Skip to main content

લાઈફ એન્ડ્સ વિધાઉટ ફ્રેન્ડસ !

" હે ભગવાન , અગેઇન લેઇટ ! સવારે ગમે એટલા વાગે ઉઠું રોજ જ મોડું થાય .. "- રોજની ભાગદોડ ભરી જીંદગી માં કદાચ શરીર ની સાથે દિમાગ અને દિલ પણ જાણે મશીન જ થઇ ગયા છે..
ઘેર થી નીકળી ને ઓટો પકડતા ૫ મિનીટ ના રસ્તા માં પણ જાણે દિમાગ ૧૨૦ ની સ્પીડે આખા દિવસ નું શિડયુલીંગ કરવામાં જ બીઝી હોય, જાણે કેટ કેટલી હુંડીઓ સ્વીકારી ને ઉંધી પડી જતી હોઉં!

મોબાઈલ માં ટાઈમ ચેક કરતા સાથેજ તારીખ અને વાર પર નજર ગઈ , અને વિચાર આવ્યો  - " ઓહહ... આજે અને મન્ડે? હે ભગવાન , તો પછી મારો સંડે ક્યાં ગયો? "
બીજી જ સેકન્ડે યાદ આવ્યું - " કાલે મારો બર્થડે છે - હેપ્પી બર્થડે. હું આગલા દિવસથી બધા ને યાદ કરાવી દઉં છું! કાલે મને બધા ના એસ.એમ.એસ ને કોલ આવવા જ જોઈએ , વિશ કરવા, નહિ તો પછી.... "- એ " નહી તો પછી..."  બોલતા વન્કાયેલી પાણીદાર કાળી, કાજળ થી ભરેલી નજરો યાદ આવી ગઈ અને...

જોકે બર્થડે , એનીવર્સરી અને બીજી ઘણી ખાસ તારીખો અને અવસર ભૂલી જવા માં મારો રેકોર્ડ છે અને દર વખતે દિમાગ એના આ મિસ ફન્ક્ષનીંગમાટે કોઈને કોઈ આડું અવળું બહાનું દિલ ને અને સ્નેહીજન ને સમઝાવી જ  દે..

પણ આજે  નાં  તો દિમાગ બર્થડે ભૂલી જવાના બહાના શોધતું હતું કે નાતો બધા ના બર્થડે કઈ રીતે યાદ રહે, એવા ફાલતું આર્ગ્યુમેન્ટસ થી દિલ ને બહેલાવવા નો ટ્રાય કરતુ હતું!
કેમકે દિલ અને દિમાગ બંને ને દુખ થયું - સંડે ખોવાઈ જવાનું નહિ , પણ એકદમ દિલોજાન અને ખાસમખાસ એવી દિલ અને દિમાગ બંને ને નજીક મિત્ર નો બર્થડે ભૂલી જવાનો..

બાળપણ ની ગોઠડી , સ્કૂલી સંગાથ કે કોલેજી કંપની જેટલી ઉમર ભલે ના હોય એ મિત્ર સાથે ની મૈત્રી ની , પણ આં મિત્રતા ની  પુખ્તતા , સ્નેહ અને લાગણીઓ અચૂક વધારે જ છે!

" સોરી , કાલે વિશ કરવાનું ભુલાઈ જ ગયું.. બી લેટેડ હેપ્પી બર્થડે ! " -એસ.એમ.એસ સેન્ડ કરતા કરતા યાદ આવ્યો એ પહેલો દિવસ..

અને એજ સાથે એસ.એમ.એસ નો રીપ્લાય : " ઇટ્સ ઓકે ડિયર,  થાય હવે , આઈ મિસ્ડ યોર એસ.એમ.એસ બટ આઈ નો - એવું થઇ જાય ,  હવે સોરી નો ઓવરડોઝ ના જોઈએ! "  - એકદમ પ્રેમથી અને સહજતા થી મારી ભૂલી જવાની આદત , મારા થોડા સમય થી અસ્ત-વ્યસ્ત શીડ્યુલ અને મારો  સ્માઈલી સાથે સ્વીકાર !

૧- ૮-૨૦૦૯... નવી જોબ માં પહેલો દિવસ, અજાણ્યા લોકો, અજાણ્યું વાતાવરણ અને છતાં એ મિત્ર ને પહેલી વાર જોઇને અનુભવાયેલી હાશ!
પહેલા દિવસે જે થોડું અતડું લાગેલું એ સ્મિત બીજા દિવસ થી તો એકદમ સંગીન થઇ ગયું અને અજાણ્યો માહોલ પણ રંગીન થઇ ગયો!
હા હા હા ..

