Skip to main content

Posts

Showing posts from 2011

Interaction with our beloved god Krushn, in Bhumika ishtyle..

" એમ.આઈ.એલ. ,  મારે એક બુક લખવી છે... કૃષ્ણ સાથે ના સંવાદ માં રોજ બરોજ ના નાના-મોટા પ્રશ્નો નું સરળ શબ્દો માં નિરાકરણ..  કોન્સેપ્ટ કેવો છે? ગઈ કાલ રાત નું દિમાગ માં ફરે છે અને આજે  લાસ્ટ પેપર છે પણ જીવ એમાં જ ગુંથાયેલો છે! " " ચાલુ કરો ત્યારે! મસ્ત કોન્સેપ્ટ છે !  ફર્સ્ટ કોમ્પ્લીમેન્ટરી કોપી બુક ની મને આપવાની ! " એક નાનકડા વિચારે આજે બાદ સ્વરૂપ લીધું - " Q & A with our beloved yuva God Krushn "  સ્વરૂપે.. જોત- જોતા માં હર્ષ ની ૨ પ્રશ્નોત્તરી આવી ગઈ, એકદમ ફિલોસોફીકલ ... http://mountmeghdoot.wordpress.com/2011/12/05/q-a-with-our-beloved-yuva-god-krushn-1/ http://mountmeghdoot.wordpress.com/2011/12/07/q-a-with-our-beloved-yuva-god-krushn-2/ . ભગવાન માં ના માનવાવાળી એવી મેં પણ હોંશે હોંશે વાંચી ... અને માણી.. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ " એમ.આઈ.એલ , હવે આગળ Q & A સુઝતા નથી.. શું કરું? " " આજુ બાજુ નજર કર.. પ્રશ્ન જ પ્રશ્ન છે! દરેક સંબંધ અને લાગણીઓ અંતે આપણને ગુંચવે છે, મૂંઝવે છે .. તો મંડી પડો , ...

લાઈફ એન્ડ્સ વિધાઉટ ફ્રેન્ડસ !

" હે ભગવાન , અગેઇન લેઇટ ! સવારે ગમે એટલા વાગે ઉઠું રોજ જ મોડું થાય .. "- રોજની ભાગદોડ ભરી જીંદગી માં કદાચ શરીર ની સાથે દિમાગ અને દિલ પણ જાણે મશીન જ થઇ ગયા છે.. ઘેર થી નીકળી ને ઓટો પકડતા ૫ મિનીટ ના રસ્તા માં પણ જાણે દિમાગ ૧૨૦ ની સ્પીડે આખા દિવસ નું શિડયુલીંગ કરવામાં જ બીઝી હોય, જાણે કેટ કેટલી હુંડીઓ સ્વીકારી ને ઉંધી પડી જતી હોઉં! મોબાઈલ માં ટાઈમ ચેક કરતા સાથેજ તારીખ અને વાર પર નજર ગઈ , અને વિચાર આવ્યો  - " ઓહહ... આજે અને મન્ડે? હે ભગવાન , તો પછી મારો સંડે ક્યાં ગયો? " બીજી જ સેકન્ડે યાદ આવ્યું - " કાલે મારો બર્થડે છે - હેપ્પી બર્થડે. હું આગલા દિવસથી બધા ને યાદ કરાવી દઉં છું! કાલે મને બધા ના એસ.એમ.એસ ને કોલ આવવા જ જોઈએ , વિશ કરવા, નહિ તો પછી.... "- એ " નહી તો પછી..."  બોલતા વન્કાયેલી પાણીદાર કાળી, કાજળ થી ભરેલી નજરો યાદ આવી ગઈ અને... જોકે બર્થડે , એનીવર્સરી અને બીજી ઘણી ખાસ તારીખો અને અવસર ભૂલી જવા માં મારો રેકોર્ડ છે અને દર વખતે દિમાગ એના આ મિસ ફન્ક્ષનીંગમાટે કોઈને કોઈ આડું અવળું બહાનું દિલ ને અને સ્નેહીજન ને સમઝાવી જ  દે.. પણ આજ...

એ સપના ઓ ને કેમ સમજાવવું ???

