Skip to main content

અસ્તિત્વ ખોજ :: ઉગવા , પાંગરવા ને વિકસવા માટે ની જગદ-ઓ-જાહેદ...

P.S. :: કાલ્પનિક અને વાસ્તવિક વિષયવસ્તુ :: 

"ભૂલો ભલે બીજું બધું માં-બાપ ને ભૂલશો નહિ...
અગણિત છે ઉપકાર એના એહ વિસરશો નહિ ..."

ટીવી પર લોકલ ચેનલ ની પ્રભાત ભક્તિ પ્રોગ્રામ માં સુમધુર ભજન વાગી રહ્યું અને ...

" આ નવી પેઢી ના નવા તાયફા ...  આ તે વળી કેવું ?
-- વર્ષો થી ચાલી આવતી પરંપરા છે કે લગ્ન કરી ને સાસરે જાય એટલે સ્ત્રી ને જ એડજસ્ટ કરવું પડે. બીજા ના ઘર માં રેવાનું ને પોતાની ચરબી બતાવાની એ તો વળી કેવું?
-- ગમશે, ચાલશે, ફાવશે પર તો સ્ત્રી નો સંસાર ચાલવો જોઈએ.. અને પતિ અને કુટુંબ ની ઈચ્છા ને સેવા માટે તો સ્ત્રી નો જન્મ છે !
 -- જો આટલું પણ ના સમજાય તો તો તારો જન્મારો જ એળે ગયો રે ...
 -- સ્ત્રી ને તો કેવી સ્પેસ , મોકળાશ ને મિત્ર ?
 -- પુરુષ ને તો પચ્ચીસ લફડા ને કામ હોય, ઘર ને વર ને સાંભળી ને બેસે એ જ સન્નારી !  #@$#@%$^%$^&%&*^*%^&@#$@#%$#@%$^@^%^%$^$^%#^%$#&#%^ "

રુકાવટ કે લીયે ખેદ હે ...
મગજ એ પણ આગળ ના ડાયલોગ સાંભળવાની કે પ્રોસેસ કરવાની ના પાડી દીધી..

મારું ઘર, મારું કુટુંબ ને મારું અસ્તિત્વ .... બધું જ એક પળ માટે ધૂંધળું લાગ્યું ...

ને સબ-કોન્શીયસ માઈન્ડ માં થોડા દ્રશ્ય, સંવાદો અને લાગણીઓ પડઘાયા ..

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

" આ ઉનાળે ક્યાં જવાનો પ્રોગ્રામ છે પ્રભુ? "

" મથુરા વ્હાલા ના સાક્ષાત્કાર કરવા જવું છે , ચાલો આવાના ? "

"ના રે , અમારે તો બેબી ને રીડીંગ વેકેશન છે , પણ તમે સિધાવો છો તો તમરા "લાલજી " ની સેવા કરવાનો અવસર આ વખતે અમને આપજો પાછા .."

" હાસ્તો , મારા ઠાકોરજી ની પાકી સેવા જાળવવા તમારા જેવા ધાર્મિક ને લાગણીશીલ માણસ જ તો ખપે..
--  મારા લાલજી ને સવારે તમારે હાથે પ્રેમથી જમાડજો ને હા મીસરી તો તાજી જ ધરાવાની  એ  ભૂલતા નહિ .. --- મારી ગેરહાજરી માં  કેરી ની સીઝન માં મારા ઠાકોરજી ને ધરાયા વિના કેરી ખાધી તો મારાથી ભૂંડો કોઈ નહિ યાદ રાખજો ..
-- અને હા આ કાળ ઝાળ ગરમી માં મારા લાલજી ને પાણી પીવા ની માટી ની સ્પેશિયલ મઢુલી મેં નાથદ્વારા થી મંગાવી છે એ યાદ કરાવજો, મારા લાલ ને ગરમી લાગે તો મારી સાત પેઢીઓ લાજે ........................ @#@!#$!$%#$%$#^$%^#$%^#^^$$%%^&^!@#@$#$%$%^$%#&^%^& "

લાલજી - ઠાકોરજી - શ્રીજીબાવા ની સેવા બીજા ના ઘેર પધરામણી કરે એ પહેલા તો એમને સાચવવા ની સૂચનાઓ નું લીસ્ટ એક થી વધુ વખત એક થી વધુ વ્યક્તિ ઓ ને કંઠસ્થ થાય એટલી વર જણાવામાં આવે..