મજાક નથી  કરતી , કૈક આવો જ અનુભવ થયો!
અને એ મિત્ર એટલે એસ.કે. : સ્નેહલ ..

પહેલા થોડા દિવસ ના અનુભવ પરથી સમઝાયું કે...
માણસ ને ઓળખવાની ગજબ ની સૂઝ અને સામેવાળા ને માપી ના લે  ત્યાં સુધી સંપૂર્ણ સેફ ડીસટન્સ થી એકદમ સ્વસ્થ બિહેવ કરવાનો સ્વભાવ એટલે સ્નેહલ.

એક કેબીન શેર કરતા કરતા અમે ક્યારે એકબીજાના સુખ-દુખ , મજાક મસ્તી અને લાગણીઓ શેર કરતા થઇ ગયા એ હજુ વિસ્મય છે!

જેમ જેમ સમય ગયો , એક બીજાની સારી નરસી વાતો પણ એકદમ મૌજ થી સ્વીકારતા ગયા..
{ જોકે એમાં સારી વાતો સ્નેહલે મને શીખવાડી અને બદલા માં મેં એને બગાડી...  એક બગડેલી કેરી ટોપલો બગાડે, એમજ તો! }

એકદમ અલ્લડ સ્વભાવ અને કુટુંબ અને મિત્રો માટે એટલી જ તીવ્ર સંવેદના , પોતાના સબ્જેક્ટ અને વિદ્યાર્થીઓ ના પ્રોગ્રેસ માં એક જ પેસ થી ફૂલ ઇન્વોલ્વડ , નવી ટેકનોલોજી અને લીટરેચર બંને માં એક સરખો   રસ , બ્યુટી -ડ્રેસિંગ-પર્સનાલીટી ની સાથે વર્ક કમીટમેન્ટ અને ફેમીલી રીસ્પોસીબીલીટી માં પણ ટેન ઓન ટેન- અને એબોવ ઓલ મને હસતા મોઢે સહન કરવાની , મારો બકવાસ ૮ કલાક સંભાળવાની , મારા ઢંગધડા વગર ની બ્લોગ પોસ્ટ ને ફેસબુક નોટ્સ- સ્ટેટ્સ પર પ્રેમથી કમેન્ટ્સ કરવાની - દિલદારી ... એટલે સ્નેહલ..


 આ તો થયા બધા પ્લસ પોઈન્ટ્સ {તમને  થશે આજે અમુલ  બટરના કન્ટેનર ના કન્ટેનર ખાલી કરું છું ! } , અને નેગેટીવ પોઈન્ટ? - માર ખવડાવવો છે?   :)


સ્ટેફી ગ્રાફ ના ફીચર્સ અને કાજળઘેરી પારદર્શક આંખો, રમતિયાળ અને ઓલ્વેઝ અવેલેબલ સ્મિત , સાલસ સ્વભાવ ની સાથે તોફાન તો તડકો [ વઘાર ] :  એવી મારી ખાસ મિત્ર સ્નેહલ ને - દિલ ની જન્મ દિવસ ની નહિ , આખી જિંદગી માટે શુભ કામના ...



જે ઉદારતા  થી ભગવાન મને મુસીબતો અને અડચણો આપે છે, કદાચ એથી વધુ ખુલ્લા દિલે મિત્રો આપ્યા છે!

{
આ વાંચી ને જે મહાનુભાવો મને ખખડાવશે - એમના વિષે ના લખવા માટે...
 એમના માટે-
હું હજુ ઘણું લાંબુ જીવીશ અને લખી લખી ને તમારું લોહી પીશ ! 
 }

Comments

Snehal Gandhi said…
Oh, I am bulshing...Vanchta vanchta face to smily smily thay gayo...Could not stop reading it for 4 times..Ya, One day I told u that ur writing has a spark, and u should write for our friend's group. This is the day when I got my wish fulfilled..This is the best B'day Gift ever...Love U and ur Company..Be with me forever..Thnks a lottttttt...
Harsh Pandya said…
"આ વાંચી ને જે મહાનુભાવો મને ખખડાવશે - એમના વિષે ના લખવા માટે...
એમના માટે-
હું હજુ ઘણું લાંબુ જીવીશ અને લખી લખી ને તમારું લોહી પીશ ! "

તો ઠીક હો..મને એમ કે આવા વખાણ અમારાય કરવા જોવે...લોલ્ઝ... ;) ફાયનલી,ભુમ્સ ઇઝ બેક... :)
Anonymous said…
અજબ સંજોગ !!!
ગઇ કાલે જ મે એક બ્લોગ-પોસ્ટ મુકી હતી જેમાં એક અંગત મિત્રના દગાથી થયેલ દુઃખની વાત હતી.. અને આજે આપના બ્લોગમાં મિત્રતાની મધુર વાતો નિહાળી...

