“કઈ હોસ્પિટલમાં જવું છે? પ્રાઈવેટ હોસ્પિટલમાં કે
ટ્રસ્ટની હોસ્પિટલમાં? આમ તો ટ્રસ્ટની હોસ્પિટલનાં ઓર્થોપેડીક સર્જન બેસ્ટ છે, પણ ત્યાં ભીડ બહુ
હશે, ટાઈમ બૌ વેસ્ટ થશે અને તારી હાલત...”- હું
જેમતેમ મારા તૂટેલા પાર્ટસને એડજસ્ટ કરતી ગાડીમાં બેઠી, મીનીમમ પેઈન થાય એવી
પોઝીશન શોધીને.
“હા,
ટ્રસ્ટની હોસ્પિટલનાં ડોક્ટર બેસ્ટ છે. ત્યાજ જઈએ. લાસ્ટ ટાઈમ એમની ટ્રીટમેન્ટથી
બહુ જલ્દી રાહત થઇ હતી.”- મેં
મારા વારંવાર તૂટવા-ફૂટવાના રેકોર્ડ્સ અને એક્સ્પીરીય્ન્સીસ પરથી મારા રેગ્યુલર
ડોક્ટર પાસે જવાનું પસંદ કર્યું.
“હા, તને
તો એવા જ ડોક્ટર ગમે જે ટ્રીટમેન્ટ તો સારી આપે પણ તને જોબ પર રજા પાડવા ફોર્સ નાં
કરે.. જાણે તું એક વીક રજા લઇ લેશે તો દુનિયા ઉંધી થઇ જશે! લોકોને ફેમીલી ડોક્ટર
હોય, આઈ મીન ફેમીલી ફીઝીશીયન.. તારું જબરું છે – ફેમીલી ઓર્થોપેડીક ડોક્ટર છે
તારે!” - ગાડી પાર્ક કરતા કરતા પતિદેવ પોતાના તાજેતરમાં
તૂટેલા સમાનને બહાર નીકળવામાં મદદ કરી રહ્યા!
સામે હોસ્પિટલનું બોર્ડ જોઈ અસહ્ય દુખાવાની
હાલતમાં પણ હસવું આવી ગયું , વિચારીને કે – હવે તો મારી રેગ્યુલર દર છ મહિનાની
વિઝીટથી ડોક્ટર પણ સારી રીતે ઓળખી ગયા છે મને!
પીળાશ પડતા સફેદ કલરની બિલ્ડીંગ બહારથીજ અજબ
બીમારવાળી ફીલ આપી રહી.
હોસ્પિટલમાં અંદર પ્રવેશતાજ ડાબી તરફ કેસ
કઢાવવાની લાંબી કતાર, એકદમ સામે રીસેપ્શન પર, ભીડ હોવા છતાં નિરાંતે સરકારી ફોન પર
ગપાટા મારી રહેલ રીસેપ્શનીસ્ટ, જમણી તરફ વેઇટિંગ લોંજમાં લમણે હાથ દઈને બેઠેલા
દુખી આત્માઓ અને સફેદ કોટ પહેરી આમ-તેમ ઉતાવળમાં જઈ રહેલ સિસ્ટર્સ અને ડોક્ટર્સ...
કદાચ દરેક સરકારી હોસ્પિટલમાં એક સરખું પેસીવ વાતાવરણ અનુભવાય છે!
“તને
પહેલા જ કીધું હતું- પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈએ. એ વાત સાચી કે અહી ડોક્ટર સારા છે-
પણ સપોર્ટિંગ સ્ટાફ કેટલો કામચોર છે જોને! અડધા કલાકથી નવો કેસ કઢાવવા લાઈનમાં ઉભા
છે, સિસ્ટમ બંધ છે કહીને કાઉન્ટર પર મોટા-સાહેબ ફોન પર લાગ્યા છે! પાછુ કઈ કહેવાય
પણ નહિ એમને- ચા કરતા કીટલી વધુ ગરમ છે અહી! પોતાના કે બીજાના ટાઈમની અહી કોઈને કીમત જ નથી! આના કરતા સ્ટર્લિંગ
જેવી હોસ્પિટલ કેટલી સારી! ભલે રૂપિયા વધુ લે, પણ સર્વિસ એકદમ ફાસ્ટ અને એકદમ
ઓર્ગેનાઈઝ્ડ!”- અડધા કલાકથી નવો કેસ કઢાવવા ઉભા રહેલા પતિદેવ અકળાયા. મેં સહેજ
ડોકિયું કર્યું ઓફિસમાં, સિસ્ટમમાં શું પ્રોબ્લેમ છે એ જોવા અને – કોમ્પ્યુટર પર
સામે પત્તાની ગેમ જોઈને મને સહેજ પણ અચરજ નાં થયું!
