“ બેટા, ડ્રાઈવિંગ
કરતી વખતે તો મોબાઈલને આરામ આપ! જે સમયે જે કામ કરતા હોય એમાં જ ધ્યાન આપવાનું!
અમે તમારા જેટલા હતા ત્યારે આમ ગાડીમાં ફરવાનું સદભાગ્ય નાં હતું.. બસમાં જ
મુસાફરી કરવાની અને મહિનાના છેલ્લા દિવસોમાં તો પગપાળા યાત્રા કરવાનું પણ ભોગે
લાગતું..” – પપ્પા અચાનક
વર્તમાનની એસીની કૃત્રિમ ઠંડકમાંથી ભૂતકાળની શીતળ જગદોજહદમાં પહોંચી ગયા!
“પ્લીઝ ડેડ, નોટ
અગેઇન! અમે આ અગાઉ હજાર વખત તમારા જમાનાની વાતો સાંભળી ચુક્યા છે! ટાઈમ હેઝ
ચેન્જ્ડ! તમારા જમાનાની ધીમી અને બોરિંગ વાતો હવે આઉટ ઓફ ડેઈટ થઇ! હવે
મલ્ટીટાસ્કીંગનો જમાનો છે! આ મોબાઈલ ખાલી કોલ કરવા કે રીસીવ કરવા નથી- સ્માર્ટફોન
છે, એમાં કમ્પ્યુટરનું બધું કામ થાય છે, ઈન્ટરનેટ, ગેમ્સ, મુવીસ, મ્યુઝીક.. આખી
દુનિયા છે-આ મોબાઈલમાં! મિટીન્ગ્સ , એનીવર્સરી, બર્થડે – કોઈ પણ ખાસ પ્રસંગ કે
તારીખ, યોગ્ય સમયે યાદ કરાવે- આ સ્માર્ટ ફોન! આજના જમાનામાં પૈસા તો બધા કમાઈ લે
છે – સોશ્ય્લાઈઝ કરવું જરૂરી છે! છોડો, તમને નહિ સમઝાય સામાજિક હોવાની જરૂરીયાત!
આટલા વર્ષોમાં ક્યાં કુટુંબમાં કોઈનો જન્મદિવસ કે લગ્નતિથી યાદ રાખી છે તમે! અરે,
કોઈના શુભ-અશુભ પ્રસંગમાં હાજરી સુદ્ધાં નથી આપી!” – દરેક સામાન્ય બાળકની જેમ પોતાના સુખ, દુખ,
એચિવમેન્ટ, ફેલ્યુંઅર-બધા જ સામાન્ય કે ખાસ પ્રસંગોમાં પોતાના પિતાની ગેરહાજરીમાં
અનુભવેલી એ એકલતા આજે કડવાશ બનીને નીકળી!
હોન્ડા સીટીની અલ્હાદક શીતળતામાં પણ એક અકળામણ, મૂંઝારો અને
ભીનાશ પ્રસરી ગઈ.
અને એક “સામન્ય
માણસ” અંદરખાને
પોતાના અસ્તિત્વને ઝંઝોળી રહ્યો, જવાબ આપવા માથી રહ્યો-પોતાનાજ પિંડને – શબ્દો
વિનાના જવાબ!
વર્ષો પહેલા પોતાના વતનથી, પોતાની પત્ની સાથે, મોટા શહેરમાં
“ઘર” વસાવવા આવે છે -એક
સામાન્ય માણસ! એકડે-એકથી ગણતરી શરુ કરવાની છે આ સામાન્ય માણસને –પોતાનો સંસાર
સજાવવા. પ્રેમાળ પત્ની અને વ્હાલા બાળકોને મૂળભૂત જરૂરીયાતો સાથે દુનિયાનું સઘળું
સુખ આપવાનું છે- આ સામાન્ય માણસે. મકાનને ઘર બનાવવાની જગ-દો-જહદ, બાળકોનું ભણતર,
સામાજિક પ્રસંગો, જવાબદારીઓ, કુદકે અને ભૂસકે વધતી મોંઘવારી અને સામે માર્યાદિત
આવક- રોજની બે થી ત્રણ જુદી જુદી નોકરીઓ કરી, પોતાના કુટુંબને ઊંચું લાવવા જાત ઘસી
નાખે છે –આ સામાન્ય માણસ! આખું શહેર રવિવારે સુસ્તાય છે, મૌજ કરે છે - ત્યારે
ઓવરટાઈમ કરી બે છેડા ભેગા કરી, ત્રીજા છેડે બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે બચત કરે છે –
આ સામાન્ય માણસ. “ઘર” બનાવવાની અને
કુટુંબની સુખ-સાહ્યબી સજાવવાની મથામણમાં પોતાના ત્રીસ વર્ષો હોમે છે – આ સામાન્ય
માણસ! પોતાના બાળકોનાં પ્રશ્નો, ફરિયાદ કે અકળામણને હસીને, સ્વસ્થતાથી સાંભળી લે
છે, પોતાના આંસુઓની ભીનાશ છુપાવી જાણે છે – આ સામાન્ય માણસ!
