાર-લાગવગ-ઘૂંસ-ચા
પાણી જેવા શોર્ટ કટ વગર એક કામ થાય તો સાચા અર્થમાં વંદે માતરમ બોલવાની ઈચ્છા થાય!”- છેલ્લા ૩ વર્ષથી ગવર્નમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરી રહેલી
સીમાની ગુસ્સા અને અકળામણની આજે બધી સીમાઓ ક્રોસ થઇ ગઈ કદાચ!
“ચીલ સીમા! એક તને તારા ડીપાર્ટમેન્ટમાં પરમેનન્ટ નથી કરતા એનો અર્થ એ
નથી કે આખો દેશ બેઈમાન અને જુઠ્ઠો છે! દરેકને મહેનત અને લાયકાત પ્રમાણે વહેલા કે
મોડા મળે જ છે! યુ હેવ ટુ કીપ પેશન્સ!”- વોટ્સએપની
દુનિયામાંથી બહાર આવીને સાઝીયા બોલી.
“પેશન્સ અને ચીલનાં
સ્પેલિંગ પણ ભૂલાઈ જશે, બીએડ કરીને જોબ લેવા જઈશ એટલે! કરપ્શન અને બેઈમાની તો આપણા
ઇન્ડિયાના “રાષ્ટીય-ગુણ” બની ગયા છે! યુ નો વોટ? પેક્ડ રેડી ટુ કુક ફૂડ આજકાલ તાજા-લીલા
શાકભાજી કરતા સસ્તું છે! ટુ-વ્હીલર તો હફ્તે ખરીદી લઈએ છે-લોન લઈને, પરંતુ એમાં
પેટ્રોલ પુરાવવા કોઈ લોન આપતું નથી! હવે તો લીલા શાકભાજી ખરીદવા પણ પર્સનલ લોન
લેવી પડે એવી પરિસ્થિતિ છે મિડલ ક્લાસની ઇન્ડિયામાં! આઈ જસ્ટ હેટ ધીસ કન્ટ્રી!”- મહિનાનું બજેટ ગોઠવતા પોતે વેર-વિખેર થઇ જતી સીમાનો આક્રોશ એકદમ
સાચો છે!
“મોંઘવારી વધવા પાછળ ઘણા કારણો હોય છે! યુ કાન્ટ બ્લેમ કન્ટ્રી ફોર
ધેટ! આ દેશે તમને ઘણું આપ્યું છે! ગામડાઓ અને શહેરોને જોડતા પાકા રસ્તાઓ, ચોવીસ
કલાક પાણી અને વીજળી, હોસ્પિટલ-સ્કુલ અને બીજી જાહેર વપરાશની સુવિધાઓ..શું નથી
આપ્યું આ દેશે તમને? આજે દુનિયામાં એક શક્તિશાળી દેશ તરીકે આપણો દેશ પ્રોજેક્ટ થાય
છે! એન્ડ વી શુડ બી પ્રાઉડ ઓફ ઇટ!”-સ્માર્ટ ફોનને ફોર અ ચેન્જ સાઈડ પર મૂકી સાઝીયા દેશ બચાવમાં આગળ આવી!
“ઓહ યે! વી શૂડ બી પ્રાઉડ ઓફ, વોટ? ઇન્ફ્રાસ્ટ્રક્ચર? ક્રેપ! ગામડા અને
શહેરોને જોડતા પાક્કા રસ્તાઓ માત્ર ગુગલ મેપ પર જ મળશે! ગામડાની વાત જવા દે, આપણા
સિટીમાં જ આ એક-બે વરસાદમાં રસ્તાની શું હાલત થઇ છે દેખાતું નથી? સરકારી
હોસ્પિટલોને પોતાને ટ્રીટમેન્ટની જરૂર છે! અને સરકારી સ્કુલની વાત કરીએ તો, શું
આપણે આપણા બાળકોને આ સ્કુલમાં ભણાવીશું? કેવી સુવિધા અને કેવી સવલત? ટેક્સ ભરી
ભરીને મરી જવાના, અને બદલામાં માત્ર શેખચલ્લી છાપ સપનાઓ! મારું ચાલે તો કાયમ માટે
આ દેશ છોડી યુ.એસ., કેનેડા કે ઓસ્ટ્રેલિયા જતી રહું. એટલીસ્ટ એક સુખી અને સમૃદ્ધ
ભવિષ્ય આપી શકું મારા પરિવારને!”-સીમા સપનાઓની સરહદોની પેલે પાર જતી રહી, એકલી- અકળામણમાં જ તો!