અને હૈયું છલકાઈ જાય એ વિચારી ને કે - કેવો અસીમ પ્રભુ પ્રેમ !
કેવા હેત થી પ્રભુ ને નાના બાળ નીજેમ લાડ લાડાવાના અને એમની પ્રેમભરી આગતા સ્વાગતા કરવાની ...

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"કાકા , તમે તો ભારે કરી ! યુ.એસ. ની ટ્રીપ તો ગોઠવી દીધી પણ તમારા ડોગ નું શું ? સાથે લઇ જવાના કે ?"

" ડોગ  ના કહો બોસ! "વિસ્કી"  - કેવું નશીલું નામ રાખ્યું છે મારા હેન્ડસમ સને એના પેટ ડોગ નું ! મારા સન ને વિસ્કી વિના સહેજ ના ચાલે , એ તો વ્હીસ્કી ને ટ્રીપ પર સાથે લઇ જવાની જીદ પર હતો ! પણ એની ગર્લ ફ્રેન્ડે બૌ ફોર્સ કર્યો તો એને ઘેર વ્હીસ્કી ને મહેમાન બનાવાનો છે! જાહો જલાલી તો સંભાળ - ૧૦ પેજ લાંબુ લીસ્ટ આપ્યું છે મારા સને વ્હીસ્કી ની આદતો અને જરૂરિયાતો નું ધ્યાન રહે એ માટે.. "

"ના હોય કાકા ... ૧૦ પેજ લાંબુ ? એવું તો શું બધું ધ્યાન રાખવાનું તમારા ડોગ નું સોરી તમારી  વ્હીસ્કી નું ? "

"વ્હીસ્કી ને માટે જુદો બેડરૂમ જોઈએ જ !
--  વ્હીસ્કી ને સવારે ૯ વાગા સુધી શાંતિ થી ઊંઘવા દેવાનું !
--  વ્હીસ્કી ઉઠ્યા પછી ૩૦ મિનીટ્સ માં બ્રેકફાસ્ટ જોઈએ - એકદમ ગરમ અને એલોંગ વિથ ફ્રેશ મીલ્ક્ શેક ! -- --- વ્હીસ્કી ને વોક પર મેડ સાથે નઈ મોકલવાનું ..... !$##@%$^%$^%^&^*&**#@$@$#^%$&^%*^&%*& "

દિલ વિચારી રહ્યું - કેટલાક ઘર માં ડોગ - સોરી વ્હીસ્કી તરીકે જન્મવા પણ કેટલા પુણ્યો કરવા પડતા હશે !!!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

" જો બેટા , હવે આમ ૭ વાગે ઉઠે એ ના ચાલે . પારકા ઘેર જવાનું છે!
-- સવારે સૌથી પહેલા ઉઠવાનું ને રાતે બધા ઊંઘે પછી ઊંઘવાનું !
-- અને આ શું વારે ઘડીએ એજ્યુકેશન ના સેમિનાર ને વર્કશોપ માટે અહી તહી રખડવાનું ? સારા ઘરની છોકરીઓ ને ના શોભે !
-- જો જોબ માંથી ટાઈમ મળે તો કુકિંગ ક્લાસ કર, થાઈ - મેક્સીકન - ચાઈનીઝ ને એવું બધું આવડે તો તારું "ગોઠવવામાં " અમને પણ સહેલું પડે ! "

"મોમ , મને ગુજ્જુ ડીશ આવડે છે એ બૌ છે ! કુકિંગ ઇસ નોટ માય કપ ઓફ ટી ! મને શોખ નથી! "

