Skip to main content

લાઈફ સફારી~૩૧: અગલે જનમ મોહે બિટિયા ના કીજો!

ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે. રવિવારી બપોરે, બાલ્કનીમાં ચાનો મગ લઈને સુસ્તાઈ રહેલા તમે બાલ્કનીના ખૂણામાં મુકેલા કેક્ટસને જોઈ રહ્યા છો. જાણે એ કેક્ટસ પણ આજે સુસ્તાઈ રહ્યો છે, તમારી જ જેમ. જાણે એ કેક્ટસ પણ અંદરથી ગુંગળાઈ રહ્યો છે કૈક કહેવા, કે પછી જે નથી કહેવાનુંએ ભીતર ઊંડે ઊંડે છુપાવવા. તમને પહેલેથી ફૂલ-છોડ પ્રત્યે એવો કઈ ખાસ લગાવ નથી, છતાં કોણ જાણે કેમ એ સાંજે, જયારે તમારી દીકરીએ બાલ્કનીમાં સજાવવા છોડ લેવા જીદ કરી, ત્યારે તમે ધાર્મિક માન્યતાઓ વશ તુલસીનો ક્યારો પસંદ કર્યો. આ તુલસીના ક્યારાએ પણ તમારી બાલ્કનીમાં ત્રણ થી ચાર ચોમાસા માણ્યા છે. અપલક નજરે તમે આજે આ તુલસીના ક્યારાને નીરખી રહ્યા છો... અને વિચારી રહ્યા છો, નિયમિત પાણી અને ખાતર આપવા છતાં કેમ ત્રણ વર્ષમાં આ છોડ ખીલવાની જગ્યાએ મુરઝાઈ રહ્યો છે? શું ખૂટ્યું માવજતમાં?
***
“ડેડ, આઈ વોન્ટ ટુ બી સાયન્ટીસ. ઓન સેકન્ડ થોટ, આઈ વોન્ટ ટુ બી- ઇન્ડિયા’સ  પ્રાઈમ મીનીસ્ટર. ઇન્દીરા ગાંધી જેવી મજબુત અને બેમિસાલ. આઈ વોન્ટ ટુ ચેન્જ સિસ્ટમ. અને આમ તો એન.ડી.એ.માં કેરીયર બનાવવાની પણ મને બહુ ઈચ્છા છે- દેશના માટે જીવી જવાનું ઝનુન લઈને! અને...” – પોતાની મોટી મોટી બદામી આંખોને ઉત્સાહથી વધુ મોટી કરતા તમે બોલી રહ્યા.
“જે સ્પીડથી તું ચપડ-ચપડ કરે છે, હું તો સજેસ્ટ કરીશ કે બેસ્ટ ઓપ્શન છે- વકીલ બની જજે. મજાલ છે તું બોલવાનું ચાલુ કરે અને કોઈને ગાંઠે!”-પપ્પાજી પોરસાતા પેપરને બાજુ પર મૂકી તમારી દીવા-સ્વપ્નયાત્રામાં જોડાયા.
“ધોળા દિવસે દીકરીને તારા બતાવવાનું બંધ કરો. અને તું પણ સમઝી લેજે- ઇન્દીરા ગાંધીને પણ રસોડે ગયા વિના છુટકો નો’તો અને પેલી કિરણ બેદી પણ થાકીને ઘેર જાય ત્યારે વાસણો સાથે કુસ્તી માંડતી હશે. જે બનવું હોય એ બનજે પણ યાદ રાખજે - ઘરઘાટી બન્યા વગર આ બૈરાની જાતને છુટકો નથી!”- જાણે ઇન્દીરાગાંધીને રસોડામાં કામ કરતા નજરે જોઈ હોય એ લહેકાથી તમારી મમ્મી તમને દુનિયાદારી સમઝાવવા મથી રહી.
“મારો જન્મ આવા ક્ષુલ્લુક કામ કરવા નથી થયો મોમ. મારે ઘણા મોટા કામ કરવાના છે. હું ઘરકામ માટે, કામવાળી અને રસોઇવાળી રાખી લઈશ- ડોન્ટ વરી.”- તમે સ્વપ્નીલ અલ્લાળતાથી જવાબ આપ્યો.
***
“હજાર વખત તને કીધું છે કે તારી ઘરવાળીને થોડી સામાજિક બુદ્ધિ અને વ્યહવારિક સમજશક્તિ આપ.” –સાસુ ઉવાચ.
“હવે શું કર્યું એણે?”-ઘરના ઉંબરે જ પહોંચેલા પતિદેવ અકળાયા.