ઘર ની એ બારી જે છૂટી ગઈ છે જોજનો દુર, અને એ બારી ની બહાર ના એ રસ્તા {જ્યાંથી રોજ સ્કુલે જતા આવતા } ... એ નાનું મેદાન {જ્યાં રમી રમીને બાળપણ ઘસાઈ ને યુવાની બન્યું } .... એ મંદિર {જ્યાંના પ્રસાદની લાલચે ભગવાન માં અસ્થા જગાડી }.... એ ગોઠિયા મિત્રો {... જે હવે મારી દીકરી ના મિત્રો ના માં-બાપ ના રોલ માં પલોટાઈ ગયા છે } - ------------------- એ બધું કેમ એટલું અજાણ્યું લાગે છે ? બધું જો આટલું બદલાઈ ગયું છે તો એ બારી માં બેસી ને ખુલી આંખે જોયેલા  સપના  હજુ કેમ આટલા ઘેરા , તાજા અને "પોતાના" છે ? એ સપના ઓ ને કેમ સમજાવવું કે એ બારી ની સાથે બધું છૂટી ગયું ! -- કોઈ મહાન માણસ ના શબ્દો નથી પણ એક બીલો એવરેજ ને શરેરાશ કરતા વધુ દીફેકટીવ દિલ ની સાઈલેન્ટ સિસકીઓ ....

Be Real - Be rare!!!

If you love to talk or gossip ...                             { May be because you are too lonely inside !!! } If u are too engrossed in chatting almost every time..                             { may be because you want to be in crowd always as u fear to recall incidents happened, fiends lost, love stolen... ! } If you do surf social networking all now and then...                            { may be because you are quite misfit to real social world and acceptance in virtual social world gives u feel of existence and security! } "May be ur loved one's know your weakness well..... but you only know your inner soul better then any one else!" so Be Real - Be rare! enjoy your Gray shade...                 ...

Happy Birthday PAPA...

When you are around...   I never felt i am good for nothing... As you make me feel like princess... Wish i could say your heart is my only kingdom,let me be there for always!!! {wish i could make you feel how much i want you within me.... when u felt miserable...} when you are around...   my mistakes never bury me under guilt... As you make me realise ~ mistakes are part of life, never mind just learn a lesson!!!  wish i could have told  you ~ without you i am a big ZERO!!!  {wish i could have holded your hands , when your eyes were wet...} When you are around...   my dreams become reality... as you do everything, anything for nurishing all my dreams... just to see the twinkle in my eyes, Which u lived for ... Wish i could say ~ you are my lifeline.. {Wish i could listen to all you never said but your eyes did....} When you are around... I can fight all odds... As u taught me to be fighter and sh...

કેક્ટસ કહે છે ....

“મને સહેજ ઉગવા દેશો?  મારા અસ્તિત્વ ને તમારા લાગણી-વિશ્વ માં મુકવા દેશો ?” ક્યાંકથી નાનો સરખો , જરીક અમથો અવાજ આવ્યો., તીણો તીણો , ભાવ-ભીનો ... કોઈ નાનું સરખું પુષ્પ જેમ મહેકે , કોઈ ગર્ભસ્થ શિશુ દુનિયા ને અનુભવવા જેમ ચહેકે ... મુજ ખાલી હૈયે કોણે સાદ કર્યો? મારા ભાવ- વિશ્વ માં ઉગવા કોણે સંવાદ કર્યો? આમ-તેમ જોયું , કોઈ જણાયું નહિ... એક દિવસ અચાનક એક નાનો સરખો તુલસી નો છોડ ઉગી નીકળ્યો, લાગણીઓ ના રોપામાં.. જાણે પ્રભુએ સુણી સૌ પ્રાર્થના અને મને જ ફરી ઉગાડી દીધી નવા ચોગા માં... લાગણી , પ્રેમ, હુંફ ને ઘણું બધું .. , કેમ કહું કેટ-કેટલી સંવેદનાઓ પણ સીંચી .. કલરવ, ગુંજારવ અને કલશોર ... જ્યારથી મહેક્યો મારો તુલસી નો છોડ.. હૃદ-ધરતી થઇ લીલી- છમ્મ ... અને અસ્તિત્વ જાણે થયું આજે સફળ અને પુરા થયા બધા કોડ.. એક-દિવસ એક અણ -ધારી વાત બની , સહેજ અમથી ઘટના થી પણ જાણે કાળી ડિબાંગ રાત બની .. મારા વ્હાલ ના દરિયા ને એક નજીક નું કુંડું ગમી ગયું , નવેસરથી ઉગવા જાણે એનું દિલ થનગની ગયું.. ભારે હૈયે એને વળાવી નવા વિશ્વમાં ... એની ખુશીઓ પ્રાર્થી વળાવ્યુ હૈયું અને પરોવ્યું મન આં ફા...