એક છેડે દેખાયા
સીમાની આંખોની ભીનાશ અને હતાશા અને બીજે છેડે સાઝીયાની આંખોમાં દેશપ્રેમની ખુમારી
અને સપનાઓ.. અને વચ્ચે હતી હું!
“લેટ્સ કટ ઇટ હિઅર! હું તમારા બંનેના વ્યુઝનો રીસ્પેક્ટ કરું છું! અને
હું પોતે ક્યાંક વચ્ચે છું મારી સમઝણમાં! ઇન્ડીપેન્ડન્સ ડે ઉજવવો કે નહિ, દેશને
પ્રેમ કરવો કે ધીક્કારવો – એ નિર્ણય લેવા પણ લકીલી આપણે સ્વતંત્ર છીએ!” – હાથમાં વાંચવા પકડેલી બુક-“આમેન”ને બંધ કરી હું બારીની બહાર જોઈ રહી.. અને દેખાયો મને ટ્રેન આવીને ઉભી
હોવા છતાં, ખુલ્લો કિમ સ્ટેશનનો ફાટક અને બેફિકરાઈથી આવન-જાવન કરતા મનમૌજી –
સ્વતંત્ર ભારતીયો!
“સોહા, કેવી રહી તારી સ્ટડી ટુર? તારી યુનિવર્સીટીએ ખરેખર મસ્ત અઈડ્યા
ઈમ્પ્લીમેન્ટ કર્યો છે! દર વર્ષે સીલીક્ટેડ વિદ્યાર્થીઓને ફોરેન યુનિવર્સીટીમાં બે
મહિના ભણવા મોકલવાના અને ત્યાનું ભણતર/કલ્ચર શીખવા મોકો આપવાનો. તારો એક્સપીરીયન્સ
કેવો રહ્યો?”- વાત બદલવા તો નહિ પરંતુ સાચી વાતને ટ્રેક પર લાવવા મેં આ આખા
વિવાદમાં શાંત બેઠેલી સોહાને પૂછ્યું.
“દીદ્સ, ઇટ વોઝ ઓસમ એક્સપીરીયન્સ. બહુ શીખવા મળ્યું!”-સોહાની આંખો ચમકી ઉઠી.
“તું ત્યાં હોસ્ટેલમાં રહી?” – મેં જાણે વાઈવા
લેવા શરુ કર્યા.
“નાં દીદ્સ, યુનિવર્સીટીનો આ કલ્ચર એક્સચેન્જ પ્રોગ્રામ હતો એટલે એ
કન્ટ્રીના કેટલાક ફેમિલીઝ સિલેક્ટ કરેલા. દરેક ફેમિલીએ એક વિદ્યાર્થીને એડોપ્ટ
કરેલો- ટુ મન્થ્સ માટે.”-સોહા સમઝાવી રહી.
“અહા, કૈક નવું લાવી તું! લે, તને તો જલસા થઇ ગયા હશે! એમ પણ તું કાયમ
તારા મોમ-ડેડની કમ્લેઈન કર્યા કરતી હતી. નવા ફેમીલીમાં તને તો એશ થઇ ગઈ હશે! કાયમ
માટે એ નવા ફેમિલીમાં રહેવાનું થાય તો ગમે તને?”- મારો વાઈવા કન્ટીન્યુ..
“યુ આર રાઇટ, મને કાયમ જ મારા મોમ-ડેડ થી પ્રોબ્લેમ રહ્યા હતા. મને
લાગતું કે મારા મોમ-ડેડ મારા ફ્રેન્ડ્સનાં પેરેન્ટસ જેટલા કુલ નથી. મારી મોમ બધી
વાતમાં ઇન્ટરફીયર કરે-શું પહેરવું, ક્યાં જવું, કોની સાથે બોલવું, કેટલા વાગે ઉંઘી
જવું- એક્સેત્રા... ડેડ હમેશા મને મની-સેવિંગ્સન લેક્ચર આપ્યા કરે અને પોકેટમની
માટે ક્ચક્ચ કરે..પણ...” – સોહા અજીબ ખુશી અને સંતોષ સાથે કૈક સીખ્યાનો પાઠ શેર કરી રહી..
“પણ..... પણ શું?”- મારો એક વધુ પ્રશ્ન, વાતને મુદ્દા પર લાવવા.