“શું નવું કર્યું- એમ પુછ. રોજ જ તારી ભણેલી ગણેલી મેડમને કઈ નવા જૂની હોય!આજે સ્કુલેથી આવી ત્યારની લેપટોપ લઈને ચોંટી ગઈ હતી રૂમમાં. છેક સાંજની રસોઈના સમયે મેડમને ઘરકામ યાદ આવ્યું અને રસોડામાં પ્રગટ થયા. એક નોકરી કરે છે એ ઓછું છે કે ઘેર બેઠા પણ આ લેપટોપના ડબ્બા પર ચાલુ થઇ જાય? એમ પણ ઘરકામમાં કે રસોડામાં તારી મેડમનો જીવ ઓછો ચોંટે.”- સવારેજ સાફ કરેલા ફ્લાવરવાઝને ફરી સાફ કરતા-કરતા, સાસુમાં ઘરના કામકાજ પ્રત્યેની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા બતાવી રહ્યા પ્રેક્ટીકલી.
“હું વાત કરીશ એની સાથે.”- ચાનો કપ હાથમાં લઈને ટીવીનું રીમોટ શોધતા પતિદેવે સુષ્ક જવાબ આપ્યો, રોજનું થયું એ ન્યાયે!
“વાત કરીશ એમ નહિ! એને ભાન કરાવ કે એ કોઈ નવી-નવાઈની ભણેલી નથી એટલે એના વૈજ્ઞાનિક અને નવા વિચારો એની પાસે જ રાખે. નોકરી કરવા દઈએ છે એટલી છૂટ એને આપી છે એ જ બહુ છે. નવરી પડે એટલે હાથમાં ચોપડા અને લેપટોપ પકડવાની જગ્યાએ સાવરણી પકડે એવું શિખવાડ તારી માસ્તરાણીને. સમયે-કસમયે એના મિત્રોના ફોન આવે એ અમને સહેજ પણ પસંદ નથી, હજાર વાર કીધું, તો પણ મેડમના કાને પડતું નથી. સંસ્કારી ઘરની વહુને મિત્રો ના હોય, માત્ર પરિવાર જ હોય. ચપડ-ચપડ ફોન પર લાગી હોય કાયમ , ક્યારેક મિત્રો, ક્યારેક કલીગ્સ તો ક્યારેક રીલેટીવ્સ- તે અમને તો કોઈ ફોન કરવા નવરું નથી, જાણે અમે દુનિયા જોઈ જ નથી. માપમાં રાખ તારી ઘરવાળીને નહિ તો એક દિવસ રડવાનો અવસર આવશે તારે અને અમારે. દીકરીની જાત થઈને એને વાણી વર્તાવમાં સ્ત્રીસહજ સંકોચ, શરમ અને સંયમ ના શીખવ્યું- ધૂળ પડે એના માં-બાપના સંસ્કારોમાં.”-સાસુમાં પોતાની સભ્ય, સંસ્કારી અને શાલીન વાણીમાં તમારા આચાર-વિચાર પ્રત્યે અણગમો દર્શાવી રહ્યા.
રસોડાના દરવાજે ઉભા રહી સાંભળી રહેલા તમે અસહાય નજરે પતિદેવ તરફ જોઈ રહ્યા, એ તો સમજશે જ એ વિચારી!
“આજે જ એના માં-બાપને ફોન કરી બધું સંભળાવું છું કે પાણી હવે માથા પરથી જાય છે.” – પતિદેવનું એક વાક્ય અને તમારો દસ વર્ષોનો સંસાર જાણે પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત.
ત્રાંસી આંખે પતિદેવ તમને વીંધી રહ્યા. અને તમે કમને પોતાની જાતને જ દફનાવી દીધી- કાયમ માટે! અને એજ પળે જન્મી એક સુંદર, સુશીલ, સંસ્કારી, સભ્ય અને કુટુંબપ્રેમી વહુ, જાણે અંદરથી એક મશીન કે પછી લાશ!
***
શબ્દો ઓછા પડ્યા ત્યારે કવિતાના સહારે મારી અને તમારી સંવેદના....
મને સહેજ ઉગવા દેશો?  મારા અસ્તિત્વ ને તમારા લાગણી-વિશ્વ માં મુકવા દેશો ?”
ક્યાંકથી નાનો સરખો , જરીક અમથો અવાજ આવ્યો., તીણો તીણો , ભાવ-ભીનો ...
કોઈ નાનું સરખું પુષ્પ જેમ મહેકે , કોઈ ગર્ભસ્થ શિશુ દુનિયાને અનુભવવા જેમ ચહેકે ...
મુજ ખાલી હૈયે કોણે સાદ કર્યો? મારા ભાવ- વિશ્વ માં ઉગવા કોણે સંવાદ કર્યો?
આમ-તેમ જોયું , કોઈ જણાયું નહિ...

