Skip to main content

લાઈફ સફારી~૨૩: લાઈફ એક્ઝામ : સે નો ટુ શોર્ટકટ!


"ભુમિકાકાલ થી તું આ કમપાર્ટમેન્ટમાં ના જોઈએ!" -પલ્લવીબેનની વોર્નિંગ સાંભળીને મેં ક્યારથી ચાલી રહેલા ડિસ્કશનમાં મેં ધ્યાન લગાવ્યું! 

"હમમમ " - મેં હમીંગ કરી, સાંભળું છું, એવો સંકેત આપ્યો! 

"જેમને ગ્રુપમાં વાત ના કરવી હોય, અને ખાલી બુક્સ વાંચવી હોય કે ગીતો સંભાળવા હોય કે ઉંઘી જવું હોય- એ બધાની હું કાલથી જગ્યા નહિ લાવું!" – પલ્લવીબેને મારી સાથે એક સામટા બે-ત્રણ જણાને ઝપાટામાં લીધા! પલ્લવીબેન નવસારીથી આવે અને અમારા ૧૦-૧૨ જણાના ગ્રુપ માટે લડી ઝગડીને પણ જગ્યા લાવે, એટલે અમારા પર ગુસ્સે થવાનો એમનો પાક્કો હક! 

"ચાલો મેં બુક મૂકી દીધી, હવે ફરમાવો, આજે કોનો વારો છે?" – મૈ અડધી વંચાયેલી "ઓલમોસ્ટ સિંગલ" નોવેલને પર્સમાં પાછી મૂકી અને આજના ટાર્ગેટની ઇન્ક્વાયરી શરુ કરી! 
"તમે બધા તો કોઈની કઈ ખબર જ નથી રાખતા! આ તાઈની ગઈ કાલે એક્ઝામ હતી! કોઈએ બેસ્ટ ઓફ લક કહેવા ફોન કરેલો? "- પલ્લવીબેને વાત શરુ કરી અને બધાને આજનું ટાર્ગેટ મળી ગયું!
 અમારા ગ્રુપમાં - "મધુબાલા"ની જાજરમાન બ્યુટી, "માધુરી"ની મોહક સ્માઈલ અને "કેટરીના"ની કાતિલ અદાઓનું  હીટ કોમ્બીનેશન  એટલે અમારા વ્હાલા આશાતાઈ! 
"મને કોઈએ ફોન નથી કર્યો! પછી બધા કમ્પ્લેઇન કરે છે કે તાઈ ગુસ્સે થાય છે! કાલે મારી "સીસીસી" ની પરીક્ષા હતી! " – આશાતાઈએ એમની એવરગ્રીન અદાથી જવાબ આપ્યો! 
"તાઈ, કઈ તવાઈ આવી ગઈ કે તે " સીસીસી" ની પરીક્ષા આપી? જ્યાં સુધી આભ ના ફાટે તમે કોઈ હલો  એવા પણ નથી! આ તમારી નવી ટેકનોલોજી શીખવાની કે "પરીક્ષા" આપવાની વાત તો- હું કુકિંગ માં પીચેડી કરું એવી ડેન્જર અને ઈમ્પોસિબલ લાગે છે! " - મારા આખા ગ્રુપમાં બધા ઓવર સોશિઅલ.. ઘર, પરિવાર અને નોકરીની પળોજણમાં આવું એક્ઝામ આપવાનું સાહસ તો કોઈ ના જ કરે!
"તને નથી ખબર? ગવર્મેન્ટમાં બધાના ઇન્ક્રીમેન્ટસ સ્ટોપ કર્યા છે, જ્યાં સુધી " સીસીસી" પાસ ના કરે ત્યાં સુધી! એટલે તો તાઈ, જયશ્રી અને મેં , અમે બધા એ આ વર્ષે સીસીસી  પતાવી દીધી! " - પલ્લવીબેનએ સિક્રેટ રીવીલ  કર્યું! 
"ઓહહ, એ તો ઘણું સારું કહેવાય! હવે તો તમે બધા એટ લીસ્ટ કોમ્પ્યુટર બેઝીક્સથી અવેર હશો! ગવર્મેન્ટ આજકાલ ઘણા સારા કામ કરે છે યાર! આઈ મસ્ટ એડમાયર! પણ હું તમારા બધા પર ગુસ્સે છું, મને પહેલા કીધું હોત તો સાંજે ટ્રેનમાં ગામ ગપાટા કરવાની જગ્યાએ હું તમને એકદમ મસ્ત " સીસીસી" ની તૈયારી કરાવી દેત!" - હજુ સુધી કમ્પ્યુટર ચાલુ કરવું અને ઈ-મેલ/ફીમેલમાં ડીફરન્સ કહેવો પણ જેમને ના આવડે, અને જ્યાં રૂટીન કામ "આજ કરે સો કાલ કર, કાલ કરે સો પરસો"ના સુવર્ણ સિધ્ધાંતથી શાંતિથી ચાલે છે એવા ગવર્મેન્ટનાં એમ્પ્લોઇઝને  કોમ્પ્યુટર લીટરેટ કરવાનો ગવર્નમેન્ટનો આઈડિયા મને તો ગમ્યો! 