નિખાલસ દોસ્તો અને મીઠી દોસ્તી નસીબદારને મળતા હોય છે અને તે બાબતે આપ નસીબદાર ખરા.

અને હા, જન્મદિવસની હરીભરી શુભેચ્છાઓ...
આપના જીવનમાં સદાયે ખુશીયોની હરિયાળી ફેલાયેલી રહે એવી ઇશ્વરને પ્રાર્થના.
આવજો..

-
દર્શિત, અમદાવાદ.
Aspiring finder said…
helllo...I liked your blog very much..the way you write and way you explain...and the words that you use ...am your fan...

And btw I myself write poems ..and have started blogging...I would love If you just have a look at my blog and give proper guidance on my poems..
Would be thank ful to you//
bhumika said…
@snehal
I am obliged to have a best buddy like you!

You are my oxygen! :)
bhumika said…
@harsh pandya

i knew, you will be first one for asking- " કા એમ.આઈ.એલ મારા માટે નઈ, બસ ને? "
so i had to add last disclaimer..

of course how i can forget writing for my jamairaj!

till den, intezaar!
bhumika said…
@દર્શિત
આપના બગીચા માં કાલે જ એક લટાર મારી, ખુબ જ લીલોતરી અને કલરવ ભર્યો છેતમારો બગીચો ..
તમે જે સમય , લાગણી અને શબ્દો સિંચ્યા છે એની માવજત માં એ સુપેરે મહેસુસ થાય છે!
હવે આજ-કાલ માં સમય લઇ ને તમારા બગીચા ના બધા ખુના ખાંચરા જોઈ જવા પડસે, રાખે ને કોઈ દુર્લભ ને સુંદર ફુલ-છોડ જોવા નું રહી જય!

બાકી હવે સવાર સાંજ નું વોક તો પાક્કું તમારા બગીચા માં!
આપને મળી ને ખુબ આનંદ થયો!

મારી આં મેસ્દ અપ અને ક્રેઝી દુનિયા માં પણ આપનું સ્વાગત છે!
bhumika said…
@પાર્થ સંઘાની ,

આપળી તો ડીગ્રી થી લઈને શોખ સુધી ની વેવલેન્થ મળે છે!
[ i am assistant professor in an engineering college :) ]

હમણાં જ તમારા બ્લોગ ની મુલાકાત લીધી ..
અને ખુબ નવાઈ થઇ , આપની કવિતાઓ અને એથી વધુ આપની જીવન પ્રત્યેની ફીલોસોફી એકદમ સરળ અને ગમી જય એવ્વી છે!

હમણાં સુધી મને નવી થતી કે ઈન્જીનીયરીંગ માં ભણતા ભણતા આં લખવા વાંચવાનો શોખ- હું એકલી જ કૈક ક્રેઝી છું , પણ આપને મળી ને લાગ્યું - કદાચ આં રાઈટિંગ બાગ તો આપડે અંદર લઇ ને જ જન્મ્યા છે કદાચ..
શું કહો છો ?

લખતા રહો ... અને આમ જ મળતા રહેજો!
બાકી કોઈ મદદ માટે મને ઈ-મેઈલ કરી શકો છો!
bhumikashah7@gmail.com

god bless u!
ભગવાન તમારી શોધ માં તમારી સાથે હરદમ રહે!
Aakanksha said…
Kiska Idea churaya madam???? :P

Btw, nice way to wish your best buddy!!! :)
bhumika said…
@akanksha
I remember :) what u are talking @ dear..
but this is what my friend-snehal loves a lot- my articles, and once she had said too- why i am not writing on her our our group, so have gifted what she wanted!
:)
it was a surprise for her, which she loved by heart :)
though you are always a darling for advising new ideas :)
mehul said…
HELLO MADAM,
I read your this post....very nicely written...very nicely expressing your views...Anyways I am also Asst Prof in A.D.Patel Engineering college, V V Nagar.
mehul03ec@yahoo.com
Oops... she come back :) ;) with a blast...as usual i love this one too... btw nice to see u ..
Bhumika Patel said…
I dont have words to appreciate this blog..

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...