એક દિવસ અચાનક એક નાનો સરખો તુલસી નો છોડ ઉગી નીકળ્યો, લાગણીઓના રોપામાં..
જાણે પ્રભુએ સુણી સૌ પ્રાર્થના અને મને જ ફરી ઉગાડી દીધી નવા ચોગામાં...
લાગણી, પ્રેમ, હુંફ ને ઘણું બધું .. , કેમ કહું કેટ-કેટલી સંવેદનાઓ પણ સીંચી ..

કલરવ, ગુંજારવ અને કલશોર ... જ્યારથી મહેક્યો મારો તુલસી નો છોડ..
હૃદ-ધરતી થઇ લીલી- છમ્મ ... અને અસ્તિત્વ જાણે થયું આજે સફળ અને પુરા થયા બધા કોડ..

એક-દિવસ એક અણ-ધારી વાત બની , સહેજ અમથી ઘટનાથી પણ જાણે કાળી ડિબાંગ રાત બની ..
મારા વ્હાલના દરિયાને એક નજીકનું કુંડું ગમી ગયું , નવેસરથી ઉગવા જાણે એનું દિલ થનગની ગયું..
ભારે હૈયે એને વળાવી નવા વિશ્વમાં ... એની ખુશીઓ પ્રાર્થી વળાવ્યુ હૈયું અને પરોવ્યું મન આં ફાની વિશ્વમાં..

ફરી દુનિયા બની બેરંગી ને સુની, પણ દુનિયા નો ક્રમ છે એમ વિચારી જેમ તેમ વળાવ્યુ હૈયું  ..
એક, બે, ત્રણ કરતા કરતા વીત્યો એક અરસો .. મારો વ્હાલનો દરિયો કેમ છે એ જાણવા મ્હાય્લો તરસ્યો..

જરાક અહી આવી હતી, ને થયું લાવ મળતી જાઉં, બહાને બહાને મારા હૈયાના કટકાને એક વાર મન ભરી નીરખી જાઉં..
આમ જોયું તેમ જોયું, ક્યાંય કેમ કોઈ ચહલ- પહલ નથી? – ક્ચવાયુ મન, રઘવાયી થયી સંવેદનાઓ, કૈક અમંગળના એંધાણથી ..

આવો , આવો... બૌ દિવસે, ભૂલા પડ્યા... તમારી તુલસીને નવી જગા એ ઉગાડીને તમે તો છુટા થયા..
તમે તો એને ઉગાડી ગયા, અમારા બગીચે એની સજાવી ગયા.. ઠગાઈ કરી તમે એના ગુણો ગણાવીને ..
નથી એ સોમ્ય, ગુણીયલ કે સારી.. કળે  છે અમને, નડે છે અમને .. ભોંકાય છે અમને, તમારી એ લાગણીની સરવાણી ..

ફરિયાદ સાંભળી , ચોક્યું હૈયું... રડી ઉઠ્યું , સહેમી  ઉઠ્યું... ને એક અવાજે બોલ્યું- ના બિલકુલ શક્ય નથી!
ઉતાવળે જયારે પહોંચી હું એ કુંડા પાસે જ્યાં રોપ્યો હતો મારો તુલસીનો ક્યારો  ..
આંખો ફાટી ગઈ જોઈને ત્યાં કેક્ટસ ...

 નિશબ્દ, સ્થિર, સ્થિતપ્રજ્ઞ, જડવત વિચારી રહી...
કેટ-કેટલી વેદના, રોષ, અન્યાયની ગરમી અને તાપ સહ્યા હશે મુજ બાળએ,
કેટ-કેટલું મથી હશે ઉગવા, પાંગરવા અને મહેકવા-ચહેક્વા ...
અને એજ વ્હાલ, પ્રેમ અને લાગણીથી વળગી ફરી હું એ કેક્ટસને.. “


Comments

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...