પૂર્ણતા ને અધુરપ નો સરવાળો એજ - "તારો ને મારો" સંબંધ!

" હુ ઈઝ ગેટીંગ મેરીડ સો અર્લી ? "- આજકાલ ડીનર ટેબલ મેટ્મોરનીઅલ કાઉન્સેલિંગ સેન્ટર વધુ લાગે છે એવો માહોલ છે!  " અગેન અ રીચ , સેટલ્ડ, ડેસ્પરેટ ફોર મેરેજ - મેચ ! બટ ફોર અ ચેન્જ - "વુડ બી બ્રાઇડ " ઈઝ ચેન્જડ! "- ખલ્લાસ ૨ કલાક માટે નો નાસ્તો મળી ગયો પૂરી બ્રિગેડ ને!  "ડોન્ટ લુક એટ ભુમિકા ! હાઉ શી કેન બી "વુડ બી બ્રાઇડ" ? આઈ મીન , શી ફોલ્સ ઇન ફીમેલ કેટેગરી ? એક પણ એન્ગલ થી લાગતું નથી! " - વેફર ની સાથે ભુમિકા નો નાસ્તો શરુ થયો!  "સ્ટોપ ઈટ ગાયઝ! ઇટ્સ સીરીયસ! " - એટ લીસ્ટ મેરેજ ટ્રબલ માં તો - એક લડકીહી દુસરી લડકી કે દર્દ કો સમઝ સકતી હે .. પ્રુવ કર્યું મારી ડીયર રૂમી એ!  " ઓબ્વીયઝ્લી , ઇફ સમવન ઈઝ ગેટીંગ મેરીડ વિથ ભુમ્સ , હી મસ્ટ બી સીરીયસ- એટલીસ્ટ મેન્ટલી ! " .. મિત્રો ના બુમ બરાડા અને ધમાલ માં કદાચ વધુ પડતું જ ખવાઈ જતું ,  તો પણ માસી પ્રેમથી , આગ્રહ કરીને બધાને જમાડે . કદાચ એટલે કે આ એમના માટે બીઝનેસ નથી.. દીકરીઓ ને દીકરા ના યુ.એસ. સેટલ થયા પછી વસ્તી શોધવાનો રસ્તો માત્ર છે!  માસી એ ક્યારનું...

જોઈએ છે સુપર મોમ - ઇન્ટેલીજેન્ટ ,હાર્ડ વર્કિંગ , બયુટીફૂલ એન્ડ અબોવ ઓલ ઇમોશનલ ફૂલ !

"બેબુ , જલ્દી કર ને ...  મારે એક અરજન્ટ મીટીંગ માં જવાનું છે! એન્ડ પ્લીસ આજે લંચ ફીનીશ કરજે , તારા ફેવરીટ આલું ના પરોઠા બનાવ્યા છે! " - ટીનએજર દીકરી ની બેગ પેક કરી એને હાથ માં થામાંવતા માં એ રોજની સ્ટીરીઓટાઈપ સલાહ આપી... જે કદાચ હવે એમની બેબુ ને અડતી પણ નથી!  "મોમ, નોટ અગેન ! આઈ ટોલ્ડ યુ ! આઈ એમ ઓન ડાયેટ! આલું કે પરોઠે સાઉન્ડ્સ સો ફિલ્મી એન્ડ અનહેલ્ધી ! આઈ વિલ હેવ ફ્રુટ જ્યુસ એટ કેન્ટીન. " - નવી હેર કટ માં પોતે કેવી હેપ લાગે છે એ જોઈ ને ખુશ થતી ફિગર કોન્શિયસ બેબુ ખુશ થતા ટહુકી .. " કમ ઓન બેબુ! યુ આર ઇન શેપ ઓલરેડી! મેં આજે સવારે વહેલા ઉઠીને સ્પેશિયલી તારા માટે પરોઠા બનાવ્યા  , આજનો દિવસ ખાઈલે .. કાલ થી ડાયેટ સ્પેશિયલ કઈ બનાવીસ! " - રાતે [!!!] ઓફીસ નું પેન્ડીંગ કામ  પતાવીને  ઊંઘી ત્યારે પતિ ને બાળકો ને ક્વોલીટી ટાઈમ ના આપી શકવાની ગીલ્ટ , કદાચ આજે સવારનું રીચ મેનુ બની! પતિ ની પસંદગીના કોફતા અને બેટી ની પસંદગી ના પરોઠા , અને પોતાની પસંદગી નું ? .... કદાચ પોતાનું અસ્તિત્વ તો આ ગીલ્ટ નીચે ક્યાય ધરબાઈ  ગયું એ આ બીઝી લાઈફ માં રીયલાઈઝ પણ નથી થયુ...