પિતા, બાપુ,ફાધર,પપ્પા, ડેડ – એક ચટ્ટાન, જે
પોતાના કુટુંબ માટે જાત ઘસી નાખતા પળવાર વિચાર નથી કરતા!
***
“બેટા,
એક વાર ફરી વિચાર કરી જો! હું તને કોઈ લાગણીભીનું લેક્ચર નહિ આપું. તને ઇમોશનલી
બ્લેકમેઇલ પણ નઈ કરું. તારી લાઈફના દરેક નિર્ણય તારે જાતેજ લેવાના છે- પોતાની
સુઝબુઝથી!” – પપ્પાની
ચિંતા એમના શબ્દે શબ્દમાં છલકાઈ રહી.
“મેં
વિચારીને જ નિર્ણય કર્યો છે પપ્પા. સુહાસ જેટલો સારો છોકરો આપણી જ્ઞાતિમાં તમે
ટ્યુબલાઈટ લઈને શોધશો તો પણ નહિ જ મળે!”- દીકરીના શબ્દોમાં વર્તાતી ઉમરસહજ ઉતાવળ અને
મોહ પિતાથી ક્યાં છુપાઈ શકે!
“કોઈ
વ્યક્તિ સારી છે , ખુબ સારી છે- એ એક માત્ર કારણથી એની સાથે લગ્ન નાં થઇ શકે! જીવન
સુખેથી જીવવા પ્રેમ સિવાય ઘણા ગુણો અને પરિબળો જરૂરી છે! અત્યારે તને હું સમઝાવીશ,
તો પણ નહિ જ સમઝાય! જો તારી પસંદગી અમે નામંજુર કરીએ તો- શું કરીશ બેટા?” –
પોતાની દીકરીનો નિર્ણય ખોટો જ છે, તે જાણવા છતાં પોતાનો નિર્ણય એના પર નાં જ થોપવા
મક્કમ પિતા અનુભવી રહ્યા વિવશતા.
“હું
મારા નિર્ણય પર મક્કમ છું. આપની નામંજૂરી હશે તો- અમે કોર્ટ મેરેજ કરી લઈશું. આગળ
જતા, મને સુહાસ સાથે સુખેથી જીવતી જોઈને આપ અમને આશીર્વાદ જરૂરથી આપશો- મને
વિશ્વાસ છે!”-
દીકરીનાં ભવિષ્યના સોનેરી સપના સાચા જ થાય, અને એમાં કોઈ અડચણ આવે એ પહેલા પોતાની
આંખો મીંચાઈ જાય એ પ્રાર્થના કરી રહ્યા પ્રેમાળ પપ્પા.
પ્રેમ શબ્દ જે બોલીને નહિ પરંતુ- જતાવીને
જીવે છે એ અસામાન્ય વ્યક્તિ છે- પિતા.
પોતાનાં સંતાનોને દુનિયા અને દુનિયાદારી બંને
, કોમળતા અને કઠોરતા બેલેન્સ કરીને સુપેરે શીખવાડે છે એવા દુનિયાના શ્રેષ્ટ શિક્ષક
છે-પિતા.
પોતાના પરિવારને સુરક્ષિત રાખીને પણ એમને નવા
રસ્તા અને દિશાઓ શોધવા સ્વતંત્રતા આપતા- પરિવારના છત્ર છે- પિતા.
પોતાના સંતાનોને સાચા-ખોટનો ભેદ સમઝાવવા -
ભૂલ કરવાની છૂટ આપતા, પોતાની ભૂલોમાંથી નવો પાઠ ભણતા શીખવાડતા અને જરૂર પડ્યે
નાની-મોટી સજા આપી સાચા રસ્તે વાળતા- દોસ્ત, હમદર્દ, ફિલોસોફર અને પથદર્શક છે-
પિતા.
