સીન-૧
:
"ઈટ્સ અ પ્રોબ્લેમ! " – વુડ બી
હબ્બી પોતાની વુડ બી વહુ સાથે સીરીયસ પ્રોબ્લેમ શેર કરી રહ્યો છે!
"વ્હેર આઈ એમ પ્રેઝન્ટ, પ્રોબ્લેમ ઇઝ ઓબ્વીઅસ! બોલ હવે શું
થયું? " – વુડ
બી વહુ પોતાની અલ્લડ અને નટખટ અદામાં વાતને મજાકના રસ્તે વાળી રહી!
" આઈ હેડ ટોલ્ડ યુ... કે પાપા તને જન્મતારીખ કે કુંડલી માટે
કઈ પણ પૂછે, તો જુઠ્ઠું બોલજે અથવા ચુપ રહેજે! પણ..."- વુડ બી હબ્બી આજે
મજાકનાં મૂડમાં સહેજ પણ નથી!
"યુ નો, આઈ કાન્ટ લાઈ! અને એ પણ તારા
મોમ-ડેડની સામે? ફરગેટ ઇટ. એમ પણ વહેલા કે મોડા આ વાત
સામે આવવાની જ હતી. હું છુપાવી રાખત તો મારા મોમ -ડેડ કહી દેતા. એન્ડ ઈટ્સ નોટ અ
બીગ ડીલ યાર, હું એચ.આઈ.વી પોઝીટીવ નથી! આઈ એમ જસ્ટ માંગલિક- એન્ડ ઈટ્સ નોટ
સીન!"- વુડ બી વહુ એક શ્વાસમાં કહી ગઈ.
"એવું નથી યાર, પણ ફર્સ્ટ ટાઈમ મોમ-ડેડ તને મળ્યા
ત્યારે જ આ બોમ્બ ફોડવાની જરૂર હતી? પછી શાંતિ થી કહી દેતા! યુ ડોન્ટ નો સિચ્યુએશન હીયર! પાપા
જન્માક્ષરમાં બહુ જ માને છે! અને એમણે તારી અને મારી કુંડલી અમારા ફેમીલી-જ્યોતિષને
બતાવી અને...."
"અને જ્યોતિષ મહારાજે કહ્યું કે - કુંડલી નથી મળતી, કન્યાને ભારે મંગળ છે, કાલ-સર્પ દોષ તો સમ્ઝ્યા પણ જન્મ નક્ષત્ર
પણ ભારે છે! મૂળ-નક્ષત્રનું જાતક પોતાના અને પોતાના સ્નેહીઓ માટે પણ પ્રોબ્લેમ્સ
સર્જે છે... અને એવું બધું કહ્યું ને? ઓલ્ડ ક્રેપ્, હજાર વાર આ લવારો સાંભળ્યો છે મેં!"-વુડ બી વહુ પ્રખર
જ્યોતિષના લહેકામાં બોલી ગઈ!
"તને કેવી રીતે ખબર પડી? પાપાએ તને કીધુ? - નો,
નોટ પોસિબલ! ડોન્ટ ટેલ મિ- તું પહેલે થી જ આ બધું જાણતી હતી કે
તારી કુંડલીમાં આટલા પ્રોબ્લેમ્સ છે! મને એક વાર કહેવાય નહિ ? "
"ઓહ! ઓફ કોર્સ મને તો ખબર હોય જ ને કે
મારી કુંડલી મારા વિષે શું સાચું-ખોટું કહે છે? આઈ ફોરગોટ ટુ ટેલ યુ! તારી સાથે
ફ્રેન્ડશીપ થઇ ત્યારે જ મારે એક ફોર્મ ભરી, સાથે કુંડલી એટેચ કરી દેવાની હતી! પેલું જોબ માટે એપ્લાય કરીએ એમ જ તો! મેં
તો મારા રિઝ્યુમમાં પણ આ વેરી મચ ઈમ્પોરટન્ટ ડીટેઈલ્સ નથી રાખી, આજે એડ કરી દઈશ!"- વુડ બી વહુ
વટ્ટ પર ઉતરી આવી.
"કટ ઇટ! હું તો એમજ પૂછતો હતો, પહેલેથી ખબર હોત, તો હું પાપાને
હેન્ડલ કરી લેત અથવા કુંડલી મેળવવા આપવા જ ના દેત! હવે તો ભારે સંકટ આવ્યું છે!