"વ્હાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ ?... ઈટ્સ નોટ અ સીન ~... પિરિઅડ. "

" બીટ્ટુ , બેટા , પાની દીજીયે ના .. પ્યાસ કે મારે ગલા સુખ રહા હે.. " ... છેલા અડધા કલાક થી તરસી માં રાહ જોતી હતી કે ક્યારે ઘેર બીટ્ટુ કે બિન્ની આવે અને એને પાની આપે.. કેમકે આજે એમને રસોડે  નથી અડવાનું ... "માં , મેં હોમવર્ક કર રહા હું , આપ ખુદ કયું નહિ લે લેતે ? સુબહ સે બાત બાત મેં મુજે બુલા રહે હો .. બીટ્ટુ પાની ચાહિયે, બીટ્ટુ અલમારી સે કપડે નીકલો , બીટ્ટુ દીદી કા ટીફીન ઉસકે બસ્તે મેં રખ દો ! મેં પઢાઈ કબ કરું ? ફિર કમ નંબર આયેનગે  તો આપ હી ચિલ્લાઓગે ... " - બિચારા બીટ્ટુ એ સવારથી ચાલતી માતૃ સેવા નો ઉભરો ઠાલવ્યો! "બેટા , મેરી તબીયત ઠીક નહિ હે , ઇસ લીયે.. તું તો મેરા રાજા બેટા હે... " - હવે નવો પ્રશ્ન કયો આવશે , એ વિચાર થી માં અકળાઈ રહી ... " તબિયત ઠીક નહિ હે તો ડોક્ટર કે પાસ કયું નહિ જતી ???   " - દર મહિને મમ્મી ને બહેન ની આ રસોડે નહિ અડવાની ભેદી બીમારી થી બીટ્ટુ ને અકળામણ થતી.. " નહિ બેટા એસી કોઈ બીમારી નહિ હે , વો તો  મુજે આજ "કૌવા છું ગયા હે" ઇસ લીયે કુછ દિનો તક મેં રસોઈ નહિ છું સકતી ... " - બિચારી માં એ પોતે નાનપણ મા...

શોર્ટ ક્ટ , સગવડ , વ્યહવાર , ખાવું-પીવું ને ગાવું ----- "આઈ એમ અન્ના ! "

