Skip to main content

પૂર્ણતા ને અધુરપ નો સરવાળો એજ - "તારો ને મારો" સંબંધ!


" હુ ઈઝ ગેટીંગ મેરીડ સો અર્લી ? "- આજકાલ ડીનર ટેબલ મેટ્મોરનીઅલ કાઉન્સેલિંગ સેન્ટર વધુ લાગે છે એવો માહોલ છે! 

" અગેન અ રીચ , સેટલ્ડ, ડેસ્પરેટ ફોર મેરેજ - મેચ ! બટ ફોર અ ચેન્જ - "વુડ બી બ્રાઇડ " ઈઝ ચેન્જડ! "- ખલ્લાસ ૨ કલાક માટે નો નાસ્તો મળી ગયો પૂરી બ્રિગેડ ને! 
"ડોન્ટ લુક એટ ભુમિકા ! હાઉ શી કેન બી "વુડ બી બ્રાઇડ" ? આઈ મીન , શી ફોલ્સ ઇન ફીમેલ કેટેગરી ? એક પણ એન્ગલ થી લાગતું નથી! " - વેફર ની સાથે ભુમિકા નો નાસ્તો શરુ થયો! 

"સ્ટોપ ઈટ ગાયઝ! ઇટ્સ સીરીયસ! " - એટ લીસ્ટ મેરેજ ટ્રબલ માં તો - એક લડકીહી દુસરી લડકી કે દર્દ કો સમઝ સકતી હે .. પ્રુવ કર્યું મારી ડીયર રૂમી એ! 
" ઓબ્વીયઝ્લી , ઇફ સમવન ઈઝ ગેટીંગ મેરીડ વિથ ભુમ્સ , હી મસ્ટ બી સીરીયસ- એટલીસ્ટ મેન્ટલી ! " ..
મિત્રો ના બુમ બરાડા અને ધમાલ માં કદાચ વધુ પડતું જ ખવાઈ જતું ,  તો પણ માસી પ્રેમથી , આગ્રહ કરીને બધાને જમાડે . કદાચ એટલે કે આ એમના માટે બીઝનેસ નથી.. દીકરીઓ ને દીકરા ના યુ.એસ. સેટલ થયા પછી વસ્તી શોધવાનો રસ્તો માત્ર છે! 

માસી એ ક્યારનું જમવાનું પતાવી ન્યુઝ પેપર માં ખોવાયેલા કેયુર ને મીઠી ટકોર કરી -"આજે શાહ સાહેબ કેમ સાઈલેન્ટ મોડ માં છે? "
"કઈ નઈ એ તો મોન્ટુ બૌ ઈમોશનલ છે , એને અત્યારથી બિચારા ભુમિકા ના "વુડ બી બ્રાઇડ" ની ચિંતા થતી હશે! ગાયઝ ડોન્ટ સ્ટેર, ભુમિકા વિલ બી ગ્રુમ ફોર શ્યોર, સો હર પાર્ટનર હેઝ  ટુ બી બ્રાઇડ ! "- હરી ફરી ને  દુખતી નસો ને હરી કરી દેવાની ને હસવાની કેટલી મઝા આવે છે આમને એ જોતા વિચાર આવ્યો- આજ રીતે મેં પણ એમનો દર વક્ખતે ભાર પુર નાસ્તો કર્યો જ છે! અને - હર કુત્તે ક દિન આતા હે! .....

" કટ ઈટ નાઉં! શી ઈઝ કોમ્યુટર ઇન્જિનીયર , હોટ મેરેજ ડીલ ફોર હર કાસ્ટ.. અનાવિલ્સ માં એજ્યુકેશન પતે એ પહેલા ગોળ-ધાણા ખવાઈ જ જાય! આ રીડીંગ વેકેશન માં એ ઘેર જશે , શી હેઝ ફોર પ્રપોઝલ્સ , ઓલ ફ્રોમ ફેમીલી ફ્રેન્ડસ ... એક સિલેક્ટ કરવાનું એન, ગેટ હુકડ, બીફોર સેમ એન્ડ્સ ! " - ઓબ્જેક્ટ ઇન મિરર આર ક્લોઝ ધેન ધે અપીયર, કદાચ પ્રોબ્લેમ્સ નું પણ એમ જ છે! 

