Skip to main content

લાઈફ સફારી~૨૬ : ફાધર્સ ડે – પપ્પાને પટાવવાનો પ્રેમાળ પર્વ!


બેટા, ડ્રાઈવિંગ કરતી વખતે તો મોબાઈલને આરામ આપ! જે સમયે જે કામ કરતા હોય એમાં જ ધ્યાન આપવાનું! અમે તમારા જેટલા હતા ત્યારે આમ ગાડીમાં ફરવાનું સદભાગ્ય નાં હતું.. બસમાં જ મુસાફરી કરવાની અને મહિનાના છેલ્લા દિવસોમાં તો પગપાળા યાત્રા કરવાનું પણ ભોગે લાગતું.. – પપ્પા અચાનક વર્તમાનની એસીની કૃત્રિમ ઠંડકમાંથી ભૂતકાળની શીતળ જગદોજહદમાં પહોંચી ગયા!
પ્લીઝ ડેડ, નોટ અગેઇન! અમે આ અગાઉ હજાર વખત તમારા જમાનાની વાતો સાંભળી ચુક્યા છે! ટાઈમ હેઝ ચેન્જ્ડ! તમારા જમાનાની ધીમી અને બોરિંગ વાતો હવે આઉટ ઓફ ડેઈટ થઇ! હવે મલ્ટીટાસ્કીંગનો જમાનો છે! આ મોબાઈલ ખાલી કોલ કરવા કે રીસીવ કરવા નથી- સ્માર્ટફોન છે, એમાં કમ્પ્યુટરનું બધું કામ થાય છે, ઈન્ટરનેટ, ગેમ્સ, મુવીસ, મ્યુઝીક.. આખી દુનિયા છે-આ મોબાઈલમાં! મિટીન્ગ્સ , એનીવર્સરી, બર્થડે – કોઈ પણ ખાસ પ્રસંગ કે તારીખ, યોગ્ય સમયે યાદ કરાવે- આ સ્માર્ટ ફોન! આજના જમાનામાં પૈસા તો બધા કમાઈ લે છે – સોશ્ય્લાઈઝ કરવું જરૂરી છે! છોડો, તમને નહિ સમઝાય સામાજિક હોવાની જરૂરીયાત! આટલા વર્ષોમાં ક્યાં કુટુંબમાં કોઈનો જન્મદિવસ કે લગ્નતિથી યાદ રાખી છે તમે! અરે, કોઈના શુભ-અશુભ પ્રસંગમાં હાજરી સુદ્ધાં નથી આપી! – દરેક સામાન્ય બાળકની જેમ પોતાના સુખ, દુખ, એચિવમેન્ટ, ફેલ્યુંઅર-બધા જ સામાન્ય કે ખાસ પ્રસંગોમાં પોતાના પિતાની ગેરહાજરીમાં અનુભવેલી એ એકલતા આજે કડવાશ બનીને નીકળી!
હોન્ડા સીટીની અલ્હાદક શીતળતામાં પણ એક અકળામણ, મૂંઝારો અને ભીનાશ પ્રસરી ગઈ.
અને એક સામન્ય માણસ અંદરખાને પોતાના અસ્તિત્વને ઝંઝોળી રહ્યો, જવાબ આપવા માથી રહ્યો-પોતાનાજ પિંડને – શબ્દો વિનાના જવાબ!
વર્ષો પહેલા પોતાના વતનથી, પોતાની પત્ની સાથે, મોટા શહેરમાં ઘર વસાવવા આવે છે -એક સામાન્ય માણસ! એકડે-એકથી ગણતરી શરુ કરવાની છે આ સામાન્ય માણસને –પોતાનો સંસાર સજાવવા. પ્રેમાળ પત્ની અને વ્હાલા બાળકોને મૂળભૂત જરૂરીયાતો સાથે દુનિયાનું સઘળું સુખ આપવાનું છે- આ સામાન્ય માણસે. મકાનને ઘર બનાવવાની જગ-દો-જહદ, બાળકોનું ભણતર, સામાજિક પ્રસંગો, જવાબદારીઓ, કુદકે અને ભૂસકે વધતી મોંઘવારી અને સામે માર્યાદિત આવક- રોજની બે થી ત્રણ જુદી જુદી નોકરીઓ કરી, પોતાના કુટુંબને ઊંચું લાવવા જાત ઘસી નાખે છે –આ સામાન્ય માણસ! આખું શહેર રવિવારે સુસ્તાય છે, મૌજ કરે છે - ત્યારે ઓવરટાઈમ કરી બે છેડા ભેગા કરી, ત્રીજા છેડે બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે બચત કરે છે – આ સામાન્ય માણસ. ઘર બનાવવાની અને કુટુંબની સુખ-સાહ્યબી સજાવવાની મથામણમાં પોતાના ત્રીસ વર્ષો હોમે છે – આ સામાન્ય માણસ! પોતાના બાળકોનાં પ્રશ્નો, ફરિયાદ કે અકળામણને હસીને, સ્વસ્થતાથી સાંભળી લે છે, પોતાના આંસુઓની ભીનાશ છુપાવી જાણે છે – આ સામાન્ય માણસ!