“ઓ બેન, આમ અંદર આવવું અલાઉડ નથી! કોને પૂછીને અંદર આવ્યા? ”- કાઉન્ટર પર કેસ કાઢવાની જગ્યાએ સિસ્ટમ બંધ છે એવું બહાનું કરી,
નિરાંતે પત્તા રમતા રમતા, ફોન પર ગપાટા મારી રહેલો – વેલ ટ્રેન્ડ –કાઉન્ટર
ઇન્ચાર્જ છોભીલો પડી ગયો.
“છેલ્લા અડધા કલાકથી સિસ્ટમ બંધ છે અને બધા પેશન્ટ્સ લાઈનમાં દુખી થાય છે.
શું પ્રોબ્લેમ છે સિસ્ટમમાં? આઈ એમ એમ.ઈ. કોમ્પ્યુટર ઈન્જીનીયર, આઈ કેન હેલ્પ યુ!”- મેં ત્રાંસી નજરે જોઈ, કી-બોર્ડ અને માઉસનો ચાર્જ મારા હાથમાં લીધો.
પહેલા પત્તાની ગેમ બંધ કરી અને પછી મિનીમાઈઝ એવા હોસ્પિટલ મેનેજમેન્ટ નાં વિઝ્યુઅલ
બેઝીક્સમાં બનાવેલા સિમ્પલ સોફ્ટવેરને મેક્સીમાઈઝ કરી –એન્ટ્રી ચાલુ કરી.
“સિસ્ટમ હેંગ થઇ ગઈ હતી કદાચ... છેલ્લા અડધા કલાકથી હું ...”- શબ્દો નાં મળતા કામચોર-કાઉન્ટર ઇન્ચાર્જ ગલ્લા તલ્લા કરી રહ્યો,
જાણે રંગે હાથે ચોરી પકડાઈ હોય એમ જ!
“સિસ્ટમ નહિ, તમારી કામ કરવાની ઈચ્છા અને કાર્યદક્ષતા હેંગ થઇ ગઈ છે. સરખી
રીતે એન્ટ્રી કરો, નહીતો સિસ્ટમ ફોર્મેટ કરતા પણ આવડે છે મને.” – ધીમે રહીને હું ઓફીસની બહાર નીકળી અને બહાર ઉભેલી ભીડ મને જોઈ રહી
અચરજ થી ..
“આજકાલ ની છોકરીયુંને લાજ શરમ તો છે જ નહિ! જોને એનો ભાયડો લાઈનમાં ઉભો
છે તો પણ સટક-ફટક કરતી ઓફીસ માં ઘુસી ગઈ. આમ અજાણ્યા માણસો સાથે જીભાજોડી કરવી
સારા ઘરની સ્ત્રીઓને શોભે છે? આટ-આટલા મરદ માણસો મૂંગા મુવા છે અને આ અસ્ત્રીની
જાત સપાટો ફેરવી આઈ- મોટી ઝાંસીની રાણીનાં જોઈ હોય!”- એક મોટી ઉમરના બા મને જોઈ ઘોર કળયુગને કોસી રહ્યા... જાણે સાચું કે
ખોટું – બોલવાનો હક માત્ર પુરુષ જાતને જ છે. સ્ત્રીઓને તો મૂંગા મોઢે પતિની પાછળ
ફર્યા કરવાનું!
કૈક બોલવા હોઠ
ખુલ્યા, પણ બાની ઉમરને ધ્યાનમાં લઈને માત્ર સ્મિત ફરકાવી બંધ થઇ ગયા.
***
“૨૧ નંબરનાં રૂમમાં
જઈને એક્સરે કાઢવી આવો, એટલે આપણે જોઈ લઈએ. નથીંગ ટુ વરી મચ.”- ડોક્ટરે નોર્મલ
ચેકઅપ કરીને અમને એક્સરે રૂમ તરફ ડાયરેક્ટ કર્યા.
“પહેલેથી જ જાણ હતી
કે એકરે કઢાવવો જ પઢશે, તો પણ પહેલા ડોક્ટરને મળવા લાઈનમાં ઉભા રેહવાનું અને પછી
એક્સરેની લાઈનમાં! આ સરકારી હોસ્પિટલ્સમાં આજ ત્રાસ. ડોક્ટર કરતા ચમચાઓની ચરબી જ
વધારે!”- પતિદેવ ઘડિયાળમાં જોઈ અકળામણ કાઢી રહ્યા.
લાગભગ ૧ કલાક સુધી
રાહ જોયા બાદ, દર્દ સહન નાં થતા, મેં એક્સરે રૂમની વિન્ડોમાં પુછપરછ આદરી- “ મારો
કેસ કયા નંબર પર છે, એટલું પ્લીઝ જોઈ આપશો?”