માં પરની કહેવતનો સહેજ રમુજી છાંટ સાથે
ભાવાનુવાદ કરીએ તો-
“બાપ
એ બાપ- બીજા બધા જંગલનાં સાપ!” - {ઓરીજીનલ કહેવત - “ માં તે માં, બીજા બધા
વગડાના વા!” }
***
અંતે, દુનિયાના તમામ પિતાઓને – ફાધર્સ ડે ની શુભકામનાઓ!
અને મારા પ્રિય પપ્પાને- જે એમની હયાતીમાં નાં કહી શકી એવા
શબ્દોની - એક શબ્દાંજલિ!
“ આજે કેમ આવાજ ધીમો આવે છે બેટા ? રાતે હીર બૌ જગાડતી
તો નથી ને?
કે હજુ પણ તું પહેલા ની જેમ રાતે જાગીને ન્યુઝ પેપર વાંચે છે?
તું ક્યારે સુધરીશ? તું ક્યારે મોટી થઈસ ?
તને કેટલી વાર કીધું રાતે જલ્દી ઉંઘી જવાનું , રાતે ઊંઘ પૂરી નથી
થઇ ને ?
આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...
આજે બૌ વરસાદ છે,
તું ક્યાં છે બેટા ? આભ ફાટ્યું છે ને
તને એલ.ડબલ્યુ.પી. ની ચિંતા છે?
એક દિવસ જોબ પર નહિ જાય તો તારી કોલેજ બંધ નઈ થાય ને?
જો પાછી છત્રી/રેઇનકોટ જાણી જોઈને ભૂલી ગઈ ને આજે?
તું ક્યારે મોટી થઈસ?
ભીંજાઈસ ને શરદી - તાવ આવશે તો? રાતે તને વારે ઘડીએ ઉઠી ને કોણ ઓઢાવશે ?
તને હળદર વાળું દૂધ નથી ભાવતું તો એમાં મધ કોણ નાખી આપશે?
આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...
બેટા , આજે ફરી દોડીને ટ્રેન પકડી ને ?
તને કેટલી વર કીધું સાચવીને અપડાઉન કરવાનું ....
ઘેર પહોંચતા હજુ સાંજ ઢળી જાય છે બેટા? તું કેમ નથી
સાંભળતી , તારી ચિંતા બહુ થાય છે!
તું ક્યારે મોટી થઈસ?
એક ટ્રેન ચુકાસે તો કઈ જીન્દગી થોડી અટકી જાય છે?
આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...
આજે કૈક થયું હોય એમ લાગે છે બેટા.. બધું ઠીક તો છે ને ?
તું ક્યારેય કઈ કેતી નથી, પણ હું ના સમજુ ?
મારી દીકરી તો લાખો માં એક છે, મને તો તારા પર ખુબ
ગર્વ છે ,
તું તો મારી દીકરી - દીકરા થી અધિક છે!
શું થયું છે બેટા કેમ , આમ અચકાય છે ?
પોતાની જાત પરનો તારો વિશ્વાસ ને પ્રેમ કેમ આમ ડગી જાય છે ?
બૌ મોટી થઇ ગઈ છે હવે તું બેટા, હવે પપ્પા ને
સમજાવે છે ..
પણ તારી તકલીફ સમજવા ને સંભાળવા .. મને તારા શબ્દો ની
જરૂર નથી!
આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...
હવે તમે કઈ જ પૂછતાં નથી,
મારી ચિંતા પણ કરતા નથી ...
હવે મને "મારી" જાતને ચાહવા અને સમજવા કોઈ
સમજાવતું નથી...
એવી તમને શું ઉતાવળ થતી હતી?
તમે તો ગયા, અને છૂટ્યા આ નાસમઝ, જીદ્દી, અણસમજુ દીકરી થી..
પણ ..
તમને દીધેલા એ અગ્નિદાહમાં મારો આત્મા પણ બળી ગયો છે ...
તમારી સાથે અને તમારા માં જ ભળી
ગયો છે ...
"આઈ એમ નોટ ઓકે પાપા, તમે ક્યાં છો ?"
Comments
:) I am obliged!
I just write all that comes in my mind!