પેલા પાપાના ફેવરીટ જ્યોતિષએ એવી આગાહી કરી છે કે- જો આ કન્યા સાથે તમારા પુત્રના
વિવાહ થશે તો એક જ વર્ષના ટૂંકા ગાળામાં કન્યાની કુંડળીનો ભારે મંગળ તમારા પુત્રને
ભરખી જશે! માત્ર ૧૩ ગુણ મળે છે અને નાડી દોષ છે એ નફામાં - એટલે સંતાન પ્રાપ્તિ
ક્યારેય નહિ થાય! આજીવન પુત્ર કુંવારો રહે તો ભલે,
એને આમ કુવામાં ના નાખો!- અને હવે પાપા આક્રમક મિજાજ માં છે! તારા
મોમ-ડેડ ને પણ સમઝાવવાના છે, આં સંબંધ ને નકારવા માટે! જેમ તેમ તો તને જોઈને, મળીને મોમ-ડેડ માન્યા હતા આપના લગ્ન
માટે..."- વુડ બી હબી, વુડ- શુડ અને કુડની ગણતરીઓમાં અટવાઈ ગયો!
વુડ
બી વહુ વિચારી રહી- “શું મારું અસ્તિત્વ , ગુણો -દુર્ગુણ , સંવેદના , વેદનાઓ , ભણતર-ગણતર, - એઝ અ પેકેજ - સંપૂર્ણ હું ~
જીવિત હું, એક નિર્જીવ કુંડલી અને હાથની બે-ચાર આડી અવળી રેખાઓ સામે હારી ગયા?”
સીન-
૧ ( થોડા વર્ષો પછી):
"તારા ફેવરીટ ગેસ્ટ આવ્યા છે, એમની સારી સરભરા કરજે. પાંચ વર્ષે
પહેલી વાર તારા લાગમાં આવ્યા છે! આજે પાંચ વર્ષ પહેલાનો બધો હિસાબ સરખો કરી નાખજે!"-નવા
આવેલા મહેમાન સાથેનો જુનો સંબંધ યાદ કરાવી પતિ રસોડામાં પોતાની પત્નીને મજાકમાં
કહી રહ્યો.
ચા ના બે કપ અને ગરમ નાશ્તાની પ્લેટ સાથે પાંચ વર્ષ જૂનોએ ચચરાટ
અને અજંપો ડ્રોઈંગહોલમાં પ્રવેશ્યો. હળવેકથી, વહુના વિવેકથી.
"સૌભાગ્યવતી ભવ પુત્રી! આટલું દૈદીપ્યમાન
લલાટ કોઈ સાધારણ કન્યાનું ના જ હોય! તારી કુંડલી જોવી જ પડશે મારે પુત્રી, શું નામ તારું? " - જ્યોતિષશાસ્ત્ર સાથે પાર્ટ ટાઈમ
મીઠાઈની દુકાનમાં કામ કરતા હોય એમ અસાધારણ મીઠાશ અને સૌજન્યથી ફેમીલી-જ્યોતિષ પૂછી
રહ્યા.
"મારું નામ -" ભારે મંગળ~મૂળ દોષ-૧૩ ગુણ" અને આ મારી
ડોટરનું નામ -નાડી દોષ." એક જ વાક્ય બોલાયું. શરીર ભલે વડીલ સહજ મર્યાદા અને
માન આપવા ચરણ સ્પર્શ કરી રહ્યું પણ આંખોમાંથી પાંચ વર્ષ પછી પણ ઝરતી ગરમી કદાચ બે
જ જણને વર્તાઈ!
સીન-૨:
" આ વીકએન્ડ મોટાઘેર જવાનું છે. તારી ગ્રહ-દોષ નિવારણ અને શુદ્ધિની
પૂજા રાખી છે! "-ધાર્મિક વૃત્તિવાળા પતિ બોલ્યા.
"હું તો રોજ જ બાથ લઉં છું, ધેટ ટુ યુઝીંગ ડ્વ! મારે કોઈ બીજી
શુદ્ધિની જરૂર નથી. અને ગ્રહોને દોષ હોય તો એ નિવારવા એમને પકડીને પૂજામાં બેસાડો, હું આ બધામાં નથી માનતી!"-
પ્રેક્ટીકલ વિચારોવાળી પત્નીએ જવાબ આપ્યો.
" સારું, પાપાને ફોન કરીને કહી દેજે. પાપાએ પૂજા રખાવી છે! તારા લોજીક મને
ના સમ્ઝાવીશ.”- પતિદેવનું ફાયનલ હથિયાર.
" ઓકે. નો આર્ગ્યુંઝ!"-પત્નીની
નિઃશબ્દ શરણાગતી સંજોગો અને સંબંધો સામે.