" શોખ ગયો ચુલા માં !
-- આ સેમિનાર ને વર્કશોપ ના સર્ટીફીકેટ તારા લગ્ન ના બાયોડેટા માં લખાશે ?
-- આમ ચપ ચપ જીભ ચાલશે તો પારકે ઘેર કેમ રેવાશે ?
-- ગાય ની જેમ રહેવાનું . ગમે કે ના ગમે , જેમ સાસરિયા કહે એમ કરવાનું . પોતાની જાત ને ભૂલી ને પતિ ને એના ઘરસંસાર માં જીવ પરોવાનો .
-- આ ડીગ્રી ને ભણતર થી કઈ ના વડે ! સાચું ભણતર દીકરી માટે તો સહનશીલતા અને મર્યાદા !
-- પતિ એટલે પરમેશ્વર અને એના બોલ બ્રહ્મ વચન એ યાદ રાખીશ તો સુખી થાઈસ ,
-- આ બધા પસ્તી ના પેપર ને રીસર્ચ કરવાથી કઈ નઈ વડે... "

પી.એચ.ડી ની થીસીસ સોરી પસ્તી ના પેપર્સ  હાથ માંથી સરક્યા  અને રહી ગઈ એક ટીસ .........

દિલ ના તો રડી શકે છે ના તો ફરિયાદ કરી શકે છે! 


ફરિયાદ કરવી તો કોને કરવી ? - 
પોતના ને  ને પારકા ને? 

બધું ચલાવી લેવાનું છે , કોમ્પ્રોમાઈઝ કરવાના છે.. એડજસ્ટ કરવાનું છે!
પોતાના કેરિયર ને શોખ ને સ્વાહા કરી બીજાના ઈશારે કઠપુતળી બની નાચવાનું છે ...
પોતાનું અસ્તિત્વ ૨૦-૨૨ વર્ષ પછી સાવ જ ઓગળી નાખવાનું છે એ પણ એક શબ્દ પણ બોલ્યા વગર!


દિમાગ માં ઘમાસાણ છે !
વિચારો નો વંટોળ છે!

૨૦-૨૫ વર્ષ ના વાવેલા સપના , અને અલાયદું નોખું વ્યક્તિત્વ સાચવવા લડી લેવાની ખુમારી છે! 


પોતાના અસ્તિત્વ , પોતાના ઘર ને પોતાના કુટુંબ ની શોધ માં ભટકવાની વિવશતાને પરાસ્ત કરી "પોતાનું " પોતે સર્જવાની હામ છે! 


અને એક દિલ ને દુભાવતો પ્રશ્ન છે .................... 

" જે સમાજ પથ્થર ને શ્રદ્ધાથી પુજે છે અને જીવ ની જેમ જાળવે છે , 
પોતાના ભગવાન ને બાળ સ્વરૂપે લાડ લડાવે છે , 
પોતાના પાલતું જાનવરો ને પોતાના સંતાન સમકક્ષ લાગણી ને પ્રેમ આપે છે , 
એ જ સમાજ પોતાની વ્હાલસોયી દીકરી ને વળાવતા શા માટે જાનવર[ગાય ની જેમ સૌને પોતાના લોહી થી પોષવું  ને ગધેડા ની જેમ વૈતરું કરવું , દફણા પણ ખાવા અને  એક હરફ ના ઉચ્ચારવો ! ] બનવા મજબુર કરે છે ? "

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જે છોડ તમે આટલા હોંશ થી ને પ્રેમથી વાવો છો , ૨૦-૨૫ વર્ષ એને નિયમિત પ્રેમ ની હુંફ, લાગણી ના જળ ને સલામતી ના છાયા માં ઉછેરો છો એને લગ્ન નામના એક પ્રસંગ પછી  જડ  મૂળ થી ઉખેડી નાખો છો ... 

શું એ છોડ ને જ્યાં નવેસર થી રોપવાનો છે એ જમીન ને આ છોડ ની સ્વભાવગત જરૂરિયાત ને લાક્ષણીકતાઓ જાણવાની જવાબદારી ભૂલી નથી જતા ?

શું છોડ ને જ ગરજ છે ઉગવાની ? 