“નંબર આવશે એટલે
બોલાવીશું. આટલા બધા લોકો બેઠા છે ને? “- કોઈ એન્ગલથી ટેકનીશીયન નાં લાગે એવા એક
મવાલીછાપ સો-કોલ્ડ એક્સરે ટેકનીશીયને છણકો કર્યો.
“મેં માત્ર મારો કેસ
કયો છે, એટલુંજ પૂછ્યું છે. મારા પછી આવેલા કેટલા બધા પેશન્ટ્સ ના કેસ લીધા તમે,
અને મારો કેસ પેપર પણ મને અહી દેખાતો નથી.”- મેં ધીરેક થી કહ્યું.
“તમને અહી સી.આઈ.ડી.
કરવાનું કોણે કીધું? અહી કોઈ કાગળિયા અડવાના નહિ મેડમ. અહી અમે કહીએ એમ જ ચાલે! અમને
પહેલા અને પછીની ગણતરી ના કરાવશો, અમારી ગણતરી જુદી હોય!”-ખુંધુ હસીને એ લબાડ
ટેકનીશીયન બોલી ગયો ઈશારામાં, અને મને અંદાજો આવી ગયો એની જુદી ગણતરીનો.
“તમે મને મારો કેસ
નંબર કહેશો, કે હું ઉપર જઈને મોટા ડોક્ટરને કમ્પ્લેઇન કરું રીટર્નમાં, પછી એમને
મારો કેસ નંબર કહેશો?” – મેં આંખો કઢી સીધી ધમકી આપી.
“૧ પેશન્ટ પછી તમારો
વારો છે.”- મોઢું ફુલાવીને નીચી નજરે, મિસ્ટર લબાડે એ જવાબ આપ્યો, જે આપતા માત્ર ૧
સેકન્ડ લાગવાની હતી, અને જે હું છેલ્લી પંદર મિનિટથી પૂછી રહી હતી.
“બેટા સહેજ મારું પણ
પુછીજોને. મુઈ કમર બૌ દર્દ કરે છે. બેસાતું નથી.”- પાછળથી એક વયસ્ક અવાજ પડઘાયો-
બહાર મળેલા વડીલ-બા.
“બા, તમે પુછશો તો
પણ જવાબ આપશે. એમની ફરજ છે.”- એક પ્રશ્ન પૂછવાની મને આળસ ન હતી, પરંતુ તેઓ પોતેજ
પૂછી શકે કાયમ એ હેતુ થી મેં સુઝ્વ્યું.
“અમને અભણ અને ગરીબ
જોઈને કોઈ જવાબ નાં આપે બેટા..”- બાની લાચાર આંખો મારી સામે જોઈ રહી.
“આ બાનો કેસ નંબર
કયો છે?” – મેં ફરીથી એક્સરે રૂમની બારીમાં ડોકિયું કર્યું.
“૩ પેશન્ટ પછી છે.”-
એકદમ પ્રોમ્પ્ટ જવાબ મળી ગયો.
“બા, જ્યારે આપણી
વાત સાચી હોય ત્યારે જાતિ-ભેદ, જ્ઞાતિ ભેદ, સમાજિક હોદ્દો કે નાંણાકીય સધ્ધરતાને નેવે મુકી- બેધડક બોલવુંજ. આ સરકારી હોસ્પિટલ છે
એટલે સરકારી કામ જ ચાલે – એમ વિચારી સહન નાં કરવું. આ હોસ્પિટલ માટે સરકાર અને
બીજા ઘણા ટ્રસ્ટ ઘણો ખર્ચો કરે છે. અહી કામ કરનાર દરેકને પુરો પગાર સરકારી
ધારા-ધોરણો પ્રમાણે મળે છે તો એમણે કામ પણ કરવું જ પડે! અને સત્ય જો સામેવાળાને
નાં દેખાય તો એને મોટા અવાજે મક્કમતાથી બતાવવામાં આપણી કોઈ મર્યાદાને ઠેસ નથી
પહોંચતી.”
***
વિચિત્ર છે આપનો
સમાજ, નોકરી સરકારી જ જોઈએ, પરંતુ સરકારી શાળા કે સરકારી હોસ્પિટલને દુર થીજ સલામ!
આપણે સરકારી ખાતું,
સરકારી કામકાજ અને સરકારી લોકો ને સહન કરી શકીએ પરંતુ ખોટું દેખાય ત્યાં બોલવામાં
સંસ્કાર અને શરમ નડે!
આવો બદલીએ
વિચારધારા. આવો સુધારીએ આપણી સિસ્ટમ, સરકારી વ્યવથા અને સવલતો. આપણા સુઝાવો,
કટાક્ષ કે ફરિયાદો જ કદાચ બનાવી શકશે એક બહેતર સમાજ અને સરકારી વ્યવસ્થા.
Comments