“શરૂઆતમાં બધું બહુ ફંકી અને કુલ લાગતું. આઈ વોઝ એક્સાઈટેડ! જે ફેમીલી
સાથે મારે રહેવાનું હતું ત્યાં બધું મને જોઈએ એવું હતું. ફૂલ ફ્રીડમ, કુલ લાઈફ! ઇટ
વોઝ ડીફરન્ટ, જાણે સપનું સાચું થઇ ગયું. પણ ઇટ
વોઝ ટ્ફ ટુ! એ નવા ફેમિલીના કસ્ટમ પ્રમાણે -એઝ આઈ એમ અબોવ સીક્સ્ટીન આઈ નો
મોર હેડ પોકેટ મની, મારો ખર્ચો મારે કાઢવાનો! આઈ હેડ ટુ કુક ફોર માય સેલ્ફ, જાતે
કપડા ધોવા, ક્લીનીંગ કરવું, વીકમાં એક વાર ગાર્ડનિંગ, મહિનામાં એક વાર સીટી
ક્લીનીંગમાં જોઈન થવું અને બીજું ઘણું. આઈ મિસ્ડ મોમ-ડેડ. એમનું પેમ્પ્રિંગ,
લવ-કેર, ઇન્ટરફીય્રન્સ, કચકચ. આઈ રીયલાઈઝ્ડ મારા પેરેન્ટ્સ એમની અલગ રીતે કુલ એન્ડ
હેપનિંગ છે. એમની પાસે જે છે, જેટલું છે – સંસ્કારો કે મૂડી – મને સીંચી રહ્યા છે!
ભલે એ નવું ફેમીલી મારા સપનાઓ જેવું કુલ એન્ડ હેપનિંગ હતુ, કાયમ માટે ન જ રહી શકું
ત્યાં ! જેમણે મને ઉગાડી છે, સીંચી છે અને હું જેવી છુ એવી બનાવી છે એ “મારા” પેરેન્ટ્સ જેવા છે “મારા” છે- આઈ લવ ધેમ. ”
–સોહા ઈમોશનલ થઇ ગઈ.
“શું આપણા દેશનું પણ ડીટ્ટો એમ જ નથી?”-મેં ધીમેકથી મારી વાત રજુ કરી અને સોહાની સાથે સઝીયા અને સીમા પણ આ
ક્રોસ કનેક્શનમાં અટવાયા.
“આપણો દેશ આપણા પેરેન્ટ્સ જેવો છે. ભલે એ પરફેક્ટ નથી. પણ જેવો છે એવો
એને બનવનાર આપણા જ વડીલો છે, અને હવે એ “આપણા” હાથમાં છે! જેમ બીજાના પેરેન્ટ્સ ભલે કુલ, હેપનિંગ કે રોકિંગ હોય-
ચાર દિવસ એમની સાથે વિતાવવા ગમે, પાંચમે દિવસે આપણા “ટેઢા હે પર મેરા હે” સોર્ટ ઓફ પેરેન્ટ્સની જ યાદ આવે, એવું જ આપણા દેશનું છે!” – હું સમઝાવી રહી એક ઇનડાયરેક્ટ કનેક્શન વડે એક ડાયરેક્ટ વાત.
***
આપણા અસ્તિત્વમાં
સીધો કે આડકતરો આપણા દેશનો પણ ફાળો છે, જો એ નકારીએ તો જાતને નકારવું પડે!
કરપ્શન, ગરીબી,
બેઈમાની અને બીજા ઘણા અવગુણો આજે આપણા દેશમાં ઘર કરી રહ્યા છે, કોણ જવાબદાર એ
માટે? - “આપણે”!
આપણે હજારો અવગુણો
બાદ પણ પોતાની જાતને પ્રેમ કરીએ છે, અને ઇચ્છીએ છીએ કે બધા આપણને ચાહે અને જેવા
છીએ એવા સ્વીકારે! તો આપણા દેશનું તો શૂન્યમાંથી નહિ માયનસમાંથી સર્જન થયું છે,
એની અપૂર્ણતા, ખામીઓ કે બદીઓ ગણાવવાની જગ્યાએ, આપણા લેવલ પર, એ સુધારવા- દુર કરવા
, આપણે શું કરી શકીએ- એ વિચારીએ તો કેવું?
“આપણો” શબ્દ – લાવી શકે છે પોતીકાપણાનો પ્રેમ અને જવાબદારી!
આવો ચાહિયે – “આપણા” ઈમપરફેક્ટ દેશને પર્ફેલ્ટલી!
Comments
સૌની જાણકારી માટે તેની લીંક: http://marobagicho.com/2013/07/29/basic-duty/
--
btw...આપને ફેસબુકમાં ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલું તો તે એકસેપ્ટ થવાનો કોઇ ચાન્સ ખરો? (જો કે એકવાર મોકલી'તી પણ ઘણાં દિવસો સુધી જવાબ ન આવ્યો એટલે કેન્સલ કરી દીધી છે એટલે થયું કે હવે પુછીને જ મોકલું.)