"એમ કે? સારું કહેવાય? તાઈ, CPUનું ફૂલફોર્મ શું થાય? બોલો જોઈએ? " - પલ્લવીબેનએ તાઈની તાજી પાસ કરેલી પરીક્ષાને પડકારી! 
તાઈ શરમાઈને હસી પડ્યા.
"તાઈને અમે બે દિવસ પહેલા સવારથી સાંજ સુધી CPUનું ફૂલ્લ્ફોર્મ મોઢે કરાવ્યું હતું! છતાં જો આવડે છે? આવી પરીક્ષા પાસ કરી આ ટીચરે!"- પલ્લવીબેનની સડીથી અમારા "આરડીએક્સ"થી વધુ વિસ્ફોટક એવા જયશ્રીબેન ઉકળી ઉઠ્યા! 
"તને તો આવડે છે ને તું જ બોલ! "- જયશ્રીબેન ઉવાચ! 
"હાસ્તો, મને તો આવડે જ છે! કંટ્રોલ પ્રોસેસ યુનિટ!" – પલ્લવીબેને ગર્વથી જવાબ આપ્યો! 
"આઇલા,સારુ થયું તાઈ તમે આમની પાસે ના શીખ્યા! સાવ ખોટું શીખવાડતા હતા!"- રીનાએ પલ્લવીબેનના કોન્ફીડંસની હવા કાઢી નાખી! 
"ઉષાતાઈ, કેટલા આપ્યા?" - જયશ્રીબેનએ તાઈને પૂછ્યું! 
"પાંચ હઝાર, સર્ટી પણ એક્ઝામ પછી તરત જ મળી ગયું! હવે શાંતિ થઇ! બળ્યું આ સીપીયુ અને ફીપીયું મારે ક્યાં શીખીને લાટસાહેબ બનવું છે!" -તાઈએ માધુરી ઈસ્માઈલમાં મીઠ્ઠો જવાબ આપ્યો! 
"તાઈ, આવી ભૂલ કરાય? મને પૂછ્યું હોત તો ત્રણમાં કરાવી આપત! એ પણ જાતે ગયા વગર, એક્ઝામ આપ્યા વગર, ઘર બેઠા સર્ટી મળી જાત! આપણે તો કઈ સીપીયુ કે ડીપીયું નથી ભણીયું તો પણ મસ્ત સર્ટી આવી ગયું! " - જયશ્રીબેનએ તાઈની બચેલી હવા પણ એક ઝટકામાં કાઢી નાખી! 
"હવે તું કેમ આમ કોમામાં જતી રહી છે?" - મને આઘાતમાંથી જગાડતા પલ્લવીબેનએ પૂછ્યું! 
"અરે યાર, આ પણ તો એક જાત નું કરપ્શન નથી? આઈ મીન, આની કોઈ જરૂર જ નથી! સીસીસીનો સિલેબસ તો જુઓ, નાના છોકરાઓને પણ આવડે એવો છે! અને મને કહ્યું હોત તો હું પણ કરાવી દેત! તમે કોઈ સારા કમ્પ્યુટર સેન્ટરમાં બેઝીક કમ્પ્યુટરનો કોર્સ કર્યો હોત તો પણ આનાથી ઓછો ખર્ચો થયો હોત! અને મેઈન થિંગ ઈઝ, ઇટ્સ રોંગ! ગવર્મેન્ટ આ એક્ઝામ માટે ફોર્સ એટલે કરે છે કે આજે નહિ તો કાલે, પણ ધીમે ધીમે પેપરલેસ અને ઓનલાઈન કમ્પ્યુટર પર બધી કામગીરી શરુ થાય! અને .... આઈ એમ સ્પીચ્લેસ! " - હજુ હું આગળ કઈ બોલું એ પહેલા ઉષાતાઈ એ બુમ પાડી - "મેડમ પંચાવન મિનીટ પતી લેકચર પૂરું કરો! "
***
"CCC"ની પરીક્ષાના સર્ટીફીકેટ હવે પરીક્ષા આપ્યા વગર મળવા લાગ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું સરકારને આ ગોરખધંધાઓની જાણ નથી