Comments

Harsh Pandya said…
welcm to the bettle field bhums...

point is not prooving oneself,point is to fight against injustice...here i like to gv example of bhagvadgita...y arjun was not feeling wel?cz it was the bettle against his own family...similarly,ved vyas knew tht one need to fight against one's family in many sense...being a woman,y she has to compromise her thoughts while making a life's decision?y cnt she express her views regarding life,partner,degree etc?b a rebel...
Rahul Kundnani said…
society seriously needs to consider this. Girls should not be made to study just to please them like giving lollipop to a kid. And i never understood why adjustment is necessary? If girl n a boy are perfect match...they would never need such word. Understanding would be enough between them to know each others dream
khoob j saachi vaat par tame dhyaan doryu che.... hu tamari sathe ekdam sahmat chu. khub j saras lakhyu che...
Navin said…
Bhumikaajee,

Whatever you have written was correct by and large before a decade or so. Now-a-days also it may be true in some cases, but situation has changed a lot in last few years.

Yes, I agree that the social system in our country, or in many other countries, is that after marriage the girl leaves her parental home and go to her new home. Naturally some adjustment will require. (We adjust ourselves even when we visit someone as guest.) Some adjustment is being done by husband in her in-laws also, which may not be easily visible. But after all staying together requires adjustments.

Other thing is that marriage not a full stop for career of a girl. If you look around, you will find a lot of women who are married and have achieved desired career. From a computer operator to an industrialist or chair-person of a large private sector bank, women are there. So it is depend on the choice. Yes, the girl should be open and firm in her views about her career before marriage and should loudly express it to everyone concerned and she should select her husband accordingly. You can not have your cake and eat it too. Some adjustment/sacrifice-of-choice will require in personal life to achieve the desired career. The same is true for man also.
Unknown said…
શું છોડને જ ગરજ છે ઉગવાની ? કેટલો વેધક પ્રશ્ન છે આ... કદાચ આનો જવાબ મારી પાસે તો નથી જ . પણ છોડ થયા છીયે તો અનુકુળ-પ્રતિકુળ સંજોગોમાં ઉગવું તો પડશે જ ને ? keep રાઇટીંગ પ્લીઝ. :)
we have to do compromise at all stage of life ... and if we are not going to do any compromise then all will uncomfortable with us...
Aakanksha said…
Welcome back girl!!!!! exactly the type of write up I had thought!!! nice come back... )
Bhumikaji,

I think just like you, i like ur article, & also read some book, blog on on this point. But what is the meaning to write all these. It change our society thought? girl should be strong & follow teat for tat.
Bhavin Adhyaru said…
એકદમ શાર્પ અને ક્રિસ્પ લખાણ ભૂમિકા...અને એનાથી વધુ શાર્પ ટોપિક....લાઈફમાં જેમ દોસ્તો નસીબ થી મળે છે, સાસરું પણ કંઈક એમ જ મળે છે (હું બંને પક્ષ થી વાત કરું છું, છોકરા માટે પણ આ વાત થોડી તો લાગુ પડે છે ) બટ, સાસુ અને પતિ જો થોડા પણ ફ્લેક્સિબલ અને અન્ડરસ્ટેન્ડિંગ વાળા મળે તો આ સમસ્યા જ ના ઉદ્ભવે, પણ લોકો ના માઈન્ડસેટ તમે ક્યારેય નથી બદલી શકતા....લગ્ન પછી જે વાતો પહેલા સારી લાગતી હોઈ એના પર ગર્વ લેવાય છે, પછી પાછળ થી એ જ મેલ ઈગો અને 'ભયાનક પઝેસીવનેસ અને દાદાગીરી' માં પરિણમે છે..આ એવી સમસ્યા છે જેમાં પતિ જ બેસ્ટ ફ્રેન્ડ બની કંઈક હેલ્પ કરી શકે અને જિંદગીને ખરા અર્થમાં જીવવા જેવી બનાવી શકે....બાકી બધી વાતો છે, છોકરીની પોતાની સ્વતંત્રતા ક્યાંય ખોવાઈ જાય છે.... Keep writing Bhumika....All the best...
Bhushan said…
nice write-up. ava j article apta raho e shubhkamna:)

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સોશિય

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/coffee, maska bun!  maza ni life!