પિતા, બાપુ,ફાધર,પપ્પા, ડેડ – એક ચટ્ટાન, જે પોતાના કુટુંબ માટે જાત ઘસી નાખતા પળવાર વિચાર નથી કરતા!
***
બેટા, એક વાર ફરી વિચાર કરી જો! હું તને કોઈ લાગણીભીનું લેક્ચર નહિ આપું. તને ઇમોશનલી બ્લેકમેઇલ પણ નઈ કરું. તારી લાઈફના દરેક નિર્ણય તારે જાતેજ લેવાના છે- પોતાની સુઝબુઝથી! – પપ્પાની ચિંતા એમના શબ્દે શબ્દમાં છલકાઈ રહી.
મેં વિચારીને જ નિર્ણય કર્યો છે પપ્પા. સુહાસ જેટલો સારો છોકરો આપણી જ્ઞાતિમાં તમે ટ્યુબલાઈટ લઈને શોધશો તો પણ નહિ જ મળે!- દીકરીના શબ્દોમાં વર્તાતી ઉમરસહજ ઉતાવળ અને મોહ પિતાથી ક્યાં છુપાઈ શકે!
કોઈ વ્યક્તિ સારી છે , ખુબ સારી છે- એ એક માત્ર કારણથી એની સાથે લગ્ન નાં થઇ શકે! જીવન સુખેથી જીવવા પ્રેમ સિવાય ઘણા ગુણો અને પરિબળો જરૂરી છે! અત્યારે તને હું સમઝાવીશ, તો પણ નહિ જ સમઝાય! જો તારી પસંદગી અમે નામંજુર કરીએ તો- શું કરીશ બેટા? – પોતાની દીકરીનો નિર્ણય ખોટો જ છે, તે જાણવા છતાં પોતાનો નિર્ણય એના પર નાં જ થોપવા મક્કમ પિતા અનુભવી રહ્યા વિવશતા.
હું મારા નિર્ણય પર મક્કમ છું. આપની નામંજૂરી હશે તો- અમે કોર્ટ મેરેજ કરી લઈશું. આગળ જતા, મને સુહાસ સાથે સુખેથી જીવતી જોઈને આપ અમને આશીર્વાદ જરૂરથી આપશો- મને વિશ્વાસ છે!- દીકરીનાં ભવિષ્યના સોનેરી સપના સાચા જ થાય, અને એમાં કોઈ અડચણ આવે એ પહેલા પોતાની આંખો મીંચાઈ જાય એ પ્રાર્થના કરી રહ્યા પ્રેમાળ પપ્પા.
પ્રેમ શબ્દ જે બોલીને નહિ પરંતુ- જતાવીને જીવે છે એ અસામાન્ય વ્યક્તિ છે- પિતા.
પોતાનાં સંતાનોને દુનિયા અને દુનિયાદારી બંને , કોમળતા અને કઠોરતા બેલેન્સ કરીને સુપેરે શીખવાડે છે એવા દુનિયાના શ્રેષ્ટ શિક્ષક છે-પિતા.
પોતાના પરિવારને સુરક્ષિત રાખીને પણ એમને નવા રસ્તા અને દિશાઓ શોધવા સ્વતંત્રતા આપતા- પરિવારના છત્ર છે- પિતા.
પોતાના સંતાનોને સાચા-ખોટનો ભેદ સમઝાવવા - ભૂલ કરવાની છૂટ આપતા, પોતાની ભૂલોમાંથી નવો પાઠ ભણતા શીખવાડતા અને જરૂર પડ્યે નાની-મોટી સજા આપી સાચા રસ્તે વાળતા- દોસ્ત, હમદર્દ, ફિલોસોફર અને પથદર્શક છે- પિતા.
માં પરની કહેવતનો સહેજ રમુજી છાંટ સાથે ભાવાનુવાદ કરીએ તો-
બાપ એ બાપ- બીજા બધા જંગલનાં સાપ! - {ઓરીજીનલ કહેવત - માં તે માં, બીજા બધા વગડાના વા! }