" હે , આજે "પૂહ" નથી દેખાતી ને ? ઓય્ય જાડી તું કેમ આજે ભીલાડ માં? કેમ મોડું થઇ ગયું? ડુમ્મસ ભજીયા ખાવા ગઈ હતી કે લોચો ખાવા ચોક ગઈ હતી ?" - ધીરેથી રોજની જગાએ તશરીફ ગોઠવતા સ્વાતી ની પીન દબાવાઈ ગઈ, એને જાડી કહીને !  રોજીંદી એક જ ઘરેડ જીવવાની જાણે આદત થઇ પડી છે ! જેમ ઘેર ૧-૨ જણા ની ઘેરહાજરી હોય તો ચિંતા થાય, કંઇક એવુંજ અમારે ટ્રેન ના કમપાર્ટમેન્ટ માં પણ છે, એક નાનું કુટુંબ - જ્ઞાતિભેદ , વય ભેદ, વિચાર ભેદ  કે પરિસ્થિતિ ભેદ હશે  પણ જ્યાં લગીરે  લાગણી ભેદ નથી એવું કુટુંબ ... "દીદી , પ્લીઝ હું જાડી નથી, હા ચબ્બી કેવાય પણ જાડી ? " - સ્વાતી નો કાયમ નો ડાયલોગ .. કદાચ એને ઓળખતા બધા ને યાદ રહી ગયો હશે !! "પૂહ ,  ને આજે લેટ થાવાનું છે કદાચ , આવતી જ હશે.. આજે એને પ્રેક્ટીકલ માં કંઇક ઉંદર કાંડ થયું છે એવું કૈક કેહતી હતી !" - વાળ સરખા કરી આઈ  લાઈનર લગાવતા સ્વાતી બોલી.. "જાડી , તને હવે રાત્રે કોણ  જોવાનું કે આઈ લાઈનર ને મેકઅપ બગાડે છે ? " -  કદાચ સ્વાતી નો  મન્થલી મેક-અપ એક્સપેન્સ એક મિડલ ક્લાસ ના મન્થલી બજેટ ને ઓવરટેક કરી જતો હોય તો નવાઈ ન...

ડબ્બાના "ડ" ની સફર :: અવગણના ના "અ" થી લાગણી ના "લ" સુધી...

"નીચેના દરેક પ્રસંગો જાણે અજાણે ક્યાંક મારી કે તમારી સાથે કે આપડી આસપાસ બનેલ - કાલ્પનિક - હકીકત છે! " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ " તું મમ્મી ની વાત કેમ નથી માનતી ! તને હજાર વર કીધુ છે, મારી મમ્મી કહે એ બ્રહ્મ સત્ય! વધારે જીભા જોડી ના જોઈએ! " - ફુલ ટાઈમ "શ્રવણ છાપ" પુત્ર ના કેરેક્ટર  માં અચાનક પતિ નો આત્મા જીવિત થઇ ગયો! "પણ તમે મારી વાત તો સાંભળો! " - પત્ની ની વાત સાંભળી ને કઈ "જોરુ કા ગુલામ " નું મફત નું ટાઈટલ થોડું લેવાય ? એટલે પતિદેવ ઉવાચ - " પણ , બણ  ગયા ચુલા માં ! મમ્મી કહે એમ કરવાનું ! બે પૈસા કમાતી શું થઇ ચરબી ચઢી ગઈ છે! જીભ ચાલે છે એટલા હાથ ચલાવ ને તો મમ્મી ને કઈ કહેવું જ ના પડે ! " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ " ચા થઇ કે નહિ ? કેટલી વાર ? એક કામ કરતા એક એક કલાક કાઢે છે! કોઈ કામ માં તારે ઠેકાણા છે ? ભગવાન જાણે કોણે તને એમ.ફાર્મ.  ની ડીગ્રી આપી દીધી છે! ભણ્યા પણ ગણ્યા નઈ એ આનું નામ ! " - મહેમાનો ની વચ્ચે પતિદેવ પોતાની "ધર્મ-પત્ની " ...

તુ પાછી ના આવે ?

મારી વાયરલેસ વડીલ  ... [પીનલ પટેલ ....]  "આજે તુ નથી એ બહુ વાગ્યું, બહુ બળ્યું .. તુ દુર દુર ઉડી ગઈ એના કેટલા દિવસો , વર્ષો થયા એની ગણતરી કદાચ આજે સમજાઈ ... તો પણ ખબર નહિ કેમ હજુ પેલા તે શિખવાડેલા વાયરલેસ ના દાખલા આવડતા નથી.. એ સીખ્વાડવા .... તુ  પાછી  ના આવે?  તારી સાથે જોયેલા બધા મુવીસ ને  તારી સાથે કરેલી એ બધી મસ્તીઓ હજી પણ તાજી છે .. પણ છતાં તારા જન્મ દિવસ પર આપડે "અગલી ઓર પગલી" જોવા કેમ ગયા હતા એ સમજાતું નથી!! એ સમ્ઝાવવા .... તુ પાછી ના આવે ? તારી સાથે ચટાકા ભેર ખાધેલી પાવ-ભાજી , ઢોસા  હવે ખબર નઈ કેમ પહેલા જેવા ભાવતા નથી!  અને તારા સીખવાડેલા  ખમણ હજી બનવું ત્યારે પાણી માં તારે છે , ડૂબતા નથી !  એ જોવા ને ચાખવા ... તુ પાછી ના આવે ?  મારા કીધા વિના હમેશા તુ જેને સમજી જતી હતી એ સમજવા  ... ને જયારે હું ઇમોશનલ ફૂલ બનું ... ત્યારે "જો પાછા , તમે ક્યારે સુધરસો ?" એમ કહેવા ...  તુ પાછી ના આવે ? " --એ જ તારી ..  ખમણ શિષ્ય અને કમ્પ...