" પણ -ના પણ પાડી જ શકાય ને!  એજ્યુકેશન, ફેમીલી બેકગ્રાઉન્ડ, સેલેરી, લુક્સ, સીટી , તમારે તો કેટલા બહાના હોય ના પાડવા ! એન એબોવ ઓલ- અભી મેરી ઉમર ભી ક્યાં હે! - મુઝે આગે પઢના હે! વોટ સે ? "- અત્યાર સુધી સાઈલેન્ટ કેયુર ને પણ હવે આ કોમેડી માં ઈંટરેસ્ટ  પડ્યો! 
" ટ્રાઇડ ઓલ! હમણાં પાપા નો જ કોલ હતો! ઓલ ફોર પ્રોપોઝ્લ્સ આર ફ્રોમ માય પાપા સ ક્લોઝ ફ્રેન્ડસ ફેમીલીસ ! ઓલ અર્નિંગ હેન્ડસમ , વેલ સેટલ્ડ એન્ડ અમારા માં તો એન્ગેજમેન્ટ કે મેરેજ પછી સાસરા વાળા જ હોંશે હોંશે ભણાવે ! "- મારી મજબૂરી મને જ ના સમજાઈ.. એક પણ મેરેજ- પ્રપોઝલ માં કોઈ જ ખામી ના હતી તો પણ ખબર ની કેમ- દિલ  કેમેય કઈ સમ્ઝ્તું જ ના હતું.. 

"મને તો આ ફંડો જ નૈ સમઝાતો.. તુ એક એવા માણસ સાથે કઈ રીતે મેરેજ કરીશ , જેને તુ ઓળખતી જ નથી.. હુમ યુ ડોન્ટ લવ? પોતાની લાઈફ આમ સ્પોઈલ તુ કઈ રીતે કરી શકે ? જસ્ટ સે - નો ! "- મિસ્ટર શાહ ને મિસ્ટર એન્ગ્રી યંગ મેન બનતા જોઇને બધાની સાથે મને પણ નવાઈ લાગી! 
" મારાથી ના કઈ રીતે કેહવાય ! મારી પાસે કોઈ રીઝન નથી! હુ ચારેય ફેમીલી ને બૌ સારી રીતે ઓળખું છું! અને ચારેય "વુડ બી ગ્રુમ " મારા ફ્રેન્ડસ છે- સીન્સ ચાઈલ્ડહુડ ! " - નાના સીટી માં જ્યાં અમારી કાસ્ટ ની વસ્તી પણ ઓછી ને પાપા નો મળતાવડો ને સોશિયલ સ્વભાવ એટલે એમને મિત્રો પણ ઝાઝા ! અને એમની સારી શાખ થી જ તો મોટી બહેન નું પહેલાજ માંગે, ઝટ ગોઠવાઈ ગયું હતું! 

"તારે જ ના નથી પડાવી અને તને પ્રોબ્લેમ નથી તો આટલું ડિસ્કશન કેમ ?  ગો અહેડ ! એડવાન્સ માં - બેસ્ટ વિશિઝ ! " - અચાનક ગુસ્સે થઇ ને એનું નીકળી જવું ને ... કદાચ મને સમજાઈ ગયું .. કેમ આટલા એપ્રોપરીએટ રિશ્તાઓ પણ મને નથી ગમતા .. કદાચ પહેલી વાર દીલ અને દિમાગ એ વાત સ્વીકારવા મથી  રહ્યા જે અત્યાર સુધી જાણી બુઝી ને અવગણી હતી.. શું ઉતાવળ છે એમ વિચારી... 

અમારા બંને નું અકારણ ઝગડવું અને આમ કેયુર નું ગુસ્સા માં જતું રહેવું કદાચ મિત્રો ને ના સમ્ઝાયું ... પણ .. મને સમ્ઝાયું કે - ઇટ્સ પરફેક્ટ ટાઈમ ટુ ટોક  ... ટોક અબાઉટ અઝ..

એક "ના" ની બીક થી હિંમત ના હારી જવાય અને આખી જિંદગી "દીલ ની વાત ના કહી શકવાના " અફસોસ સાથે જીવી પણ ના શકાય ...

અને એ પછી ...
જે મેં કદાચ ખુબ સમય પહેલા લખ્યું હતું... I think We need to talk!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તારા જન્મ- દિવસે ...  ૯/૧૦/૨૦૧૧   .........  