***
અંતે, દુનિયાના તમામ પિતાઓને – ફાધર્સ ડે ની શુભકામનાઓ!
અને મારા પ્રિય પપ્પાને- જે એમની હયાતીમાં નાં કહી શકી એવા શબ્દોની - એક શબ્દાંજલિ!
 આજે કેમ આવાજ ધીમો આવે છે બેટા રાતે હીર બૌ જગાડતી તો નથી ને
કે હજુ પણ તું પહેલા ની જેમ રાતે જાગીને ન્યુઝ પેપર વાંચે છે?
તું ક્યારે સુધરીશ? તું ક્યારે મોટી થઈસ ?
તને કેટલી વાર  કીધું રાતે જલ્દી ઉંઘી જવાનું , રાતે ઊંઘ પૂરી નથી થઇ ને
આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...

આજે બૌ વરસાદ છે, તું  ક્યાં છે બેટા ? આભ ફાટ્યું છે ને તને એલ.ડબલ્યુ.પી. ની ચિંતા છે?
એક દિવસ જોબ પર નહિ જાય તો તારી કોલેજ બંધ નઈ થાય ને?
જો પાછી છત્રી/રેઇનકોટ જાણી જોઈને ભૂલી ગઈ ને આજે?
તું ક્યારે મોટી થઈસ
ભીંજાઈસ ને શરદી - તાવ આવશે તો? રાતે તને વારે ઘડીએ ઉઠી ને કોણ ઓઢાવશે ?
તને હળદર વાળું દૂધ નથી ભાવતું તો એમાં મધ કોણ નાખી આપશે
આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...

બેટા , આજે ફરી દોડીને ટ્રેન પકડી ને ?
તને કેટલી વર કીધું સાચવીને અપડાઉન કરવાનું ....
ઘેર પહોંચતા હજુ સાંજ ઢળી જાય  છે બેટા? તું કેમ નથી સાંભળતી , તારી ચિંતા બહુ થાય છે! 
તું ક્યારે મોટી થઈસ?
એક ટ્રેન ચુકાસે તો કઈ જીન્દગી થોડી અટકી જાય છે?
આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...

આજે કૈક થયું હોય એમ લાગે છે બેટા.. બધું ઠીક તો છે ને ?
તું ક્યારેય કઈ કેતી નથી,  પણ હું ના સમજુ ?
મારી દીકરી તો લાખો માં એક છે, મને તો તારા પર ખુબ ગર્વ છે
તું તો મારી દીકરી - દીકરા થી અધિક છે! 
શું થયું  છે બેટા કેમ , આમ અચકાય છે  ?
પોતાની જાત પરનો તારો વિશ્વાસ ને પ્રેમ કેમ આમ ડગી જાય છે ?
બૌ મોટી થઇ ગઈ છે હવે તું બેટા, હવે પપ્પા ને સમજાવે છે ..
પણ તારી તકલીફ સમજવા ને સંભાળવા .. મને તારા શબ્દો ની જરૂર નથી! 
આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...

હવે તમે કઈ જ પૂછતાં નથી,
મારી ચિંતા પણ કરતા નથી ...
હવે મને "મારી" જાતને ચાહવાને સમજવા કોઈ સમજાવતું નથી...
એવી તમને શું ઉતાવળ થતી હતી?
તમે તો ગયાને છૂટ્યા આ નાસમઝ, જીદ્દી, અણસમજુ દીકરી થી..
પણ .. 
તમને દીધેલા એ અગ્નિદાહમાં મારો આત્મા પણ બળી ગયો છે ...
તમારી સાથે ને તમારા માં જ ભળી ગયો છે ...

"આઈ એમ નોટ ઓકે પાપા, તમે ક્યાં છો ?"


Comments

Anonymous said…
સરસ!
Chirag Patel said…
When my wife Parul says - I had tears reading Bhumika's blog - you won the biggest critic! Keep it up.
@chirag
:) I am obliged!
I just write all that comes in my mind!

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…