"આઈ એમ નોટ ઓકે પાપા, તમે ક્યાં છો ?"

" આજે કેમ આવાજ ધીમો આવે છે બેટા ?  રાતે હીર બૌ જગાડતી તો નથી ને?  કે હજુ પણ તું પહેલા ની જેમ રાતે જાગીને ન્યુઝ પેપર વાંચે છે? તું ક્યારે સુધરીશ? તું ક્યારે મોટી થાઈસ ? તને કેટલી વાર  કીધું રાતે જલ્દી ઉંઘી જવાનું , રાતે ઊંઘ પૂરી નથી થઇ ને ?   આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ... આજે બૌ વરસાદ છે, તું  ક્યાં છે બેટા ? આભ ફાટ્યું છે ને તને એલ.ડબલ્યુ.પી. ની ચિંતા છે? એક દિવસ જોબ પર નહિ જાય તો તારી કોલેજ બંધ નઈ થાય ને? જો પાછી છત્રી/રેઇનકોટ જાણી જોઈને ભૂલી ગઈ ને આજે? તું ક્યારે મોટી થાઈસ?  ભીંજાઈસ ને શરદી - તાવ આવશે તો ? રાતે તને વારે ઘડીએ ઉઠી ને કોણ ઓઢાવશે ? તને હળદર વાળું દૂધ નથી ભાવતું તો એમાં મધ કોણ નાખી આપશે?  આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ... બેટા , આજે ફરી દોડીને ટ્રેન પકડી ને ? તને કેટલી વર કીધું સાચવીને અપડાઉન કરવાનું .... ઘેર પહોંચતા હજુ સાંજ ઢળી જાય  છે બેટા ? તું કેમ નથી સાંભળતી , તારી ચિંતા બહુ થાય છે!  તું ક્યારે મોટી થાઈસ ? એક ટ્રેન ચુકાસે તો કઈ જીન્દગી થોડી અટકી જાય છે? આઈ એમ ઓકે પા...

તો કદાચ સ્વાર્થી હોઉં જરૂરી છે! ...

" હેય ડી-કંપની ના ડોન, બૌ દિવસે દેખાયા ને કઈ? બૌ રખડપટ્ટી કરી કે શું ? કંપની એ દિલ ખોલી ને બોનસ આપ્યું છે તો ગોઆ કે કાશ્મીર ની ટુર મારી આવ્યા કે શું ? " - બૌ દિવસે દિવા ને જોઈ ને અનાયાસે જ આદત પ્રમાણે ફૂટપટ્ટી ખેંચાઈ ગઈ! "ના યાર , ઘેર જ હતી! " - એક ફિક્કા હાસ્ય સાથે દિવા પરાણે બોલી શકી જાણે ! દિવા ના અવાજ નું એ અલ્લડપણું અને ઝીરો  ફીગર માં [ખરેખર તો માઈનસ માં !!!] પણ ધડ્ક્તી એ સિક્સ પેક ની હિંમત આજે જાણે હડતાલ પર છે!  "ડી કંપની "- એટલે કે દિવા , એની સરનેમ રાઠોડ ની  જગા એ  જો  દવે, પટેલ કે મન્સૂરી હોત તો પણ કદાચ એના તોફાન અને કારનામાં થી એને આજ પદવી ને ઉપનામ મળ્યું હોત! અસલ બરોડા ના પાણી માં વિદ્યાનગર ની આઝાદી અને સુરત નો મિજાજ મળે તો જે કોકટેલ બને એ જ તો "દિવા" ... છેલ્લા ૩-૪ વર્ષ થી ભિલાડ થી સયાજી નું સવારે ૭ થી રાતે ૧૦ નું ભાંગી ને ભુક્કો કરી નાખે એવું અપડાઉન પણ સહજતા થી ને હસતા રમતા કરે છે! "આજે આટલી ભીડ છતાં તમે કોઈ એનકાઉનટર નથી કર્યું તે આજે બોસ ને કઈ નરમ ગરમ છે ? આજકાલ તમારે ડોન લ...