અને જાણ છે તો, જાણી જોઇને રાજ્યના વિકાસના નામે આ કોર્સની પરીક્ષા લેતી સંસ્થાઓના ગજવા ભરવાથી ના તો પેપરલેસ કે ઓનલાઈન કામ થશે કે ના તો સ્વર્ણિમ ગુજરાત થશે! 
કોઈ પણ બદલાવ માટે સકારાત્મક અભિગમની સાથે સાથે સુયોગ્ય, સચોટ અને સુઆયોજિત પ્રયાસો પણ જરૂરી છે.
ગવર્મેન્ટની ઓફિસોમાં કમ્યુટરના નામે ડાયનાસોરના જમાનાના ડબલા  છે,  જે ચાલુ કરવા "પાવર ઓન"ના બટનની સાથે હ્યુમન ટચ ટેકનોલોજીથી એક સોલીડ ધબ્બો મારવો પડે છે અને પાછા આખા સ્ટાફ વચ્ચે  આવા જુજ સફેદ હાથીની હાજરીથી સ્ટાફમાં ગ્રુપ માં શેરીંગ થી કમ્યુટર[!!!! સફેદ હાથી]  યુઝ કરવાનું હોય છે! તો "કાગનું બોલવું ને ડાળનું પડવું" એ ન્યાયે "ક્યારે મરું ક્યારે મારું" થતા આવા સફેદ હાથીથી સ્ટાફ દુર જ રહે એ સાહજિક છે!
દરેક ગવર્મેન્ટ કર્મચારી માટે સીસીસીની એક્ઝામ અનિવાર્ય કરવાની સાથે જે તે સંસ્થામાં જ , કામના કલાકો દરમ્યાન જ ટ્રેનીંગની વ્યવસ્થા રાખી શકાય. માત્ર પરીક્ષા અને સર્ટીફીકેટની જગ્યા  જો કામ ના જ  સ્થળે ફરજીયાત ટ્રેનીંગની વ્યવસ્થા કરી હોય તો કદાચ સર્ટીફીકેટ વહેલું આવે કે મોડું, કમ્પ્યુટર લીટરેસીની આ ફેન્ટસી કદાચ રીયાલીટી બની શકશે. 
વારે વારે સરકારનાં અકારણ-સકારણ છાજીયા લેનારા આપણે પણ જેટલી મહેનતથી અને દિલથી ફેક સર્ટીફીકેટ કે એજન્ટ શોધવા મથીએ છે, એટલેકે શોર્ટકટ મારવા મથીએ છે, તેના કરતા જો દસમાં ભાગની મહેનત પણ આ એકઝામનું મહત્વ સમઝી કમ્પ્યુટર લીટરેસી મેળવવામાં કરીએ તો કદાચ સાચા અર્થમાં વિકાસ થઇ શકે!
આવો યાદ રાખીએ- કોઈ પણ એક્ઝામનું રીઝલ્ટ તમારું એકમાત્ર મૂલ્યાંકન નથી, પરંતુ એ એક્ઝામ પ્રત્યે તમારી મહેનત અને તમારા દિલથી કરેલા પ્રયત્નો એ ખરું મૂલ્યાંકન છે- જે સમય જતા તમારું વ્યક્તિત્વ ઘડતર કરે છે.
"પરીક્ષા - એક્ઝામ એ તમારી વાંચેલી, સમજેલી કે ગોખેલી માહિતીને બે-ત્રણ કલાકમાં પેપર પર ટપકાવી દેવું નથી! પરીક્ષા કે  એક્ઝામ એ તો  સટ્રેસફૂલ , પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ હિંમતથી પ્રોબ્લેમનો "સાચી રીતે"  સામનો કરી ને જીત મેળવવી છે! 
લાઈફ એક્ઝામ કોઈ આગોતરા ટાઈમ ટેબલ કે જાણકારી વગર અચાનક આવે છે અને એ પાસ કરવા જરૂરી છે માત્ર પ્રમાણિક મહેનત અને દિલથી સકારાત્મક પ્રયાસો- લક્ષ્ય છે વ્યક્તિત્વ ઘડતર.
આવો નાં કહીએ કોઈ પણ અપ્રમાણિક શોર્ટ કટને અને અપનાવીએ સાચો રસ્તો- ભલે થોડો જટિલ, લાંબો કે પથરાળ હોય! આવો બનીએ પ્રમાણિક આપણી જાત સાથે!Comments

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…