સીન-૨(થોડા
દિવસો પછી):
" હવે તમારી કુંડળીના સર્વે દોષનું
નિવારણ થઇ ગયું છે! આ પૂજાની સમાપ્તિ સાથે તમે શુદ્ધ અને પવિત્ર છો!"- દસ
હજારની ક્ષુલ્લક દક્ષિણામાં મહારાજે બધા ગ્રહ-નક્ષત્ર-નાડીના દોષોને ધોઈ કાઢ્યા! જબ્બર સુપર પાવર છે આં મહારાજ અને
પંડિતો પાસે!
સો
કોલ્ડ -શુદ્ધ, પવિત્ર છતાં અંધશ્રદ્ધાથી અભડાયેલી પત્નીના દિમાગમાં વિચારો ભમી
રહ્યા-કુંડલી રચે કોઈ, હાથમાં રેખાઓ ઘડે કોઈ અને એની ખામીઓની "સફાઈ" કરે કોઈ!
આખો દિવસ હવાનનો ધુમાડો આંખોને બાળતો રહ્યોં અને એથી વધુ ખોટું સહન
કરવાનો વસવસો બળ્યો -દિલમાં!
***
જ્યોતિષ શાસ્ત્ર , કુંડલી, નક્ષત્ર, ગ્રહ, નાડી અને એવું બધું .....
કદાચ હું ખુબ જ નાની છું, તુચ્છ છું કઈ પણ ટીકા કરવા કે મારો અભિપ્રાય આપવા!
પણ હું એટલી પણ નાની કે અણ-સમઝુ નથી કે એટલું પણ ના પૂછી શકું કે -
શું માત્ર હાથની રેખાઓ, જન્મ સમય ~ જન્મ સ્થળની યુતિ કે જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન માત્ર - એક વ્યક્તિના
પોતાના અસ્તિત્વ, ઇચ્છાઓ,
સપનાઓ અને "હોવા પણા"થી વધુ મહત્વનું છે?
જ્યોતિષ શાસ્ત્ર જેવી પૌરાણિક વિદ્યા સાવ જ ખોટી છે કે ગ્રહો અને નક્ષત્રોનો આપણી જીન્દગીમાં કોઈ જ પ્રભાવ નથી - એવું કઈ જ સાબિત નથી કરવું મારે.
પ્રશ્ન માત્ર એટલો જ છે કે- કુંડળી, જન્માક્ષર, ગ્રહો કે નક્ષત્રોને જીવતા જાગતા મનુષ્ય કરતા વધુ મહત્વ આપવું ક્યાંની સમઝદારી છે?
શું જ્યોતિષ શાસ્ત્ર દ્વારા થયેલી આગાહીઓ કે ગ્રહો અને નક્ષત્રની અસર હર-હમેશ સાચી જ હોય છે?
- જો "ના" તો પછી એ અપવાદ માટે લાગણીઓ અને સપનાઓને વાદે ચડાવવું મૂર્ખાઈ ના કહેવાય?
કેટ-કેટલા ધર્મો અને દેશોમાં ક્યાય કુંડલી કન્સેપ્ટનું અસ્તિત્વ જ નથી, ત્યાં શું ગ્રહો અને નક્ષત્રો સાયલેન્ટ મોડ માં રહેતા હશે?
- જો "ના" તો આપણે જ આપણી સો કોલ્ડ-શ્રદ્ધાની આંખો ગાંધારીની પેઠે બળ -જબરીથી બંધ રખાવીને શું કૌરવ-વાદે નથી ચઢતા?
શ્રદ્ધા ની આંખો જાત મેળે ફોડી ~ ગાંધારી સમી અંધશ્રદ્ધાએ , જણી કૌરવો ની ટોળી! -સ્વ અનુભવ.
અંતે,
"હૃદયના અટળ ઊંડાણમાંથી જન્મતી શ્રદ્ધા, એણે હજારો
બુધ્ધીવાદીઓને ધૂળ ચાટતા કર્યાં છે..
પણ ખરી મુશ્કેલી અંધશ્રદ્ધા ,શ્રદ્ધા અને અશ્રદ્ધા- એ ત્રણે વચ્ચે દોરાયેલી સોનેરી- રૂપેરી રેખા શોધી કાઢવામાં રહી છે...." ~~ ધૂમકેતુ (રજકણ માંથી)
પણ ખરી મુશ્કેલી અંધશ્રદ્ધા ,શ્રદ્ધા અને અશ્રદ્ધા- એ ત્રણે વચ્ચે દોરાયેલી સોનેરી- રૂપેરી રેખા શોધી કાઢવામાં રહી છે...." ~~ ધૂમકેતુ (રજકણ માંથી)
Comments
આપનો બ્લોગ ” કોફી WiTh ભુમિકા ....” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