" She’s not a baby anymore .... She started school this morning .... "

મારી હીર નો સ્કુલ માં પહેલો દિવસ.. પહેલું અઠવાડિયું ... કદાચ લગ્ન બાદ વિદાય વખતે  એટલું દુખ્યું નથી જેટલું આ પહેલા અઠવાડિયા માં કઠ્યું !!! કેમ? ખબર નહિ! આમ તો હીર ની નવી દુનિયા માં શુભ શરૂઆત થી ખુશી પણ થઇ , પણ દિલ ના એક ખૂણે કૈક તો અટવાયું !! નાના ભૂલકાઓ ની "માં" થી દુર, અજાણી જગા ને અજાણ્યા લોકો વચ્ચે આવી જવાની વેદના અને એ વેદનાની   બાળસહજ રુદન થી અભિવ્યક્તિ વચ્ચે , મારી "મીઠ્ઠી" , મારી "હીર" , એક પણ આંસુ પાડ્યા વગર , હસતા રમતા , પહેલા જ દિવસથી નવી દુનિયા માં સમાઈ ગઈ એનું અચરજ ને ખુશી બંને થઇ! પણ હજુ દિલ માં એ ચચરાટ છે અને કદાચ એનું કારણ પણ હવે સમજાયું છે!  શું?  મારા શબ્દો માં નહિ પણ કોઈ અજાણ્યા લાગણીભીના દિલ માંથી આ "સમ-વેદના" પહેલા જ લખાઈ ગઈ છે .... .................................................................................................................................. "She started school this morning, And she seemed so very small. As I walked there beside her In the Kindergarten hall. And as she took...

અસ્તિત્વ ખોજ :: ઉગવા , પાંગરવા ને વિકસવા માટે ની જગદ-ઓ-જાહેદ...

P.S. :: કાલ્પનિક અને વાસ્તવિક વિષયવસ્તુ ::  "ભૂલો ભલે બીજું બધું માં-બાપ ને ભૂલશો નહિ... અગણિત છે ઉપકાર એના એહ વિસરશો નહિ ..." ટીવી પર લોકલ ચેનલ ની પ્રભાત ભક્તિ પ્રોગ્રામ માં સુમધુર ભજન વાગી રહ્યું અને ... " આ નવી પેઢી ના નવા તાયફા ...  આ તે વળી કેવું ? -- વર્ષો થી ચાલી આવતી પરંપરા છે કે લગ્ન કરી ને સાસરે જાય એટલે સ્ત્રી ને જ એડજસ્ટ કરવું પડે. બીજા ના ઘર માં રેવાનું ને પોતાની ચરબી બતાવાની એ તો વળી કેવું? -- ગમશે, ચાલશે, ફાવશે પર તો સ્ત્રી નો સંસાર ચાલવો જોઈએ.. અને પતિ અને કુટુંબ ની ઈચ્છા ને સેવા માટે તો સ્ત્રી નો જન્મ છે !  -- જો આટલું પણ ના સમજાય તો તો તારો જન્મારો જ એળે ગયો રે ...  -- સ્ત્રી ને તો કેવી સ્પેસ , મોકળાશ ને મિત્ર ?  -- પુરુષ ને તો પચ્ચીસ લફડા ને કામ હોય, ઘર ને વર ને સાંભળી ને બેસે એ જ સન્નારી !  #@$#@%$^%$^&%&*^*%^&@#$@#%$#@%$^@^%^%$^$^%#^%$#&#%^ " રુકાવટ કે લીયે ખેદ હે ... મગજ એ પણ આગળ ના ડાયલોગ સાંભળવાની કે પ્રોસેસ કરવાની ના પાડી દીધી.. મારું ઘર, મારું કુટુંબ ને મારું અસ્તિત્વ .... બધું જ એક પળ માટે ધૂંધળું...