કદાચ જો એ દિવસે મને ના સમ્ઝાયું હોત, કે હુ એ હિંમત ના કરી શકી હોત તો ...
વિચાર માત્રથી જ એક અધુરપ મેહસૂસ થાય છે! 

જેની સાથે લાઈફ એક જલસા ની જેમ વીતી છે , જેને માંગ્યા વગર મને મારી લાઈફ મારી રીતે જીવવા ની પૂરી પેસ અને સ્પેસ આપી છે , જેને મારી ઈમ - મેચ્યોરીટી અને મારા અભાવો ને પણ પુરા પ્રેમ થી સ્વીકાર્ય છે , મારી અગણિત ભૂલો અને મહા-બ્લનડરસ  પણ જે હસી ને- તું ક્યારે સુધારીશ ના ટીપીકલ ટોન માં ઉડાવી શકે છે  અને જેણે સપ્તપદી ના સાત ફેરા ને દીલ થી ફરી - મને કાયમ હુંફ અને હોંસલો આપ્યા છે - એ મારા પતિજી - કેયુર શાહ ને અમેની  ૩૦ માં વર્ષગાંઠે એક જ વાત કહેવી છે ...



જો અને તો ના આ કોયડા માં જો મને તું અને તને હુ ના મળી હોત તો... 
કદાચ ...

જીંદગી આટલી સિલ્લી, અણધારી , ફૂલ ઓફ બ્લંડરસ અને અનેક્સ્પેકટેડ  પણ હોઈ શકે એ તારા જેવા પરફેકશનીસ્ટ ને કેમ ખબર પડત? 
૨ ટાઈમ ગરમ નાશ્તા ને ફૂલ પરફેક્ટ લંચ-ડીનર તો બધા ના નસીબ માં હોય... ખીચડી ની આટલી વેરાયટી અને નામ પૂછીને ખાવી પડે એવી વાનગીઓ તને કોણ ખવડાવત? 

અને રહી વાત મારી તો ....
તારા વગર કદાચ ... હુ એક નોર્મલ લાઈફ જીવી શકું એ વિચાર જ મારા એબનોર્મલ દિમાગ માંથી પ્રોસેસ નથી થઇ શકતો! 

મારા આગળ ભણવા ના એક સપના ને પોતાનું સપનું બનાવી - ધરાર બધાના વિરોધ વચ્ચે પણ , પરિવાર થી જુદા  રહેવા જવા ની અગવડ અને અધુરપ સાથે પણ ....
પત્ની પતિ કરતા વધુ ભણેલી હોય કે વધુ કમાતી હોય એ ના ચાલે... ની અભિમાન થી લઇ ને અકેલે હમ એકેલે તુમ સુધીની બધી લવ-સ્ટોરીઝ  કદાચ તારી સહનશક્તિ અને પ્રેમ થી જ ખોટી પડી છે!

કદાચ પૂર્ણતા ને અધુરપ નો  સરવાળો  એજ - "તારો ને મારો" સંબંધ! 





Comments

Dipen said…
Wow.... So nicely written.
This feel between you two (you speak out and he says silently) makes you the best couple I know. :-)

Be like this and Keep Smiling Always......
bhumika said…
@dipen
thanks a lot for admiring our perfectly imperfect combo!
:p

we are not best couple indeed, but we do have little exclusive ORed relation! :p
a little tough for ur friend though! :)
be always with us :)
to sort out our bugged up minds!
superb..... loved it... simply... the tuning what we need in our life is perfect in your case bhums.. good n my belated happy birthday to Keyurbhai.. btw best luck ..
Snehal Gandhi said…
An awasome article with each and every word directly coming out from heart...Wish u both a very happy married life...
bhumika said…
@snehal..
Thanks dear :)

@krishna
thnaks a lot for wishes on behalf of keyur :)
Tom Yum said…
can't get better than this Bhumika. Its a wonderful experience to read your articles and stories of life which somehow I try to understand each and every time I come here. I hope to buy your book some day :D

Cheers!
Mayur said…
ખુબ જ સરસ રચના છે તમારી અને તમારો બ્લોગ પણ

ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
આપના આગમનની પ્રતિક્ષાએ
– કુમાર મયુર –

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...